________________ કરતાં અધિક અધમાધમ છું એ નિશ્ચય ક્યારે થશે અને કયારે અહંભાવથી રહિત થઈશ ? આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા પોતાના કર્મને કર્તા છે, આત્મા પિતાના કર્મને ભક્તા છે, આત્માને મેક્ષ છે, અને મોક્ષને ઉપાય છે, આ છ મહાવાક્યો મારા હૃદયમાં નિરંતર ક્યારે જાગૃત થશે? અને હું તે પ્રમાણે વતી સર્વ જેને ક્યારે વર્તાવીશ? | મારું સ્વરૂપ અહિંસામય છે, મારું સ્વરૂપ સત્યતામય છે, મારું સ્વરૂપ પ્રામાણિક્તામય છે, મારું સ્વરૂપ બ્રહ્મચર્યમય છે, અને મારું સ્વરૂપ પરિગ્રહ રહિત છે, એમ ચિતવી સ્વરૂપમય ક્યારે થઈશ? હિંસા ન કરવી એ મારી ફરજ છે, સત્ય બોલવું એ મારી ફરજ છે, બ્રહ્મચર્ય ધારણ કરવું એ મારી ફરજ છે, અને પરિગ્રહ રહિત થવું એ જ મારી ફરજ છે, એ જ મારો સ્વભાવ છે, એથી વિપરીત ચાલ એ મારે વિભાવ છે એમ મને ક્યારે જણાશે ? આસવ એ જ સંસાર છે. આસવ એ જ બંધન છે. આસવ એ જ દુઃખ છે, અને આસવ એ જ ત્યાગવા યોગ્ય છે એવી ખબર ક્યારે પડશે ? અને સંવર એ જ સુખ છે એમ ક્યારે જાણવામાં આવશે ?' હું મારા સ્વરૂપમાં છું કે નહીં? સદ્દઉપયોગમાં છું કે નહીં? ધર્મધ્યાનમાં છું કે નહીં? સ્વભાવમાં છે કે નહીં? એમ ક્યારે અનુભવ થશે? મારામાં વીતરાગતા, માદેવતા અને કહ્યું છે કે નહીં એમ ક્ષણે ક્ષણે જેવા હું કયારે ભાગ્યશાળી થઈશ?