________________
નં૦ ૨૩૮ અ. હતિકુંડિના ધવલને બીજાપુરને લેખ
વિ. સં. ૧૦૫૩ સ્વ. પ્રોફેસર કીલને આ લેખ સંબંધી ટકી નધિ લીધેલી હતી, પરંતુ આ લેખ છપાયે ન હેતે. તેથી મી. ડી. આર. ભાંડારકરની સૂચનાથી મૂળ પત્થર ઉપરથી નવું અક્ષરાન્તર તૈયાર કર્યું. તે પત્થર અત્યારે જોધપુર મહારાજાની પરવાનગીથી અજમેર મ્યુઝિયમમાં સંગ્રહીત કરવામાં આવ્યો છે.
આબુ પર્વતની પાસે ઉદેપુરથી સીરાહીના રસ્તા ઉપર બીજાપુરથી એક કેસ છે. મન્દિરમાં જવાના દરવાજા ઉપર કેપ્ટન બર્ટ આ લેખ શોધી કાઢ્યો હતો. પણ લેકવાયકા અનુસાર જોધપુર સ્ટેટના બાલી પરગણામાં બીજાપુર ગામથી બે માઈલ ઉપરના એકાંત જૈન મંદિરની દિવાલમાં તે પત્થર ચણેલો હતો. પાછળથી બીજાપુરના જૈન મહાજનની ધર્મશાળામાં તેને લાવવામાં આવ્યો હતો. ત્યાંથી સ્ટેટના ઐતિહાસિક ખાતામાં રાખવામાં આવ્યો હતો અને હવે અજમેર મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે.
લેખમાં ૩૨ પંક્તિ છે. અને કુ. ૨-૮ ઇં. પહેળા અને કુ. ૧-૪ ઇં. ઉંચા ભાગમાં કોતરેલો છે. તેમને મોટો ભાગ આહવાથી ખવાઈ ગયે છે. પહેલી બે પંક્તિ ઘણું ખવાઈ ગઈ છે. કેટલાક ટાછવાયા અક્ષરેનાં પોપડાં ઉપડી ગયાં છે. અક્ષરનું કદ ઇંચ અને લિપિ ઉત્તર વિભાગની નાગરી છે અને વિ. સં. ૧૦૮૦ ના વિગ્રહરાજના લેખની લિપિને મળતી આવે છે. પંક્તિ ૨૨ અને ૩૨ સિવાય લેખની ભાષા સંસ્કૃત પદ્યમય છે. બ અને ૬ વચ્ચેનો ફેરફાર સાચવ્યું નથી. ર પછીના વ્યંજનને બેવડા લખ્યા છે. સાધારણ રીતે અનુસ્વાર વાપરેલા છે, પણ અનુનાસિક પણ લેવામાં આવે છે. અને ૨ તેમ જ ર અને શ વચ્ચે ગડબડાટ કરેલ છે. પં. ૧ લીમાં ઉપદમાનીય વિસર્ગનો ઉપયોગ કરેલ છે અને તેનું સ્વરૂપ નોંધ કરવા જેવું છે. છેલી પંક્તિમાં નું આભૂષણ રૂપચિત્ર ત્રણ વાર વાપર્યું છે.
વાસ્તવિક રીતે જોતાં આ પત્થર ઉપર બે જુદા જુદા લેખે કતરેલા છે. પહેલો વિ. સં. ૧૦૫૭(પં. ૧૯ અને ૨૨)ને અને બીજે વિ. સં. ૯૯૬( પં. ૩૧ અને ૩ર)ને છે. પહેલો લેખ પં. ૧ થી ૨૨ સુધીને છે અને તે સૂર્યાચાર્યે રચેલી ૪૦ લોકની પ્રશસ્તિ છે. પહેલા બે શ્લોકમાં જીન અગર તીર્થંકરની સ્તુતિ છે. લે. ૩ જામાં કેઈ રાજવંશનું નામ છે, જે નષ્ટ થયું છે. ૪ થામાં રાજકુમાર હરિવર્મન અને તેની પત્ની રૂચિનાં નામ છે. હરિવર્મનથી વિદગ્ધ ઉત્પન્ન થો (લે. ૫), જેને લેખના બીજા ભાગમાં રાષ્ટ્રકૂટ કહ્યો છે. વિદગ્ધરાજને વાસુદેવ ધર્મગુરૂ હતા અને તેને ધાર્મિક જ્ઞાન આપ્યું અને હસ્વિકુડીમાં જીનનું મંદિર બંધાવવાને પ્રેર્યો. કુમારે સુવર્ણથી તુલાવિધિ કરી હતી અને હું ભાગનું સુવર્ણ જીનને અર્પણ કર્યું અને તે ધર્મગુરૂ વાસુદેવે રાખ્યું. વિદગ્ધ પછી મમ્મટ (લો. ૮) ગાદીએ આવ્યો અને ત્યારબાદ ધવલ આવ્યો (લે. ૯). છેલા રાજાની સ્તુતિ લગભગ દશ લેકમાં કરી છે. દશમા શ્લોકમાં તેણે એક રાજા(જેનું નામ ગુમ થયું છે)ને તથા ગુજરોના રાજાને, જ્યારે મુંજે મેદપાટ(મેવાડ)ના નાકરૂપ આઘાટને નાશ કર્યો અને તેમને ભગાડ્યા ત્યારે આશરો આપ્યાનું લખ્યું છે. પ્રો. કીને
_૧ એ. ઈ. વ. ૧૦ પા. ૧૭ પંડિત રામક. ૨ જ, એ. સે. બેં. વ. ૬૨ પાર્ટ ૧ નં. પા. ૩૦૯-૧૪. ૩ ચિહ્ન વિસર્ગની અને પંક્તિની ઉપર મુકયું છે, તેથી આ ચિહન ઉપમાનીય માટે હાવું સંભવિત નથી. તેત્રા. ૪ કેટલાક પ્લેની સંખ્યા લેખમાં લખી છે. પણ શ્લોક ૨૪ ને ભૂલથી ૨૫ લખ્યા છે અને તે ભૂલ છેવટ સુધી ચાલી આવી છે. પરિણામે ખરેખર શ્લોક ૪૦ છે જ્યારે કોતરનારે ૪૧ લખ્યા છે. તંત્રી.
--
--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com