________________
નં. ૧૪૩ બ ૨ સિદ્ધરાજ જયસિંહનું દાનપત્ર
वि.सं. ११८३ ५. १. ७ लौभ. આ પતરું ૧૦ ઇંચ લાંબુ અને ૭ ઈચ પહેલું છે. કડી માટે નીચેના ભાગમાં કાણું છે. આ પતરામાં ૧૬ પંક્તિ છે. આ પતરું ચૌલુકય વંશના બીજાં પતરાંની માફક જ લખાએલું છે. ૫. ૧ થી ૭ સુધીમાં ચૌલુક્યની સમસ્ત રાજાવલી આપી છે. જેમાં મૂલરાજ, ચામુંડરાજ, દુર્લભરાજ, ભીમદેવ, કર્ણદેવ અને જયસિહદેવનાં નામ આપ્યાં છે. પં. ૮ માં ગભૂતા પથકનું નામ આપ્યું છે ને અભિનવ સિદ્ધરાજના વિ. સં. ૧૨૮૦ ના દાનપત્ર( આ પુસ્તકના લેખ ન. ૧૬૫)માં પણ આવે છે. તે પથકમાં રહેતા બધા અધિકારી અને પ્રજાવર્ગને દાનસંબંધી જાણ કરે છે. ૫. ૧૦ થી ૧૨ સુધીમાં તિથિ વિ. સં. ૧૧૯૩ કાલથુન વદિ ૭ ભૌમવાર આપેલ છે. પં. ૧૩ થી ૧૬ તે દિવસે મકરસંક્રાંતિના પર્વને દિવસે શિવજીની પૂજા કરીને જીવનની ક્ષણુભંગુરતા વિચારીને પોતાના તથા માતાપિતાના પુણ્ય યશની અભિવૃદ્ધિ માટે ( અમુક દાન આપ્યાની હકીકત આગળ હશે ). આંહી વિ. સં. ૧૧૯૭ આશ્વિન વદિ ૩ ને દિવસે ભડાણા ગ્રામમાં આપેલા
રે ઉલ્લેખ છે. સભવ છે કે આ દાન તે અગાઉ આપેલા દાન સંબન્યા હોય એટલે તેમાં સુધારા વધારા કરી અમુક હકો વધુ આપ્યા હોય. પહેલું પતરું આંહી પુરું થયું છે, તેથી દાનની વિગત મળી શકતી નથી.
કઈ દાનને ઉલે
अक्षरान्तर १९ स्वस्ति राजावलीप्त (पूर्ववत (त्) समस्त राजावली विराजित परमभट्टारक महा २ राजाधिराजपरमेश्वर श्रीमूलराजदेवपादानुध्यातपरमभट्टारकम ३ हाराजाधिराज श्रीचामुंडराजदेवपादानुध्यातपरमभट्टारक महाराजा ४ घिराजश्री दुर्लभराजदेवपादानुध्यात परमभट्टारकमहाराजाधिराज ५ श्रीमीम्ब (म) देवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजश्रीमत् त्रैलो६ क्यमल्लश्रीकर्णदेवपादानुध्यातपरमभट्टारकन (म) हाराजादि (घि) राजपर७ मेश्वरावंतीनाथत्रिभुवनगंडबर्बरकजिष्णुसिद्धचक्रवर्तिश्रीमजयसिं८ हदेवः स्वतुष्टयमानः(स्वभुज्यमानः)गंभूतापथकांतः पाति ड(नः)समस्त राजपुरुषा(न्)बा ९मणोतरान् तन्नितु (यु) काविधि) कारिणा बनपदांश्चबोधयत्यस्तुवः संवि-(दि) १० -- ॥ श्रीमद्विक्रमादित्योत्पादितसंवत्सरशतेष्वेकादशसुत्रिनवत्य ११ षिकेषु फाल्गुनबहुलपक्षसप्तम्यां भौमवारे ॥ यत्रांकलिपिसंवत् १२ ११९३ फागुणवदि भौमेऽद्येह श्रीमदणहिलपाटके-(म) करसं १३ क्रांतिपर्वणिनात्वा चराचरगुरुं भगे (ग) वंतं भवानीपतिमभ्यर्च्य संसारा १४ सारता विचिंत्य नलिनीदलगतजललवतरलतरं प्राणितव्यमाकल १५ व्यहिकामुष्मिक-फलमंगीकृत्य पित्रोवात्मनश्च पुण्य यशो १६ ऽभिवृद्धये ॥ सं ११८७ आश्विम (न) बदि३भडाणायामशासने
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com