________________
દ્રવ્યાનુયોગ
[ ૧૭ ] પછી પાલ્ય માતપિતાઓની અવગણના કરે, પરસ્ત્રી લંપટ બને, દ્રવ્ય પાર્જન માટે ચોરી, અપ્રમાણિકપણું વગેરે કાર્યોમાં પ્રવૃત્તિશીલ બને, યૌવન ખંભિની ગુટિકાઓનું પાન કરે; અમુક જીવ પાત્રો ! તમે અમુક ભકિતમાં ધર્મ માને, તદનુકૂળ આચરણ કરે, સન્મિત્રોની સાથે ધર્મચર્ચાના આલાપ કરે, હવે પછી વૃદ્ધત્વ અંગીકાર કરે ! હાથમાં લાકડી રાખીને જર્જરિત થઈ કંપતા મસ્તકે ચાલે, અનેક યુવાનને સલાહ આપવા તત્પર થાઓ; ત્યાર પછી શબરૂપ થાઓ; અને ફરીથી ગર્ભાગારરૂપ પડદામાં દાખલ થાઓ ! હવે તે નિ પડદાની બહાર નીકળી જુદે જ રૂપે તિર્યંચ તરીકે દેખાવ અપિ, તે વખતે સિંહ, અશ્વ, હરિણ, સર્પ વગેરે અનેક રૂપ ધારણ કરે, તાડના, તર્જન અને શિકારના ભેગા થઈ પડે, અને શબરૂપ થઈ અન્ય અન્ય અનેક ચિત્રવિચિત્ર નિરૂપ પડદામાં જઈ આવી વેશ બદલી બદલીને પ્રેક્ષકાની નજર આગળ આવતા રહો.”
સંસાર નાટની નેત્રી કાલપરિણતિના ઉદ્ગારો દ્વારા પ્રાણીઓની પરાધીનતાના સૂચવનને ફલિતાર્થ એ છે કે ચેતન્યમય આત્મા જડ કર્મોવડે આવૃત્ત થયેલ હોવાથી કર્મોના સ્વભાવનુસાર શુભાશુભ ફળ ભગવે છે, એટલું જ નહિ પરંતુ તે કર્મો ભોગવ્યા વગર છૂટકે થતો જ નથી. વાસ્તવિક રીતે જડ કર્મો કરતાં ચૈતન્યમય આત્મા ઉચ્ચ દરજજો ધરાવે છે, છતાં કર્મોની સત્તામાં સંસારી પ્રાણીઓનું ચૈતન્ય વેષ્ટિત થયેલું છે, તેથી જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી આત્મા નિર્વીર્ય સ્થિતિમાં છે પરંતુ જ્યારે જાગૃતિ પૂર્વક આભા અંતર્મુખ થાય છે ત્યારે વિવેકાદિ સાધને વડે કર્મ સામર્થ્યને પાતળું પાડે છે અને ક્રમશઃ કર્મોને છૂટા પાડી દઈ સ્થિતિમાં અનંત સામર્થધર બને છે. “આત્માને કર્મ જાળથી મુક્ત કરી નિર્વાણપદ પ્રાપ્ત કરાવવું” એ સમગ્ર જૈન દર્શનનું તત્વ દેહન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org