________________
ને ૧૫૭ આ ઉંઝાને અજયપાલનો શિલાલેખ
વિ. સં. ૧૨૩૧ ચૈત્ર વ. ૧૧. વડેદરા સ્ટેટના કડી પરગણુના સિદ્ધપુર તાલુકામાં બી. બી. એન્ડ સી. આઈ રેવેની મહેસાણા-અજમેર વિભાગ ઉપરના રેલ્વે સ્ટેશન ઉંઝામાં કલેશ્વર મહાદેવના મંદિરમાં આ લેખ મળ્યું હતું. આ કામમાં મળેલી આઠમી ઈન્ટરનેશનલ કોંગ્રેસમાં વડોદરા તરફથી પ્રતિનિધિ તરીકે ગએલા સ્વ. એચ. એચ. ધ્રુવે આ લેખને ઉલ્લેખ કર્યો હતો તેથી લગભગ પંચાવન વર્ષ પહેલાં આ લેખનું અસ્તિત્વ જાણવામાં આવ્યું હશે. લેખવાળી સપાટી ૩ ફીટ લાંબી અને ૪ ઇંચ પહેળી છે.
લેખની શરૂઆતમાં વિ.સં. ૧૨૩૧ ના ચૈત્ર વદિ ૧૧ વાર ગુરૂની તિથિ આપી છે, અને અણહિલપાટકના રાજા અજયપાલને ઉલેખ છે. દંડ શ્રીવાતના સમયમાં રાજા બલલાલના પુત્ર કુમારસિંઘે ઉંઝામાં કાલસ્વામિ દેવની અહોરાત્ર પંચોપચારથી પૂજા કરીને અમુક પદાર્થો દાનમાં આપ્યાની હકીક્ત આપી છે.
અજયપાલના બીજા બે લેખે જાણવામાં છે. એક માલવામાં ઉદયપુરમાંથી વિ. સં. ૧૨રને મળે અને બીજું એક તામ્રપત્ર વિ. સં. ૧૨૩૧નું પણ ત્યાંથી જ મળ્યું છે. નરપતિ જ્યચાર્યના ગ્રન્થમાંથી આ રાજાની છેલલામાં છેલ્લી સાલ વિ. સં. ૧૨૩ર ની મળી છે. આ લેખમાંથી અજયપાલ સમ્બન્ધી કાંઈ ખાસ હકીકત મળતી નથી.
अक्षरान्तर
१ स्वस्ति श्रीनृपविक्रमसंवत् ११३१ वर्षे चैत्र वदि ११ गुरावधेह श्रीमदणहिल
पाटके समस्तराजावलीविराजित २ श्रीमदजयपालदेवराज्ये दंड श्रीतातपतिपतौ उझापामे श्रीकाल[ स्वा ]मिदेवाय
पर० राज. बल्लाल पु राज• कुमरसिंघेन समस्त ३ प्रामं विदितं द्यूत : सत्क आड बाई दावका प्रमृति दत्वा संभाव्यं दिवारात्रिक पंचोपचारपूजां भणित्वा आचंद्राकै यावत् धर्मेण प्रदत्तम् ॥
. ૧૮ પા.
૧ પુના એરીઅન્ટલીસ્ટ વો-૧ ન. ૪ ૫. ૪૦ નેવારી ૧૯૩૭ છે. બી. દિસકલકર. ૨ ઈ. એ ૩૪૪ ૩ ઇ મ પ ૮૦ ૪ પ » પા, ૫ ૫ એટલે પુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com