________________
નં૨૧૬ અ અનવનો કાંટેલાનો શિલાલેખ
વિ. સં. ૧૩૨૦ બચે. સુ. ૪ કાઠિયાવાડમાં પોરબંદર સ્ટેટના તાબાના કાંટેલા ગામમાં રવતીકુડના કાંઠા ઉપર શિવ(મહાકાલેશ્વર)મન્દિરની દક્ષિણ બાજુના દિવાલમાં ગણપતિની મૂર્તિ નીચે કાળા નાઈટ પત્થર ઉપર આ લેખ કતરેલો છે. તે ગામ પોરબંદરથી વાયવ્યમાં સાત માઈલ દૂર અને દરિયાકાંઠાથી એક માઈલ દૂર આવેલું છે.
આ લેખ સ્વ, તનસુખરામ મનસુખરામ ત્રિપાઠીએ ૧૯૧૫ ના “બુદ્ધિપ્રકાશમાં ગુજરાતી ભાષામાં પ્રકટ કર્યો છે. તેની લંબાઈ ૧ ફુટ ૯ ઇંચ અને પહોળાઈ ૧૧ ઇંચ છે, અને તે સુરક્ષિત છે. ભાષા સંસ્કૃત છે. અને છેલલી પંક્તિમાં તિથિ આપી છે. તે સિવાયને બધે ભાગ યામાં છે. લિપિ નાગરી છે, અને કેતરકામ સારું છે, આખા લેખમાં કેટલાક અક્ષરોના પ્રાચીન ૨૫ વાપરેલાં છે, જેમ કે ૫. ૩-૪-૭ અને ૮ માં ૫, ૫ ૧ અને ૫ માં જોડાક્ષરને થ પં. ૪ અને ૫ માં જ ઇ જ લાગે છે. ૧ ને ૨ ના પાંખડામાં નાનું ટપકું મૂકીને દરશાવ્યો છે, તેથી કેટલીક વસ્તું તે બન્ને વચ્ચે ગોટાળો થાય છે, ૫. ૪ માં જુ ના ઉ ની નીશાની લીટીને લગાડવાને બદલે ડાબી બાજુ લગાડેલ છે. પૃષ્ઠ માત્રા બધે જ વાપરી છે.
પહેલી પંકિતમાં પ્રાર્થના છે કે દત્યના શત્રુ વિણ જેનું રક્ષણ કરે છે એવા ધર્મવૃક્ષનું કલ્યાણ થાઓ. શ્રીમાલ કટુમ્બમાં ઉદય નામે મંત્રી હતા. તેને પુત્ર ચાહડ હતો. તેનો પુત્ર પઘાસિંહ હતો અને તેની પત્ની પ્રથિમદેવી હતી. તેને મહણસિંહ, સલક્ષ અને સામતસિંહ નામે ત્રણ પુત્રો હતા. સલક્ષને વીસલદેવે સૌરાષ્ટ્રને સૂબો નીમ્યું હતું, પણ પાછળથી લાટ પ્રાંતમાં તેની બદલી કરી હતી. ત્યાં તે નર્મદાને કાંઠે ગુજરી ગયે. સામત્તાસિંહે પિતાના ભાઈના પુણ્ય માટે સલક્ષનારાયણ નામે વિષ્ણુનું મન્દિર બંધાવ્યું. રિવત (ગિરનાર ) પર્વત ઊપર નેમિનાથના મંદિરની આગળ પાર્શ્વનાથનું મંદિર પણ તેણે બંધાવ્યું.૨ વીસલદેવે તેને સૂબો નીમ્યા હતા અને અર્જુનદેવે તેને કાયમ રાખે. સામાન્તાસિંહને ખબર પડી કે દ્વારકાના રસ્તા ઉપર આવેલ રેવતીકંઠ છિન્નભિન્ન સ્થિતિમાં છે. પ્રાચીન સમયનો તે કુંડ છે. તે જંગલમાં રેવતી પોતાના પતિ સાથે ક્રીડા કરતી. તે પવિત્ર સ્થાન માનીને તે રેવતીકુંડને પગથીયાં બન્ધાવ્યાં. વળી તેણે શિવ, વિષ્ણુ (જલશાયિન ), ગણેશ, ક્ષેત્રપાલ, સૂર્ય, ચંડિકા, રેવતી અને બલરામની મૂર્તિઓ પધરાવી. ઉપરાંત તેણે ત્યાં કુવો અને અવેડ બન્ધાવ્યાં. તે કુવામાં નહાવાથી રેવતી નક્ષત્રની અસરમાંથી બચ્ચાંઓનું રક્ષણ થતું.
પંડિત માલાર્કના પુત્ર કવિ હરિહર આ પ્રશસ્તિ રચી હતી. તેનું સામન્તસિંહના કુટુંબ સન્માન કર્યું હતું. છેલ્લી પંક્તિમાં સાલ તથા તિથિ આપી છે. અને વિ. સં. ૧૩૨૦ ના જ્યેષ્ઠ સુદિ ચૂથ અને બુધવાર છે.
લેખની કાવ્યકૃતિ જોતાં પ્રશરિતને લેખક આ હરિહર પ્રાતકોમુદીમાં સોમેશ્વરને પ્રશંસા કરેલ હરિહર કલ્પી શકાય તેમ નથી. એક મોક્ષાદિત્યે વિ. સં. ૧૩૨૦માં ભીમવિક્રમવ્યા. ચાગ રચેલ છે. આ હરિહર વખતે તે મોક્ષાદિત્ય( મોક્ષાર્ક)ને પુત્ર હોય. એ સંભવિત છે.
- ૧ પુના રિએન્ટાલીસ્ટ ડો. ૨ નં. ૪ જાને. ૧૯૩૮ પા. ૨૨૭ મી. ડી. બી, દિલકર. ૨ વિ. સં. ૧૩૦૫ ના લેખ ઉપરથી તે મદિર ૧૦૫ માં બંધાવ્યું હશે. (કઝીન્સ લિરટ આફ એન્ટી. રીમેઈન્સ, ૫, ૩૫૮ ) સલક્ષ તે સાલ પહેલાં થોડા સમય ઉપર ગુજરી ગયા હશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com