________________
૧૨
राजा वीरधवलना समयनी शिलालेख તેને, વર્ગ અને પૃથ્વીની ગુફામાં પ્રસરતા યશના મેજમાં (તરગમાં ) શશિને લિસ કરતે, કામને વશ નહીં તે યાધવલ પુત્ર જન્મે. અને સમાન બળવાળા ચૌલુકય નૃપ કુમારપાલ પ્રતિ શત્રુ થએલા માલવદેશના સ્વામિ બલાલને તેણે (યશોધવલે) બંદીવાન કર્યો. - તેને, અખિલ જગમાં વિખ્યાત ધારાવર્ષ પુત્ર હતું, જેની તીક્ષણ અસિધારા શત્રુગણેનાં ગળાં નિત્ય છેદવાના કાર્યમાં રહેતી. અને વસુવિના(?)ની ભૂમિ સમાન અચળ તેના કેપ માત્રથી જ કેકણ દેશના નૃપેની પત્નીઓનાં નેત્રકમળમાંથી આંસુ પાડત.
અજિત બળવાળો દશરથને પુત્ર રામ પુનઃ ભૂમિ પર અવતર્યો હોય તેમ દેખાય છે. અને દૈત્ય મારિચ પ્રત્યેને વૈરભાવ તુષ્ટ કરવા ધીરમતિવાળા રામ માફક રાજ્ય ચલાવે છે.
તેને અનુજ પ્રહાણ જેણે સામતસિંહ સાથે યુદ્ધમાં સત્તા તૂટી ત્યારે શ્રીમાન ગુર્જર દેશના નૃપનું વારંવાર રક્ષણ કરીને દૈત્યના સર્વથી મહાન રિપુ વિષણુનાં કૃત્યે પુનઃ ઉજજવળ કર્યા.
હું નિર્ણય કરી શકતો નથી કે આ બ્રહ્માની પુત્રી સરસ્વતી કે કામદુગ્ધા ધેનુ જે સર્વ વાંછના પૂર્ણ કરે છે તે પ્રહાદનના રૂપમાં ભૂમિ પર અવતરી છે. 1 ધારાવર્ષને પુત્ર શ્રી સેમસિંહ જેનામાં તેના પિતાનું શૌર્ય અને પિતૃચક(કાકા)ની વિદ્યા અને બન્નેની દાન શક્તિ ઉતરેલી હતી તે વિજયી થાઓ.
- શત્રુઓને જિલી, બ્રાહ્મણને શત્રુ મંડળમાંથી મુક્ત કરી, સોમસિંહે ઈન્દુસમાન ઉજજવળ અને અતુલ યશ પ્રાપ્ત કર્યો. તે એવા યશથી પૃથ્વીને અજવાળતું હતું છતાં ઈર્ષોથી શિર ઉંચકતા શત્રુઓનાં મુખ પરથી મલિનતા હરતે નહીં.
શ્રી સેમસંહને પુત્ર નૃપ શ્રીકૃષ્ણદેવ જે અતિ પ્રતાપી છે, યશ અને દયાથી સંપન્ન છે અને તેથી જે યશોદાથી સંશ્રિત વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ સમાન લાગે છે તે જય પામે.
(અહીં વસ્તુપાલના વંશનું વર્ણન થાય છે ) (વસ્તુપાલનું વર્ણન)–અન્વયમાં, વિનયમાં, વિદ્યામાં, યશમાં, અને પુણ્યમાં વસ્તુપાલ સમાન કેઈમાયુસ મારા દૃષ્ટિ પથમાં આવતા નથી.
મહામાત્ય વસ્તુપાલથી તેની સદાચારી પત્ની લલિતાદેવીને, ઇન્દથી ઇન્દ્રાણિને જયન્ત નામે પુત્ર પ્રાપ્ત થયે તેમ, જયન્તસિંહ નામે પુત્ર થયે. ' તેણે (જયન્તસિંહે) વિનયવિમુખ ખાલપણુમાં પણ દેવ ચોગ્ય મહાન ગુણ બતાવ્યા અને તેના ભાઈઓનાં સત્કાર્ય ઉજજવળ કર્યા. કામદેવથી અધિક રૂપવાન જયન્તસિંહ કેનું હૃદય પ્રસન્ન નથી કરતે
શ્રીમાન વસ્તુપાલને પુત્ર આ જયન્તસિંહ જેનું રૂપ કામદેવથી અધિક છે અને જેનું દાન અભિલાષ કરતાં અધિક છે તે એક કલપના આયુષ્યવાળે થાઓ.
શ્રીમાન તેજપાલ મંત્રી જેનાથી પ્રજા ચિતામણિ માફક નિશ્ચિત છે તે ચિરકાળ સત્તાને
ઉપલેગ કરે.
ચાશુક્ય, બૃહસ્પતિ, મરૂવ્યાધિ, શુક્ર આદિ બુદ્ધિવાન મંત્રીઓ સર્જવામાં કરેલા અભ્યાસને ઉપગ આ તેજપાલ સર્જવામાં બ્રહ્માએ કર્યો. નહીં તે તેજપાલ તેમના સર્વ કરતાં અધિક કયાંથી હોય?
સમસ્ત પ્રાણિઓના કલ્યાણનો નિવાસ, વસ્તુપાલ અનુજ તેજપાલ બલિ રાજાએ સ્થાપેલી સ્થિતિનું પાલન કરતે. ખરેખર તેને જોઈને ગુણગ્રામ કામંદકિ પિતાની અસંખ્ય કાર્ય સિદ્ધિઓ માટે ઉચ્ચ વિચાર રાખતે નહીં અને ચાણકય પોતાની શક્તિ માટે વિસ્મય પામતે અટકે છે.
( અહીં તેજપાલની પત્ની અનુપમદેવીના પિતાના વંશનું વર્ણન શરૂ થાય છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com