________________
बुद्धराज कलचुरीनां सर्सग्जिना ताम्रपत्रो
२२७
ભાષાન્તર
(પ. ૧) એ વસ્તિ આનન્તપુર મુકામે નાંખેલી છાવણીમાંથીઃ—
કલરિના વંશમાં જે (વંશ) મેટા સમુદ્ર જેવા ( અને ) શરદના આગમનથી નભમંડળ જેવા વિશાળ અને દૂષણ રહિત, વિવિધ પુરૂષ રત્નના ગુણુના કિરણના જથ્થાથી ઉજ્જવળ, ઘણા મળવાળા મનુષ્યનું ધામ હાવાથી તરી ન શકાય તેવા, ગંભીર, સ્થિતિનું પાલન કરનાર ( એવા સાગર જેવા ) ( વંશમાં ) શ્રીકૃષ્ણરાજ ( હતા ), જેણે આખા જગતને, પેાતાની સકલ જનનું મન હરનારી, ચંદ્રની જેવી કીર્તિથી દીપાવ્યું હતું; જે જન્મથી જ પશુપતિની સેવામાં તત્પર હતા; જેણે કલંકથી રહિત હાઇને પોતાના કુલની સમૃદ્ધિ વધારી હતી; જેણે કુમુદવનના વિસ્તાર કર્યાં હતા; બધા આભિગામિક ગુણ્ણાએ તેનામાં આવીને વાસ કીધા હતા, તે રાજાના બધા ગુણૈાથી સંપન્ન હતા, અને રાજસત્તાના સદુપયેાગનાં સારાં ફળ ભાગવતા હતા. જેવી રીતે હાથીનાં ટોળાંમાંના મુખ્ય હાથી સુથેભિત પીઠથી, સતત મદ ઝરવાથી અને પેાતાનું મળ બતાવવાથી જુદા પડી જાય છે અને ખીક વિના ક્રીને વનનાં ઝાડને નમાવે છે, તેમ તે પણ ઉત્તમ કુળથી સુથેાભિત, જેની જ્ઞાન ધારા ક્દી અટકતી નહીં અને જેનું પ્રાખલ્ય સુપ્રસિદ્ધ હતું તેવા ગમે ત્યાં નિઃશંક કુચ કરી શકતા અને દિશાઓને પાતાને તાબે કરી હતી. આપત્તિમાં આવેલને ખચાવવાને તેની તરવાર કરતી હતી. દુશ્મનનું અભિમાન ઉતારવા જે યુદ્ધ કરતા હતા, વિનય માટે જે શિક્ષણ લેતા, દાન દેવા માટે જે ધન ભેળું કરતા હતા, ધર્મને માટે જે દાન દેતા, અને શ્રેય માટે જે ધર્મ કરતા હતા.
(૫, ૮) તેના પુત્ર પેાતાનાં માબાપનાં ચરણુનું ધ્યાન કરતે, પરમમાહેશ્વર શ્રી શંકરગણુ હતા; જેના રાજ્યની પૂર્વ અને પશ્ચિમ સીમાડે દરિયા હતા, જેના સમેાવડિયા આ પૃથ્વી ઉપર ખીજો કાઈ રાજા ન હેાતા, જેની કીર્તિ ચાર સમદ્રનાં પાણીએ ચાખી હતી, જેના પ્રભાવ ધન, વરૂણ, ઇન્દ્ર અને અન્તકના જેટલા હતેા, જેણે પેાતાના બાહુબળથી ( ખીજા) રાજાએની લક્ષ્મી મેળવી હતી, જેના અતિશય પ્રતાપને લીધે સમગ્ર સામન્ત મંડળ તેને નમન કરતું હતું. પરસ્પર વિરાધ થવા દીધા વિના જે ધર્મ, અર્થ અને કામનું સેવન કરતા હતા, તામે થવાથી જ જેનું ગંભીર અને ઉન્નત મન સંતેાષ પામતું. તે પ્રજાનું તે ખરાખર પાલન કરીને મેળવેલું દ્રવ્ય દાનમાં આપીને ધર્મ કરતા હતેા. ઉઠાડી મૂકેલા રાજાઓને ફરી ગાદીએ બેસાડતા અને ઉદ્ધતને ઉઠાડી મૂકતા, દીન, આંધળા અને ગરીખની તેમની ઇચ્છાથી પણ અધિક મનકામના પૂરતા.
(૫. ૧૪) તેના પુત્ર જે તેના ચરણનું ધ્યાન કરતા હતા, જે આખી ભૂમિમંડલના તિલક જેવા હતા, જે નય, વિનય, દયા, દાન, હુશિયારી, ધૈર્ય, શૌર્ય, આદિ અનેક ગુણુસંપન્ન હતા, જે પ્રખલ શત્રુના ખલને લીધે ઉત્પન્ન થએલ અભિમાનને નાશ કરનારા હતા, સ્થિતિને (ટકાવી રાખનાર) બંધ જેવા હતા, સિદ્ધિનું રહેઠાણુ હતા, ન નિવારી શકાય એવા ચક્રવાળા વિષ્ણુની માફક આત્તેજનનું દુઃખશમન કરતા હતેા, તે પરમમાહેશ્વર શ્રી બુદ્ધરાજ મષા રાજાઓ, સામન્તા, ભાગિક, વિષયપતિ, રાષ્ટ્ર અને ગ્રામ મહત્તર અધિકારી આદિને હુકમ કરે છે કેઃ—
(પ. ૧૯) તમને વિદ્રિત થાઓ કે અમારા અને અમારા માતાપિતાના પુણ્યની વૃદ્ધિ માટે ( સંકલ્પના ) જળપૂર્વક નીચેનું દાન કર્યું છે. ભરૂકચ્છ વિષયમાં, ગારા ભાગમાં, બૃહન્નારિકાની પાસે કુમારવા નામનું ગામ ઉદ્બેગ અને ઉપરિકર સહિત, બધા કર વિગેરે સહિત, બધા દિત્ય, વેઠ અને પ્રાતિભક્રિયાથી મુક્ત, ભૂમિચ્છિદ્રન્યાય અનુસાર, ચાટ અને ભટથી
લેખ ૮૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.unaragyanbhandar.com