________________
[૪]
જૈન દર્શન મીમાંસા કેવલજ્ઞાનીઓને પ્રથમ વિશેષ ઉપયોગ અને પછી સામાન્ય ઉપયોગ થાય છે. જેમ એક હાથની પાંચ આંગળીઓનું જુદું જુદું જ્ઞાન થવા પછી એક પિચાપે સમગ્ર જ્ઞાન થાય છે, તે પ્રમાણે કેવળજ્ઞાનીએને જગતના સ્વરૂપનું જુદું જુદું જ્ઞાન પહેલે સમયે થયા પછી બીજે સમયે સમગ્ર (Whole) સામુદાયિક સ્વરૂપે–તેમને સામાન્ય ઉપયોગ થાય છે. (૩) દર્શન એટલે સમ્યફ તરવાથબાને ચાટવ્યવહારથી શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ પ્રતિ અડગ શ્રદ્ધા અને નિશ્ચયથી તોના જાણપણાથી ઉત્પન્ન થયેલી રુચિ–શુદ્ધ આત્મસ્વરૂપને તત્ત્વશ્રદ્ધાનરૂપે અનુભવ કરવો તે સમ્યક્ત્વ કહેવાય છે. સમ્યકૂવને મોક્ષરૂપી ફળ ઉત્પન્ન કરવાને બીજતુલ્ય ગણેલું છે. જેમ બીજના આરોપણ પછી તેને યોગ્ય રીતે સિચન કરવાથી કાળની પરિપકવતા પછી વૃક્ષ ઉત્પન્ન થઈ ફળની પ્રાપ્તિ થાય છે, તેમ સમ્યફવરૂપ બીજને જ્ઞાન અને વૈરાગ્યરૂપ પાણીથી સિંચન કરવાથી ચારિત્ર રૂપ વૃક્ષ ઊગી નીકળે છે, અને ઉદ્યમાદિ પાંચ કારણોની સાનુકૂળ સહાયથી મોક્ષરૂપ ફળ ઉત્પન્ન થાય છે. સંસારમાં રહેલા સર્વ પ્રાણીઓને આત્મા વસ્તુતઃ શુદ્ધ અને નિર્મળ છે પરંતુ અષ્ટકરૂપ આઠ પડેથી તેનું સ્વરૂપ આચ્છાદિત થઈ ગયેલું છે. તે અષ્ટકર્મો પૈકી દર્શન મેહનીય કર્મના ક્ષય–ઉપશમ થવાથી આમાને પિતાની વસ્તુતઃ ઓળખાણ થાય છે. એટલે પછી સમ્યકૃત્વ ગુણને આત્મામાં આવિર્ભાવ થાય છે–તે દર્શન કહેવાય છે. દર્શનાવરણીય કર્મ અને દર્શનમેહનીયમાં બહુ તફાવત છે. દર્શનવરણીય કર્મ પાંચ ઈદ્રિયથી પ્રાપ્ત થતા જાણપણામાં ખલેલ પહોંચાડે છે. જેમ એક મનુષ્ય અંધ છે તે દર્શનાવરણીય કર્મના ઉદયને અંગે છે, પરંતુ દર્શનમેહનીય કર્મ તે તત્વને કુતત્ત્વ અને શુદ્ધ ગુણને વિગુણ મનાવે છે. આ રીતે દર્શનાવરણીય કર્મ ઇદ્રિયગોચર જ્ઞાનનું નિરાધક હોઈ જેટલા પૂરતે વિપાક ઉત્પન્ન કરે છે તે કરતાં અનેક ગુણો વધારે વિપાક દર્શનમોહનીય કર્મ કે જે ખૂદ આત્માના ગુણને આવરણ કરનાર છે તે ઉદ્ભવાવે છે. (૪) દર્શન એટલે ધર્મ એવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
www