________________
२२४
गुजरातना ऐतिहासिक लेख
રિકાની પાસે કુમારિવૌ નામનું ગામડું આનન્દપુર મુકામેથી બુદ્ધરાજે આપ્યું, તે સંબંધી આ લેખ છે. સંવત ૩૬૧ ના કાસિક વદિ ૧૫ ની તિથિ શબ્દ અને અંકમાં આપેલી છે.
આમાં આવતા ત્રણે રાજાનાં કાંઈ મરૂદ આપેલાં નથી, છતાં તે રાજાએ સાવ નવા નથી. સંવત્ ક્લચુરી છે, તેથી સં. ૩૬૧ ઇ. સ. ૬૦૯-૧૦ ની ખરાખર આવે છે. તેનાં પતરાંઓમાં ( ઇ. એ. વે, ૭ પા. ૧૬૧) પશ્ચિમના ચાલુકય મલરાજે (મઙ્ગલેશ) શંકરગણુના પુત્ર બુદ્ધરાજને નસાડયાની હકીકત છે અને બાદામી( મહાટ)ના સ્તંભ ઉપરના ઈ. સ. ૬૦૨૪ ના લેખમાં (ઇ. એ. વે. ૧૯ પા. ૧૬) લખેલ છે કે મલેશને ઉત્તર તરફના પ્રદેશ જિતવાની ઈચ્છા થઈ, તેથી ( કલસૂરિ) રાજા યુદ્ધને હરાવી, તેની દોલત પડાવી લીધી. આ મન્નેમાંના બુદ્ધરાજ તે આ લેખમાંના બુદ્ધરાજ હાવા જોઈએ. શાન્તિલનાં સાંખેડાનાં પતરાંમાં ( એ. ઇ. વેશ. ૨ પા. ૨૩ ) ભાગિકપાલ મહાપીલુપતિ નિ ુિલ્લકર કૃષ્ણરાજના પુત્ર શંકરણનાં ચરણુનું ધ્યાન કરતા એવું લખેલું છે તે શંકરણ આ લેખના શંકરગણુજ હાવા જોઈએ અને એ. ઈ.વે. ૨ પા. ૨૨ મે. ડો. મુલરે સુચવ્યું હતું કે શંકરણ ને શંકરગણુ: વાંચવું, તે સૂચના આ લેખથી સાચી ઠરી છે.
જોકે આ ત્રણે રાજાનાં વખાણવાળા ભાગમાં કાંઇ ઐતિહાસિક ઉલ્લેખેા નથી, તેા પણુ તે તદ્દન નીરસ નથી. બીજા રાજા શંકરગણુને લગાડેલાં બિરૂદો જોઇએ તે એમ જણાય છે કે લેખના મુત્સદ્દો કરનાર ગુપ્ત લેખામાં વપરાએલાં બિરૂદાથી વાકેફ હતા, ખલ્કે તેમાંથી કેટલાકની તેણે આમાં નકલ કરેલી છે. તેવી જ રીતે આ દાનપત્રમાંનાં ખરૂ ગુર્જર દર્ ખીજાનાં તેમ જ ચાલુકય વિજયરાજનાં દાનપત્રામાં વપરાયાં છે. આ છેલ્લા તામ્રપત્રની પહેલી એ પક્તિ આ વામ્રપત્રની સાથે અક્ષરશઃ મળતી આવે છે અને વિજયરાજનું વર્ચુન ( નં. ૫–૮ ) શંકરગણુના વર્ણનને મળતું આવે છે.પ ગુર્જર દાનપત્રામાં તેવું અક્ષરશઃ અનુકરણ જોવામાં આવતું નથી, પણ તેમાં કલચુરી દાનપત્રાના આધાર લીધેલ છે તે મીન તકરારી ખાખત છે. શરૂવાતમાં ગુજર રાજાને મહેાધિ સાથે સરખાવવામાં આવ્યા છે અને તેને માટે તે ને તે જ શબ્દો વિવિધ, વિમલ, ઇત્યાદિના ઉપયોગ કર્યાં છે. આ તેમ જ બીજા અક્ષરશઃ અનુકરણુ ઉપરથી એમ અનુમાન થાય છે કે ગુર્જર રાજાઓનું પ્રાબલ્ય બુદ્ધરાજના સમય પછી થયું હોવું ોઇએ. દાનપત્રનાદાન વિભાગમાં પણ તેવું જ સામ્ય જોવામાં આવે છે. અધિકારીઓની યાદી, દાનમાં આપેલાં ગામડાને લગતાં વિશેષણા, દાન ચાલુ રાખવા માટેની પ્રાર્થના અને શાપાત્મક લેાકેા, ત્રિગેરેમાં પણ ઘણું સામ્ય છે.
સ્થળેા પૈકી આ આનન્તપુર અને વ. સ. ૪૪૭ શીક્ષાદ્વિત્ય સાતમાના અલીનાનાં તામ્રપત્રામાંનું આનન્દપુર તે બન્ને એક જ હશે અને ડા. ક્લીકે તેને ખેડા જીલ્લાનું આનંદ માન્યું છે ભરૂકચ્છ હાલનું ભરૂચ છે. દાન લેનારનું નિવાસસ્થાન ડેભક તે હાલનું વડોદરા રાજ્યમાં પાદરાથી પશ્ચિમે ૮ માઇલ અને ભરૂચથી ઉત્તરે ૪૦ માઈલ ઉપર આવેલું ડખ્યું ગામડું હાવું જેઈએ, બાકીનાં સ્થળેા માટે ડૉ. ફ્લીટ નકશા એઈને મને નીચેની નેાંધ માકલી છે; ' આ દાનપત્રનું ગેારા તે શીટ નં. ૩૬ ૨૨-૨૦' અને ૭૩-૩૨ અક્ષાંશ અને રેખાંશ ઉપર આવેલું પંચ મહાલના હાલાલ પરગણામાંનું ગેારજ હાવું જોઇએ. તે હાલેાલની દક્ષિણે ૧૧ માઈલ અને ભરૂચથી ઈશાને ૫૪ માઇલ ઉપર આવેલું છે. કુમારિવ તે શીટ નં. ૨૨ માંનું ગારજથી નૈઋત્યે ૧૧ માઇલ ઉપર અને વડાદરાથી અગ્નિખૂણે ૮ માઈલ ઉપર છે. ડબ્કથી પૂર્વે ૨૪ માઇલ લગભગ છે. બૃહન્નારિકા તે તે જ શીટમાં કવરવરથી દક્ષિણે ૪ર્ફે માઇલ ઉપર છે.
૧ પૂર્ણિમાત કાર્ત્તિકની મારી ગણત્રો પ્રમાણે આ તિથિ બરાબર ૩ જી ટાબર ઇ, સ. ૬૦૯ આવે છે, પણ ગુર્જરજય ભટ ત્રોજનાં નસારી અને કાવીનાં પતરાંને અનુકૂળ ૨૨ મી સપ્ટે`બર અગર અઢાખર ઈ. સ. ૬૧૦, સાલ આવે છે. ખીજી રીતે તારીખ મેળવી શકાતી નથી. ૨ જીએ ઉત્તરના લેખાનુ મારૂં” લીસ્ટ” ન. ૪૨૭, ૩ તરન્નુમા ઉપરની નેટ વાંચા ૪ જીએ. એ. વા. ૧૩ પા. ૮૨ અને ૮૮ ૫ ઈ. ઈ, એ, વા. ૭ પા. ૨૪૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com