________________
નં. ૨૨૦ અ
સારંગદેવને આમરણનો શિલાલેખ
વિ. સં. ૧૩૩૩ જે. સુ. ૫ રવિ. કાઠિયાવાડમાં નવાનગર સ્ટેટના જાગીરદારના ગામ આમરણના દરબારગઢના કોઠા ઉપર આ લેખ ચણેલે છે અને તે ૩ ફુટ ૮ ઇંચ લાંબો અને ૧ ફુટ પહોળે છે. આમરણ નવાનગરથી પૂર્વે ૪ર માઈલ છે. અને મોરબી રેલવે સ્ટેશનથી ૧૮ માઈલ ઉપર છે.
લેખવિભાગ ૩ ફુટ લાંબો અને ૬ ઈંચ પહોળે છે અને તેમાં પાંચ પંક્તિઓ છે. તે પ્રમાણમાં સુરક્ષિત સ્થિતિમાં છે. દરેક પંક્તિની શરૂવાતમાં અમુક અક્ષરે ગયા છે, પણ તે સંબન્ધ ઉપરથી અટકળી શકાય તેમ છે. પાંચમી પંક્તિની શરૂવાતમાં દાતાનું નામ ગયું છે તે
રેખર શોચનીય છે. લેખ સંસ્કૃત ગદ્યમાં છે અને લિપિ નાગરી છે. જોડણી સંબંધી કાંઈ નોંધવા જેવું નથી.
લેખની શરૂવાતમાં વિ. સં. ૧૩૩૩ ના ચેષ સુદિ પાંચમ ને રવિવારની તિથિ આપી છે અને તે મહારાજા શ્રી સારંગદેવના રાજ્યસમયને છે. સારંગદેવને નીચેનાં બિરૂ લગાલાં છે. માલવની ભૂમિને ધૂમકેતુ, ગુર્જર ભૂમિને સમુદ્ધાર કરવાથી વરાહાવતાર, સાતમો ચક વર્તિ, ભુજાના બળથી મલ્લ જે. ત્યાર પછી લખ્યું છે કે સેરઠમાં સૂબા તરીકે નિમાલ પાલ્ડ જેને પ્રમુખ એવા પંચકુલના સમયમાં ચાપોત્કટ વંશના રાજા ભોજદેવના પુત્ર પિતાની માતા સાયનાના પથ્ય માટે સંમતિસ્વામીની પૂજા માટે દધિમતી નદી પાસેની વાડી દાનમાં આપી.
સારંગદેવના પહેલા બિરુદની બાબતમાં આપણે જાણીએ છીએ કે ગુજરાતના ચાલુકા અને માલવાના પરમાર વચ્ચેની વેશપરંપરાની મનાવટ ચાલુકય મૂળરાજ અને પરમાર સિયક (અગર મુજ)ના સમયથી શરૂ થઈ અને સારંગદેવના રાજ્ય સુધી કાયમ રહી.
સસમ ચકવાતનું બિરૂદ ઘણુ રાજાઓને લગાડવામાં આવતું. સારંગદેવને તે બિરૂદ આ લેખમાં જ આપવામાં આવ્યું છે. ચાલુકય રાજ ભીમ ૨ જાને તે ઘણીવાર લગાડવામાં આવેલ છે. જે
સૂબા વાહનું નામ અર્જુનદેવના વિ. સં. ૧૩૩૦ ના લેખમાં પણ આવે છે. ચાવડા કુટુંબને ઉત્તર કાઠિયાવાડમાં કબજે હતો એ હકીકત અહીં નોંધવા જેવી છે.
સમનિસ્વામિ જૈનના પાંચમા તીર્થંકર છે. ચાવડા ભોજરાજના પુત્ર જૈનધર્મ સ્વીકાર્યો હશે અથવા તે ધર્મ તરફ તેની સહાનુભૂતિ હશે. આ જૈનમન્દિરનું આમરણમાં અત્યારે નામ નિશાન નથી. સમ્ભવ છે કે દાવર-ઉલ-મુલ્ક (ઈ. સ. ૧૫૧૦) કે જે ધર્મચુસ્ત મુસલમાન હતું અને જેને ગુજરાતના મહમુદ બેગડાએ આમરણને ફેઝદાર નિચે હતો તેના સમયમાં મુસલમાનોએ તે મદિરનો નાશ કર્યો હોય. આ લેખમાં આપેલાં પ્રાચીન સ્થળે પૈકી આમરણ ૨૦૦ વર્ષ જૂનું આ લેખથી પુરવાર થાય છે, પણ ગુ. સ. ૨૫ર ના વલભી દાનપત્રમાં આપેલું અમ્બરેણુને આમરણ માનીએ તો તેથી પણ વધુ પ્રાચીનતા મળે. દધિમતી નદી તે આમરણથી પશ્ચિમે એક માઈલ દૂર વહેતી દેમઈ નદી હોવી જોઈએ.
લેખની તિથિની બરાબર ઈ. સ. ૧ર૭૭ ના ૯ મી મે રવિવાર આવે છે.
- ૧ પુના એરિએન્ટાલીસ્ટ ડો. ૩ ૧ પા. ૨૩ એપ્રિલ ૧૯૩૮ ડી. બી. સિકલકર. ૨ તેની ઈ. સં ૧૨૮૭ ની સૌટાની પ્રશસ્તિમાં પણ માળવા રાનના પરાભવની હકીકત છે. ( એ. ઈ. , ૧ ૫. ૨૮ . ૧૩)
જાએ. ઇ. એ. વ. ૬ પાનાં ૧૯૯, ૧૧, ૨૦૩, ૨૫. ૨૦૭, ૨૦૮ ૪ . યાવાડ ગામ પા, ૫૧ જ બનાસ ના પી બહાર સ્વીટ્યુટ છે. ૫ પાર્ટ ૧ લે,
ખ (
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com