________________
[ ૨૦ ] કરેલું છે. ઉપરાંત આત્માનંદ પ્રકાશ માસિક ૫૮ વર્ષ થયાં વિવિધ લેખોની સેવા સાથે ચાલુ છે. સભાને અન્ય બંધુઓ સાથે પ્રથમ ખાસ કરીને ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ તથા શેઠ ગુલાબચંદ આણંદજી મુખ્ય સંચાલક હતા. એમની સાહિત્ય સેવા અનેક વર્ષો સુધી સભાને મળી હતી. હાલમાં શ્રીયુત પ્રો. ખીમચંદભાઈ ચાંપશી પ્રમુખ તરીકે છે, ભાઈ ફતેહચંદભાઈ તથા શ્રી ગુલાબચંદ લલુભાઈ ઉપપ્રમુખ તરીકે છે, અને માનાર્હ મંત્રીશ્રી તરીકે શ્રી વિઠ્ઠલદાસ મૂલચંદ તથા શાહ જાદવજી ઝવેરભાઈ છે. હવે પછી નાની નાની ટ્રેકટો સાહિત્ય પ્રકાશનમાં પ્રકાશિત કરવા ધારણું રાખેલી છે.
પ્રસ્તુત સભાએ સં. ૧૯૭૧ માં, શ્રી ફતેહચંદભાઈએ નવાણું પ્રકારની પૂજાના અર્થ લખેલા-તે સાથે તેમના પિતાશ્રીની જીવનરેખાનું પુસ્તક તેમના કુટુંબ તરફથી છરી’ પાળતો સંઘ શ્રી સિદ્ધગિરિજીને કાઢેલે તે પ્રસંગે શાહ ઝવેરભાઈ ભાઈચંદની સીરીઝ તરીકે પ્રકાશિત કરેલું હતું.
ભાઈ શ્રી ફતેહચંદભાઈ અનેક વર્ષો થયાં સભાને સેવા આપતા રહ્યા છે. પ્રસ્તુત સભાને ધ્યાન ખેંચે તેવી મોટી રકમ પેટ્રને, લાઈફ મેરે તથા સિરીઝ માટે, મુંબઈમાં, સભાના કાર્યને ઉત્તેજન માટે એકઠી કરાવીને તેઓએ મોકલી હતી, તેમ જ સલાહસૂચન કે જે કાંઈ સભા તરફથી મુંબઈમાં કાર્ય હોય, તેની સક્રિય સેવા બજાવતા રહ્યા છે. તેમણે લગભગ સત્તાવીશ પુસ્તકની પ્રસ્તાવનાઓ-આમુખો લખેલાં છે, આત્માનંદ પ્રકાશમાં નૂતનવર્ષનું મંગળમય વિધાન સવિસ્તરપણે લગભગ ત્રીશ વર્ષો પર્યત લખેલું હતું, તેમ જ તેમાં અન્ય ઘણું લેખો પણ લખેલા છે. પ્રસ્તુત પુસ્તકમાં જૈન દર્શન મીમાંસા તથા તુલનાત્મક દ્રષ્ટિએ જેના દર્શનના મુખ્ય બે વગેરે ખાસ કરીને જૈનતત્વ જ્ઞાનના અભ્યાસીઓ માટે ઉપયોગી છે. જે આ સભા તરફથી પ્રકાશન કરતાં એક પ્રકારને સંતોષ અનુભવીએ છીએ, અને ખાસ વાંચવાની ભલામણ કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org