________________
[ ૧૧ ] ૮. છેલ્લા લેખમાં “મહાન જ્યોતિર્ધર પૂ. . શ્રી યશોવિજયજી મહારાજ સાહેબનું સંક્ષિપ્ત જીવન-કવન છે. વાચકને એ જરૂર પ્રિય લાગશે અને તે સાથે ધર્મબોધકર તત્ત્વનું પણ આદાન થશે.
૯. એ સિવાય પરિશિષ્ટમાં શ્રી ફતેહચંદભાઈ વિષયી અનેક હકીકતને નિર્દેશ છે. એ જોતાં એક વ્યક્તિ પોતાના જીવનમાં સાધારણ પરિસ્થિતિમાં હોવા છતાં ઉત્તરોત્તર જ્ઞાન ધ્યાનની ઉપાસનાથી અને સતત પરિશ્રમથી કેવી સુંદર રીતે સફળતા કરી શકે છે અને આત્માના પરમ શ્રેયની સાધનામાં કેવો રેચક વિકાસ સાધી શકે છે એને બંધ થયા વિના રહેતો નથી. આખુંએ પુરતક રસમય સામગ્રીથી ભર્યું છે. તત્ત્વપિપાસુ એમાંથી તત્વ પી તૃપ્ત થઈ શકશે, અધ્યાત્મદષ્ટિ, એમાંથી આત્મવિકાસની ચાવી મેળવી શકશે, મુમુક્ષુ એમાંથી એક્ષપ્રાપ્તિને પથ પામી શકશે. એટલું થશે જ, અને મુ. શ્રી ફતેહચંદભાઈનો પ્રયાસ જરૂર સિદ્ધ થશે જ—એ નિ:સંશય છે. વાચક એને સદુપયેગ કરી સમૃદ્ધ અને સુપ્રસન્ન થાય એ જ અભ્યર્થના.
૫૦૫, સરદાર વ. પટેલ રોડ | મુંબઈ-૪, તા. ૨૦-૧-૬૨ ઈ
શ્રી પ્રસન્નમુખ સુરચંદ્ર બદામી ચીફ જ-મેલ કઝીઝ કોર્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org