________________
कर्क सुवर्णधनुं ब्राह्मणपलिनुं दानपत्र
१३७
જમ્મુવાલિકા અને પશ્ચિમે અંકાટ્ટક ગામડાં હતાં.' વડાદરાના ઇતિહાસ માટે આ દાનપત્ર ઘણું ઉપયાગી છે, કારણ તેમાં ગાયકવાડના રાજ્યની રાજધાની વડાદરાના સહુથી પ્રાચીન ઉલ્લેખ છે, લીટે અંકેટ્ટક અને જમ્બુવાવિકાને હાલનાં અંકૂટ અને જમ્બુવા તરીકે ઓળખાવ્યાં છે. ફા. અતેકરે વગ્યાચ્છને હાલનું વાઘેાડિઆ કહ્યું છે.
નવસારીનાં પતરાંમાં ખેટકમુકામેથી એ જૂદાં દાં ગામડાં એક બ્રાહ્મણને દાનમાં આપ્યાનું લખ્યું છે. પહેલું મહી અને નર્મદા વચ્ચેના પ્રદેશમાં આવેલું શમીપક ગામ હતું, જેની ઉત્તરે ધાહદ્ધ દક્ષિણે ચારૂન્ડક પૂર્વે ગાલિકા અને પશ્ચિમે ભર્યાંક ગામેા હતાં. ચારૂન્ડકને ચારૂન્ડી તરીકે, લક્ષ્મણને ભર્થના તરીકે અને ધાહકને કરજણ તાલુકાના ધાવટ તરીકે ઓળખાવ્યાં છે. આ ત્રણ ગામડાં ત્રણ સરહદ ઉપર કલ્પીએ તે તેની વચમાં એવાં કેાઈ પણ ગામડાં નથી કે જેને શમીપદ્રક અથવા ગાલિકા તરીકે ઓળખાવી શકાય. ડૉ.ભાંડારકરે શમીપદ્રકને સાન્તાન કહ્યું છે, પણ તે ભરેાંસાપાત્ર નથી.
દાનમાં આપેલું ખીજું ગામડું મૈકણિકા પ્રાંતમાંનું સમ્બન્ધી નામે છે. તેની ઉત્તરે કાષ્ઠામણ્ડપ, દક્ષિણે બ્રાહ્મણપલ્લિકા, પૂર્વે સજોડક અને પશ્ચિમે કરંજવસહિકા નામનાં ગામડાં આવેલાં છે. ડા. ભાંડારકર સજોડકને સન્નડ અને કાષ્ઠામંડપને માંડવા માને છે પણ મને ખેાટાં લાગે છે. કારણ કે તે જગ્યાઓને અંકલેશ્વર તાલુકામાં નહી પણ સંખેડા તાલુકામાં શેાધવી જેઈએ મંકણિકા ને માંકણી, સમ્બન્ધીને સમધી, કાષ્ઠામપને કાઠમાડવા અને બ્રાહ્મણુ પલ્લિકાને ખામ્ફાલી તરીકે ઓળખવાં નેઇએ. તે બધાં સંખેડા તાલુકામાં આવેલાં છે.
આ લેખમાં આપેલાં સ્થળેા પૈકી બ્રાહ્મણપલ્લિકા તે સંકણિકા પરગણામાં આવેલા તે જ નામના ગામથી જુદું છે તે ધ્યાન રાખવું ોઇએ, કારણ કે આ ગામડું માહીક પરગણામાં છે. કવલાઇકાનું કાઇલી અગર કાયલી અપભ્રંશ થાય અને વડેદરા તાલુકામાં તે નામનું ગામડું છે, ફેઈલ્લીથી નીકળી દક્ષિણમાં જતાં ખામણગામ નામનું ગામડું આ બ્રાહ્મણ પલ્લિકા હાવા સંભવ છે. ખીજાં ગામા ઓળખી શકાતાં નથી. ૪
૧ ઈ. એ. વે, ૧૨ પા. ૧૬૪. ૨ ગુજરાત કાઠિયાવાડમાંનાં પ્રાચીન ગામડાં અને શેહેરે. પા, ૩૭. ૩ જ. માં, બ્રે. ર. એ. સે. ૨. ૨૦ ૫ા, ૧૪૭, ૪ આ બધાં ગામેા બેસારવામાં વડોદરા રાજ્યના સર્વ અને સેટલમેટ સુપરીન્ટેન્ડન્ટ મી. વી. વાય. કાલાર તરફથી ઘણી મદદ મળી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.unaragyanbhandar.com