________________
૨૩૦ સિંહાદિત્યનાં પાલિતાણુનાં પતરાં અવ્યક્ત સંવત ૨૫૫ આધિન શુદ ૧૩
ઈ. સ. ૧૭૪ આ પતરાંની હૈયાતી મી. એ. એમ. ટી. જેને ( આઈ. સી. એસ) ઈ. એ. . ૩૯ માં. પા. ૧૨૯ ઉપર પ્રસિદ્ધ કરી હતી. આ પતરાં પાલિતાણુ સ્ટેટ( કાઠિયાવાડ માં )ની માલિકીનાં છે અને લગભગ ચાલિશ વર્ષ પહેલાં પાલિતાણામાં શોધી કાઢવામાં આવ્યાં હતાં. જ્યારે તે પ્રથમ મળ્યાં ત્યારે એક વલભી મુદ્રાથી છ મૈત્રક દાનપત્રો સાથે જોડાએલાં હતાં. મેં નીચે પ્રકટ કરેલે લેખ રાય બહાદુર વચ્ચે પૂરી પાડેલી સાહીની છાપ પરથી છે.
આમાં બે તામ્રપત્રો છે. દરેકનું માપ પહોળાઈમાં ” અને ઉંચાઈમાં ૭ થી ૭ ની વચ્ચે છે. દરેક પતરા ઉપર અંદરના ભાગમાં ચૌદ પંક્તિવાળું સુરક્ષિત લખાણું છે. બીજા પતરાની પછવાડે અક્ષર દેખાય છે. પહેલા પતરાની નીચે અને બીજાને મથાળે કડી માટેનાં બે કાણું છે; પરંતુ કડી અથવા મુદ્રા બન્નેમાંનું એક પણ ઉપલબ્ધ નથી. લિપિ પ્રાચીન દક્ષિણ પદ્ધતિની છે. તારીખ આંકડામાં દર્શાવી છે. લેખની ભાષા સંસ્કૃત ગદ્ય છે.
લેખવિષય ગારૂલક વંશના સામંત મહારાજ સિહાદિયે કરેલા એક ભુમિદાનની નેંધ લેવાનું છે. દાન કુન્દ્રપ્રસવણ નામની જગ્યાએથી જાહેર થયું હતું, અને દાનનું પાત્ર એલાપદ્રમાં રહેતા મૈત્રાયણિક શાખાને એક બ્રાહ્મણ હતે. દાનની વસ્તુ દર્ભચાર ગામમાં એક વાપી સાથે એક ક્ષેત્ર હતું. મુખ્યપ્રસવણુ અને દર્ભચાર ઓળખી શકાતાં નથી. એલાપ, ડે. ફલીટની સૂચના મુજબ, પંચમહાલમાં ગોધરા તાલુકામાં “વેલવાડ” ગામ હોઈ શકે.
દાનની તારિખ અવ્યક્ત સંવત ૨૫૫ ના આશ્વયુજના શુકલ પક્ષની ૧૩ તેરમી તિથિ છે. મી. જેકસનની સૂચના મુજબ આ વર્ષ કદાચ ઈ. સ. ૩૧૯ ને ગુપ્ત વલભી સંવત હશે. જે એમ હોય તે જણાવેલે માસ આ લેખને ઈ. સ. પ૭૪ માં મૂકે છે, | મી. જેકસનના જણાવવા પ્રમાણે, ગારૂલક વંશ હજુ સુધી અપ્રસિદ્ધ મૈત્રક રાજાઓના સામંતેને એક વંશ છે. ગારૂલક સિહાદિત્ય વલભી રાજ ધરસેન ૨ જાને સમકાલીન હતો. ગારૂલક અથવા ગાફડક એમ સૂચવે છે કે આ વંશ પિતાને વિષ્ણુનાં વાહન ગરૂડના વંશજ તરીકે ગણાવતે હતે. લેખમાં નીચે પ્રમાણે વંશાવલી આપી છે –
સેનાપતિ વરાહદાસ (૧)
સામન્ત મહારાજ
સામન્ત મહારાજ વરાહદાસ (૨)
સામન્ત મહારાજ સહાદિત્ય (ઈ. સ. ૧૭૪) ઐતિહાસિક ઉ૫ગિતાવાળી એક જ હકીકત આ લેખમાંથી જણાઈ આવે છે કે વરાહ દાસ ૨ જાએ કાઠિયાવાડના પશ્ચિમ કિનારા ઉપર આવેલા દ્વારકાના રાજાને હરાવ્યા, જે રાજાનું નામ આ લેખમાં જણાવવામાં આવ્યું નથી.
૧ એ. ઈ. સ. ૧૧ ૫. ૧૬ પ્રો. ઈ. હુશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com