________________ તું જ દેવ, તું જ ગુરુ, તું જ ધર્મ, તું જ તરણતારણ, તું જ પિતા, તું જ માતા, તું જ બંધુ, તું જ કુટુંબ, તું જ જ્ઞાતિ, તું જ વિશ્વ, તું જ સૃષ્ટિ અને તું જ મારું સર્વસ્વ એમ ક્યારે થશે? તું અને હુને ભેદ તૂટી અભેદ ચિંતવન ક્યારે થશે? તેહિ, તુહિ, તુહિ, અને તે જ એમ અખંડ ચિંતવન રેમમ ક્યારે આવિર્ભાવ પામશે? ત્વમેવાણું, ત્વમેવાણું, ત્વમેવાણું, આવી અભેદતા પ્રાપ્ત કરવા હું ક્યારે ભાગ્યશાળી થઈશ? તારા વિના આ દુનિયા ઝેરરૂપ, પથ્થરરૂપ, દુખરૂપ, બંધન રૂપ, કારાગૃહરૂપ, તથા ત્યાગવા યોગ્ય જાણી તેના ઉપર વીતરાગીપણું તથા ઉદાસીનપણું ક્યારે થશે? તારામાં જ અખંડ પ્રેમ, તારામાં જ અખંડ ભક્તિ, તારામાં જ અખંડ પૂજ્યબુદ્ધિ, તારામાં જ પિતાબુદ્ધિ, તારામાં જ વિશ્વબુદ્ધિ ક્યારે થશે? તારા વિના અન્ય સ્થળ અસાર અને વૈરાગ્યમય ક્યારે લાગશે ? તારી પેઠે સર્વ જીવ પર મિત્રતા, તારી પિઠે દુખિયા પર દ્રવ્યથી અને ભાવથી દયા, તારી પેઠે પ્રદતા, તારી પિઠે મધ્યસ્થતા, તારી પેઠે નિઃસ્વાર્થ બુદ્ધિ, તારી પેઠે પરોપકાર બુદ્ધિ, તારી પેઠે અત્યંત કરુણા અને તારી પિઠે અત્યંત વિતરાગીપણું મારા હૃદયમાં કયારે જાગૃત થશે ? ધનની, સ્ત્રીની, યશની અને વિષયસુખની ઇચ્છા ક્યારે નિવૃત્ત થશે? એક તારા વિના જ આ બધાં સુખ ઝેર જેવાં ક્યારે લાગશે? પરની નિંદાને અને પરના ગુણ ઢાંકી દેવ પ્રકટ કરવાને ત્યાગ કરવા હું ક્યારે ભાગ્યશાળી થઈશ? તથા પિતાની ભૂલ તરફ દ્રષ્ટિ કરતાં ક્યારે શીખીશ? હું સર્વ