________________ આત્મા એ જ દેવ, આત્મા એ જ ગુરુ, આત્મા એ જ ધર્મ, આત્મા એ જ સુખ, આત્મા એ જ મોક્ષ, આત્મા એ જ અખંડ આનંદ, અને આત્મા એ જ પરમાત્મા છે, એમ યથાર્થ ક્યારે જાણવામાં આવશે? સંતનું શરણુ, સંતની સેવા, સંતની મન, વચન, કાયાથી ભક્તિ; સંત પર પ્રીતિ, સંત પર શ્રદ્ધા, સંત પર ગુરુબુદ્ધિ, અને અહોનિશ સંતના સંગની જ ઈચ્છા ક્યારે જાગૃત થશે ? સદ્દગુરુ એ જ તરણ તારણ, સગુરુ એ જ દેવ, સગુરુ એ જ સુખનું સાધન, સદ્ગુરુ એ જ મોક્ષમાર્ગને દાતા, સદ્ગુરુ એ જ પરમ મિત્ર, સગુરુ એ જ પરમગુરુ, અને સદ્ગુરુ એ જ પ્રત્યક્ષ અરિહંત સમાન છે, એમ ક્યારે જાણવામાં આવશે? | મારા પિતાના દોષ જોવાની અને અન્યના ગુણ ગ્રહણ કરવાની બુદ્ધિ ક્યારે ઉત્પન્ન થશે? મારા આત્મદ્રવ્યની અને પરમાત્માના આત્મદ્રવ્યની એક્યતા, જિનપદ અને નિજ પદની અંક્યતા, અને પરમાત્માના ગુણ જોઈ મારામાં તે ગુણેની ઉત્પત્તિ ક્યારે થશે ? સર્વ જીવ સરખા છે, સર્વ જીવ નિશ્ચયથી સ્વભાવે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ, શુદ્ધ દર્શન સ્વરૂપ, શુદ્ધ ચારિત્ર સ્વરૂપ, અનંત ઉપગમય, અને અનંત શક્તિવંત છે પણ કર્મરૂપ શત્રુના સંગથી મલિન દેખાય છે, એમ જાણું કર્મને નાશ, કર્મને ત્યાગ, ને કર્મ ઉપર અભાવ એમ ક્યારે ઉત્પન્ન થશે? ને સર્વ જીવ ઉપર સમભાવ ક્યારે આવશે?