________________
દીક્ષા પ્રસંગે બોલવાનું ગીત
ભવિ જીવને પોષાય, એવી લહેર દીક્ષામાં, દુર ભવિને ભારે પડી જાય, એવી લહેર દીક્ષામાં. પંચ મહાવ્રત લેવાય છે ને, સ્વાથી સંબંધિત જાય છે, જેથી આત્મ કલ્યાણ થાય, એવી લહેર દક્ષામાં. (૧) થાળી લેટે જાય છે ને, પાતરા લેવાય છે, જેથી ગોચરી જવાય, એવી લહેર દીક્ષામાં. (૨) -સારવણી સુથીઓ તજાય છે ને, એ લેવાય છે, જેથી જીવની રક્ષા થાય, એવી લહેર દીક્ષામાં. (૩) ચુલે કુંકણું છેડાય છે ને, અહિંસા ધર્મ પળાય છે, બ્રહ્મચર્ય વ્રત પળાય, એવી લહેર દીક્ષામાં. (૪) ઘરેણાં ગાંઠા જાય છે ને, કેશ લોચ કરાય છે, રત્નત્રયીનું આરાધન થાય, એવી લહેર દીક્ષામાં. (૫) સાચા ખોટા લેખ જાય છે ને, જ્ઞાન ધ્યાન કરાય છે, જેથી કર્મની નિજા થાય, એવી લહેર દીક્ષામાં. (૬) ક્ષમા શાંતિ ધરવી ને, ઈર્ષા અદેખાઈ હરવી, જેથી મુક્તિપુરીમાં જવાય, એવી લહેર દીક્ષામાં. (૭) ખાંતિશ્રી સત્ય સમજાય ને આત્મઉજજવલ થાય છે, જેથી વીતરાગતા પમાય, એવી લહેર દીક્ષામાં. (૮)