________________
चिन्तामणि पार्श्वनाथनो शिलालेख
ભાષાન્તર (૧) અહંતને નમસ્કાર હો. નાભિમાંથી જન્મેલા (ઋષભદેવ) શ્રીજિન તમારા શ્રેયાર્થે સદા હ, ઈંદ્રનીલ મણિની પ્રભા સાથે સ્પર્ધા કરતી અથવા ભળતી કેશની લટા જેના અંધ ઉપર પડીને અતિ ઉત્કંઠાથી ભેટવાની ટેવવાળી સામ્રાજ્ય લક્ષમીના કાંડા પરના કદરતી કંકણથી પડેલી નિશાનીઓ સમાન લાગતી.
(૨) શેષ નાગ નમન કરવા આવ્યો ત્યારે તેનાં મરવકે ઉપરના સાત મણિમાં તેના ૩૫નું પ્રતિબિંબ પડતું ત્યારે જાણે કે અાઠ (૮) પાપ હવા આઠ રૂપ ધાર્યા હોય તેવા પાર્શ્વનાથ તમને રક્ષા. તેના બદલામાં શેષ નામે પણ તેના પદનખમાં પ્રતિબિંબ પડવાથી દશે દિશામાં વસતાં ભકતમંડલેને રક્ષવા અગિઆર રૂપ ધારણ કર્યા.
(૩) શ્રેલયના વાસીઓને નિર્ભય કરીને સર્વ ભય શાંત કરવા, લીલામાં જયસ્તંભ કર્યા હોય તેવી દુસ્તાર નરકના માર્ગના સાત દ્વારને બંધ કરવાની અર્ગલા સમાન, પ્રેમથી સિંચાએલા સસ તના વૃક્ષના અંકુર સમાન શેષનાગની સાત ફણ જે પાર્શ્વનાથના શિર પર પ્રસરેલી છે તે તમને ક્ષે.
(૪) તેના પછી લેક અને અલકના બે પર્વતો વચ્ચે (દુનીઆમાં) થતું સર્વ જાણનાર, મોક્ષનાં ખુલેલાં દ્વાર જેવા, સદ્ગુણોને નિધિ ત્રિભુવનથી પૂજાતા ચરણવાળો, સર્વ જનને સામાન્ય ધમંકાયથી ઉદ્ભવતા સુકૃતથી સદા પૂર્ણ ઉદારતાની અતિપ્રસરેલી પ્રભાથી રમ્ય લાગનાર આદિતીર્થરાજ સદૈવ જનેને આનંદ આપે.
(૫) દેને અરિ વિષ્ણુ અમુક અવતાર ધારણ કરે છે, જેને પણ ટુંક સમયમાં અન્ત આવે છે. ચંદ્ર અને સૂર્ય વંશના છે જે રક્ષણ કરવા સમર્થ તે પુરૂષાર્થ ગુમાવે છે. ત્યારે દિતિના પુત્રને કણ હણશે? આ એક સમયે બ્રહ્મા વિચાર કરતે હતું ત્યારે ચુલકમાંથી એક યે સંધ્યા કરતાં દૈત્યેની સાથે તરવાર હલાવતે ઓચિંતો આવ્યો.
(૬) સદા વહેતા પ્રતાપથી પૂર્ણ, અને સાગર અને પૃથ્વીનું રક્ષણ કરનાર ચૌલુકયમાંથી નિર્ભય ચાલકોને વંશ ઉતરી આવ્યું. ત્રિભુવનને જય કરવા પ્રવૃત્ત સ્તંભ સમાન હતથી અખિલ જગને આશ્ચર્ય પમાડતાં છતાં મદરહિત રહેનાર આ વંશના કયા નૃપે વિખ્યાત નથી.
() સૂર્ય માકક અતિ મહાન વિકમવાળા વીરજનના દર્પણુ જેવા પ્રતાપને પોતાના ઉજજવળ આચારથી પ્રકાશ આપનાર, અર્ણોરાજ આ ઉજવળ થશવાળા વંશમાં થઈ ગયે. તે રણક્ષેત્રમાં પાડેલા લેહીની નદીઓના પ્રવાડથી પહેલાં ૨ક્ત હતા તે સાગરનાં જલ શત્ર એની રમણીઓનાં નયનમાંથી ( અશ્ર સાથે ) વહેતા ઘટ્ટ કાજળના ભળવાથી કાળાં કરી નાંખ્યાં.
(૮) જેની અસિ ભૂતકાળમાં વાદળમાંથી વૃષ્ટિ જેવા સતત પ્રહારથી શત્રુઓની પત્નીને એના લલાટ અને સ્તનપર ચિત્રરચના કરતી, તેણે એવી અતિ પ્રકાશિત વિદ્યુત પ્રસરાવી છે કે તેની પ્રભા હજુ પણ શિવના લલાટ પરના લોચન રૂપે, સૂર્ય રૂપે, અને વડવાનલ (જળમાં મહાઅગ્નિ) રૂપે દેખાય છે.
(૯) આ નૃપને રાજનીતિ માફક શુદ્ધ અવયવવાની અને મહાન ગુણેના અતિયશવાળી સિલક્ષણો દેવી પત્ની હતી.
, (૧૦) જ્યારે અરાજને શશિનાં કિરણોના અમૃત અને કલ્પતરૂના રસ કરતાં સ્વર્ગની સુંદરીઓના અધરામૃતને સ્વાદ અધિક સારો લાગે ત્યારે તેને પુત્ર જેને પ્રતાપ લવણસમદ્રના કિનારાપર ગાજતા અને જે વિજયના પ્રાસાદ (મહેલ ) સમાન હતા તે લવણપ્રસાદ રાજા થયે.
લેખ ૨૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com