________________
નં૦ રરર અ સારંગદેવનો વંથળીને શિલાલેખ
વિ. સં. ૧૩૪૬. વ. ૬ ઈ. સ. ૧૨૯૦ જૂનાગઢ સ્ટેટના મહાલ વંથળીમાંથી મળેલા વિ. સં. ૧૪૨૯ ના પાંચ પાળીયાની સાથે મળેલા પીળાશ પડતા પથ ઉપર આ લેખ કેવરલે છે. લેખ શુદ્ધ અને સુંદર રીતે કતરેલે છે. તે ઠીક ઠીક સુરક્ષિત સ્થિતિમાં છે. લેખ કોતરેલો ભાગ ૧૦ ઇંચ લાંબો અને ૬ ઇંચ ઉંચાઈમાં છે. ડણું સમ્બન્ધી ખાસ નેધ કરવા જેવું કાંઈ નથી. લેખમાં બધે પૃષમાત્રા વાપરેલી છે.
લેખની શરૂવાત રેવન્તદેવની વન્દનાથી થાય છે. ત્યાર બાદ વિ. સં. ૧૩૪૬ ના વૈશાખ વદિ ૬ તથા સેમવારની તિથિ આપેલ છે; અને મહારાજાધિરાજ શ્રી સારંગદેવના રાજ્યને ઉલ્લેખ તેમાં છે. મહામડલેશ્વર વિજયાનન્દ દેવ વામનસ્થલીમાં સુબે હતે. સાતમી પંકિતમાં જણાવ્યા મુજબ તે ક્ષેમાનન્દને દીકરે હતે.મલને દીકરે હરિપાલ જે રાષ્ટ્રકુટ વંશમાં જન્મ્યો હતો તે વંશનું બે સુન્દર લોકમાં વર્ણન છે. જ્યારે ભાનુ સાથે લડવાની ઇચ્છાથી વિજયાનન્દ ભૂભૂતપલી ઉપર ચડાઈ કરી ત્યારે હરિપાલ સાથે ગયા હતા. કેદાર(?)ના પુત્રને દુષ્ટ પુરૂષો મારતા હતા તે જોઈને તે તેની સાથે લડ અને પોતાની જીદગી એઈ. તેના ભાઈએ તેથી પોતાના ભાઈની પ્રતિમાવાળો આ પાળીયે ઉભો કર્યો અને સૂર્યના પુત્ર રેવન્તની આગળ છત્રી બજાવી. મુંજિગના પુત્ર ચમત્કારપુરના બ્રાહાણ માધવે આ સાત શ્લેક રચ્યા, અરિસિંહના પુત્ર રાઉલે તે લખ્યા અને સાંતલના પુત્ર વીરાકે તે કોતર્યા.
વિજયાનન્દ જે ભાન ઉપર હુમલો કર્યો હતે તે પ્રસિદ્ધ યા ભાણ જેઠ હા જોઈએ. બભૂતપલ્લી તે ભૂમલ્લિકા હાલનું અમલી હેવું જોઈએ. તે જેઠવાની પ્રાચીન રાજધાની હતી. અને તેનાં ખંડેર અત્યારે બરડાના ડુંગરમાં છે. ચાલુક્ય રાજાને સૂબો જે વામનસ્થલીમાં રાજ્ય કરતો હતો તે હલની વંથળીનું સંરકૃત બનાવેલું સ્વરૂપ છે. ચમત્કારપુર તે ઉત્તર ગુજરાતમાં વડનગર જે પ્રસિદ્ધ નાગર બ્રાહ્મણનું પ્રાચીન ધામ હતું તે હોવું જોઈએ. ગુજરાતના ઇતિહાસના પાને છઠે નીચે મુજબ લખેલ છે. “લેકપ્રિય માન્યતા અનુસાર આનદપુર અગર વડનગરનાં ચાર યુગમાં ચાર જુદાં જુદાં નામ હતાં. પહેલા સત્યયુગમાં ચમત્કારપુર, ત્રેતાયુગમાં આનર્તપુર, દ્વાપરયુગમાં આનન્દપુર અને કલિયુગમાં વૃદ્ધનગર અથવા વડનગર નામ હતાં. આમાંનું પહેલું નામ તદન કપિત લાગે છે. તે શેહર તે નામથી કદિ ઓળખાતું નહીં.” આ લેખથી ચમત્કારપુર નામના અસ્તિત્વને ટેકે મળે છે. જો કે તે ઉલ્લેખ પ્રમાણમાં બહુ મોડા સમયને છે. ચમત્કારપુરથી આવેલે બ્રાહ્મણ માધવ એક સારે કવિ હવે જોઈએ.
રાજકોટના વોટસન મ્યુઝિયમમાં સંગ્રહીત થએલ વંથળીના બીજા લેખમાંથી માલુમ પડે છે કે ચાલુકય મહારાજા સારંગદેવને સોરઠને સૂખે વિજયાનન્દ વાઘેલા રાજા લવણુપ્રસાદના દીકરા વીરધવલની દીકરી પ્રીમલદેવીને દીકરો હતો. આ ઉપરથી સમજાય છે કે ગુજરાતના મહારાજાઓ અને તેના સોરઠના સૂબા એકબીજાના સગાસમ્બન્ધી હતા. તે લેખમાં વિજયાનન્દના બાપનું નામ ક્ષેમાનન્દ અને દાદાનું નામ અરિસિહ આપેલાં છે. આપણને કહેવામાં આવ્યું છે કે વીરવળના સાળા સાંગણ અને ચામૂડ વંથળીમાં રાજ્ય કરતા હતા, પણ ખંડણી ન આપવાના કારણે વિરધવલના હાથે લડાઈમાં હણાયા. તેથી આપણે એમ કલ્પી શકીએ કે વિરધવલે પોતાના સાળાને હણીને ક્ષેમાનન્દને અગર તેના બાપને ત્યાને સૂબે નિમેલ હોય અને ક્ષેમાનન્દને પોતાની દીકરી પરણાવી હોય. બેમાંના એક લેખમાં વિજ્યાનન્દના કુટુંબની કાંઇ હકીકત કમભાગ્યે મળતી નથી.
૨ નાંધના રૂપમાં
૧ થી પુના ઓરિએન્ટાલીસ્ટ વો. ૩ નં. ૧ એપ્રિલ ૧૯૩૮, ૫. ૨૮ છે, બી, દિલાર બોમ્બે ગેઝેટીઅર વા. ૧ પા. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com