________________ શ્રી સદ્ગુરુચરણાય નમઃ અધ્યાત્મભાવના હે પ્રભુ! એવી દશા અપેનિશ ક્યારે જાગૃત થશે? કે તારા ગુણને અખ્ખલિત પ્રેમ ઉત્પન્ન થાય? તારા પ્રત્યે અત્યંત ભક્તિ પદા થાય? કે જેના પસાયથી આ દુનિયા ઉપરને રાગ એ છે થાય. તારાં વચને ઉપર પૂર્ણ શ્રદ્ધા ક્યારે થશે? કે તારી આજ્ઞા હું ફૂલની માળાની પેઠે મસ્તક પર ધરું. તારી કરુણા, તારી ક્ષમા, તારી શાંતિ, તારું જ્ઞાન, તારું ધ્યાન, તારું યથાર્થવાદીપણું, તારી અપૂર્વ પરોપકારબુદ્ધિ, અને તારી અત્યંત સહનશીલતા જોઈ મારા આત્મપ્રદેશે તું ક્યારે વસીશ? પરપુદ્ગલ પર ઉદાસીનવૃત્તિ ક્યારે ઉત્પન્ન થશે ? કે જેથી હું મારા સ્વરૂપમાં જ રમું. હું, તું, તે ભૂલી જઈ; હું, તે તું, અને તું, તે હું, આવી અખંડ ઐક્યતા ક્યારે ઉત્પન્ન થશે? અને તેને અપૂર્વ સુખને અનુભવ ક્યારે પ્રાપ્ત થશે ? તારી ક્ષમા જોઈ તારા જેવી ક્ષમા કરવા હું જ્યારે ભાગ્યશાળી થઈશ ? તારી દયા જોઈ મારામાં એવી દયાના અંકુરો ક્યારે પ્રગટ થશે? તારી પોપકાર બુદ્ધિ જોઈ આ સેવકના (મારા) હૃદયમાં સર્વ જીવ પ્રત્યે તેમ કરવાની ઈચ્છા ક્યારે જાગૃત થશે ? તું જ ધ્યેય, તું જ સેવ્ય, તું જ આરાધ્ય, તું જ પૂજ્ય,