________________
आशीर्वचन આ અનંતાનંત સંસારચક્રમાં અનંત જીવોને અભય–સુખ–પરમ શાંતિ આપનાર ધર્મની સ્થાપના ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળમાં ચોવીશ–વીશ તીર્થકર ભગવંતો “સવિ જીવ કરૂં શાસન રસી'ની અનુપમ ભાવના સેવી તપ–જપ ધ્યાન–ચારિત્રબળે અપાર પુણ્યકર્મનું ઉપાર્જન કરી ત્રીજા ભવે વશ સ્થાનક અથવા તેમાંથી કોઈ પણ સ્થાનકના તપની આરાધના કરી તીર્થકર નામ કમ નિકાચિત કરે છે.
તીર્થની સ્થાપના થતાં મૃતધર્મ અને ચારિત્રધર્મની આરાધના સાધુ-સાવી, શ્રાવક-શ્રાવિકા કરે છે અને અનંત દુઃખદાયી સંસારને ઉછેદ કરી શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે.
દશ કટાકેદી સાગરેપમ પ્રમાણુ એક ઉત્સર્પિણુ કાળ અને દશ કટોકટી સાગરોપમ કાળ પ્રમાણે એક અવસર્પિણી કાળ–આમ વીશ કટોકટી સાગર પ્રમાણનું એક કાળચક્ર બને છે. તેવા અનંત કાળચક્રનું એક પુગળપરાવર્ત બને છે. તેવા અનંત પુગળપરાવર્ત કાળ થયાં આ આમા સંસારમાં ચારેય ગતિમાં ભ્રમણ કરે છે અને રાગ-દ્વેષમોહ પરિણતિને લઈને દુઃખનું ભાજન બને છે. અનાદિકાળથી આ આત્મા ભવોભવ ભટકે છે, દુઃખો પામે છે છતાં તેને ઉદ્ધાર કરનાર કોઈ શરણ મળતું નથી; અનેક ભવમાં પાપકર્મ કરતે આત્મા દુઃખ પામે છે છતાં પાપકર્મોથી વિરામ પામતો નથી. તેથી સુખની ઈચ્છા કરવા છતાં પણ દુર્ગતિ અને દુ;ખ પામે છે. ધર્મ તે વીશ કોટાકોટી સાગરેપમ કાળમાં, અઢાર કટાકોટી કાળમાં તો છે જ નહિં, ફક્ત બે કેટકેટી સાગર પ્રમાણુ કાળમાં તીર્થકર ભગવંતો ધર્મચક્ર પ્રવર્તાવે છે. તેમાં પણ પાંચ સમવાયમાં ભવિતવ્યતા પરિપકવ થઈ હોય તે જ ધર્મ સન્મુખ આત્મા થાય છે. કષાયોની મંદતા અને મોહનીય કર્મની સ્થિતિ ઘટતાં સમ્યગ્દર્શન, દેશવિરતિ, સર્વવિરતિ પામીને ધાતિકને નાશ કરી કેવળજ્ઞાન પામી સર્વ કર્મથી મુક્ત બની આ આત્મા શિવસુખને પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org