________________
નં. ૧૫૭ ઈ ભીમ ૨ જાના સમયને ગિરનારને શિલાલેખ
વિ. સં. ૧૨૫૬ જે. સુ. ૧૩ પ્રસિદ્ધ ગિરનારની ટેકરી ઉપર સંગ્રામ સોનીના મંદિરથી વાયવ્યમાં નન્દીવરની મૂર્તિના ગોખલાની બન્ને બાજુએ આ લેખ કરેલ છે.
લેખની ઉંચાઈ ૪ ઇંચની છે. ડાબી બાજુને લેખ ૮ ઇંચ પહાળે છે અને જમણી આજના ૯૩ ઈંચ પહાળે છે. અરધ લેખ એટલે સાળ પંકિત ડાબી બાજુએ છે અને બાકીના ભાગ જમણી બાજુએ છે. લેખ સુરક્ષિત છે અને પહેલી પાંચ પંકિતની અને ખાસ કરીને બીજી અને ત્રીજી પંકિતની શરૂવાતને ભાગ નષ્ટ થયે છે. પહેલી પંક્તિ ગદ્યમાં છે અને બાકીને બધે ભાગ સંસ્કૃત કવિતામાં લખેલ છે. જેડણ માટે કાંઈ ખાસ નોંધ લેવા જેવું નથી.
લેખની શરૂવાતમાં વિ. સં. (૧) ૨૫૬ ષના શુકલ પક્ષની તેરશ વાર શુક્રની તિથિ આપી છે. ત્યાર પછી લખેલ છે કે ચાલુક્ય રાજા કુમારપાલના દડનાયકને દીકરા અભય નામે હતું અને તે જૈન ધર્મમાં આસક્ત હતું તેને પુત્ર વસન્તપાલ હતું અને તેણે માત, પિતાના પુણ્ય માટે ઉજજયન્ત ટેકરી ઉપર નન્દીશ્વરની મૂર્તિ બેસરાવી. ચંદસૂરિના શિષ્ય જીનેશ્વરના શિષ્ય દેવેન્દ્ર સુરિએ તેની પ્રતિષ્ઠા કરી.
લેખ વિ.સં. ૧૨૫૬ ને એટલે ભીમ ર જાના સમયને છે પણ તેનું નામ લેખમાં આપ્યું નથી.
લેખની તિથિ બરાબર બંધ બેસતી નથી. તેની બરાબર ઈ. સ. ૧૨૦૦ માં ૨૮ મી મે અને રવિવાર આવે. આને કાંઈ ખુલાસો મળતા નથી.
૧ પુના એરિએન્ટાલી
લેખ ૭૫
છે. ૧ ન’ ૪ ૫. ૪ જાનેવારી ૧૯૩૭ ડી. બી. દિસલામ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com