________________
अर्जुनंदवनों कांटेलानो शिलालेख
२०५
જૈન ગ્રંથામાં લખ્યા અનુસાર કુમારપાળ અને તેના જૈન ગુરુ હેમચન્દ્રના સંબંધમાં આવેલ ઉદયન તે આ લેખના ઉદય હાવા જોઈએ. તે કર્ણના સમયમાં ધધાર્થે શ્રીમાલમાંથી ગુજરાતમાં આવ્યે અને કર્ણે તેને એક મંત્રિ નીમ્યા. સિદ્ધરાજે તેને ખંભાતના સૂબે અનાન્યેા, કુમારપાળ સિદ્ધરાજના ત્રાસથી ભાગીને ખંભાત ગયા હતા ત્યારે આ ઉદયને તેને સારી મદદ કરી હતી. તે ઉપકારના બદલામાં કુમારપાલે પાતાને ગાદી મળી ત્યારે તેને મુખ્ય મંત્રિ બનાવ્યેા. તેણે સૌરાષ્ટ્રના રાજા સામે લશ્કર સહિત ઉદયનને મેકલ્યા હતા, પણ લશ્કર હારી ગયું અને ઉડ્ડયન સખત ઘાયલ થયા. આપણને એવા કાઈ પણ લેખ મળ્યા નથી કે જેમાં ઉદયનને મુખ્ય મંત્રિ વર્ણવ્યેા હૈાય. કુમારપાળા પ્રથમ મંત્રિ મહાદેવ હતા. ગિરનાર ઉપરના ખીજા લેખામાં પણ આ ઉદયનનું વર્ણન મળે છે. તેને ચાર પુત્રો વાહ, આંબડ, ચાહડ અને સલક્ષ નામે હતા. જૈન ગ્રન્થામાં પહેલા ત્રણ પુત્રો માટે અસંબદ્ધ હકીકત આપેલ છે. વિ. સં. ૧૨૧૩ ના નાડાલના પતરામાં કુમારપાળના મંત્રી તરીકે વાહડદેવનું નામ આવે છે, તે આ ઉદયનના મેટા પુત્ર હાવા જોઈએ. તેની પત્નીનું નામ પૃથિમા દેવી સાધારણ રીતે આપેલ છે, પશુ ઉપરના લેખમાં બિમ્બીદેવી આપ્યું છે. જો પ્રથિમા તે પ્રતિમાનું અશુદ્ધ રૂપ માનીએ તે! પ્રતિમા અને ભિમ અન્નના એક જ અર્થ થાય છે.
જૈન મતના અનુયાયીએ વિષ્ણુનું અને જીનનું એમ બન્ને મન્દિર બંધાવ્યાં. એ હકીકત ઉપરથી એમ સમજી શકાય છે કે અન્ને ધર્મના અનુયાયીઓ વચ્ચે પુષ્કળ મિત્રાચારી હશે. ગિરનાર ઉપરના બીજા બે લેખામાં લખેલ છે કે સામસિંહે જૈન મૂર્તિએ પણ એસારી હતી. તેવી જ રીતે વસ્તુપાલે પણ જૈન અને બ્રાહ્ય ધર્મની મૂર્તિઓ કરાવી હતી,
તિથિની ગણત્રી કરતાં એમ જણાય છે કે વાર ખરાખર મળતા આવતા નથી. લેખમાં બુધવાર આપેલ છે, જ્યારે વિ. સં. ૧૩૨૦ ના જ્યે. સુ. ૪ ને દિવસે ગુરુવાર હતા અને ખ્રિસ્તી તારીખ ૧ લી મે ૧૨૬૪ ઇ. સ. આવે છે. આ ગાઢાળાનું કારણ એવું હાઇ શકે કે સૂર્યોદયની તિથિ જુદી હાય અને દાન અપાયુ અગર લખાયું તેની તિથિ ખપેારના ભાગની બદલાઇ ગઇ હાય.
૧ જીએ ઈ. એ. વૈ।. ૩૧ પા, ૪૯૪,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com