________________
નં. ૧૩૬ અ ચાલુક્ય ચામુણ્યરાજનાં તામ્રપત્રો
વિ. સં. ૧૦૭૩ માર્ગ. વ. ૯ આ પતરાના ફોટોગ્રાફની એક નકલ મને અમુક વર્ષો પહેલાં રવ, દિ. બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે વાંચવા માટે મોક્લી હતી. મારું કરેલું અક્ષરાન્તર તેમણે મુનિશ્રી છનવિજયને આપ્યું હતું અને તેમણે તેમાં અમુક પાઠાંતરે સૂચવ્યાં હતાં. લાંબો સમય વીત્યા છતાં જ્યારે તે પ્રસિદ્ધ થયાં નહીં ત્યારે સ્વ. કેશવલાલ ભાઇને લખી તે પ્રસિદ્ધ કરવાની મેં પરવાનગી માગી, તેમ જ બને તે અસલ તામ્રપત્રો મેળવી આપવા લખ્યું હતું. કારણ કે, કેટલેક ઠેકાણે સ્પષ્ટ વાંચી શકાતું નથી તે કદાચ મૂળ પતરાંમાંથી સહેલાઈથી વાંચી શકાય. મૂળ પતરાં અદ્યાપિ પર્યત મેળવી શકાયાં નહીં, તેથી હવે ફેટોગ્રાફ ઉપરથી કરેલા અક્ષરાનcર અનુસાર પ્રસિદ્ધ કરું છું. માલિકની ઈચ્છા હશે તે મૂળ પતરાં પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ ખરીદી લેવા સદા તત્પર છે અને રહેશે.
આ દાનપત્ર બે પતરાંમાં કેતરેલું છે. પતરાં ૬ ઇંચ લાંબાં અને ર ઈંચ પહોળાં હોવાં જોઈએ. પહેલા પતરાની નીચેની બાજુએ અને બીજા પતરાની ઉપરની બાજુએ કડી તથા સીલ માટે બે કાણાં છે. સીલ તથા કડી ઉપલબ્ધ છે કે નહીં તે કહી શકાતું નથી. દરેક પતરામાં હશ દશ પંક્તિ લેખની છે. પતરાં સુરક્ષિત લાગે છે. જો કે બીજા પતરાના નીચેના ભાગમાં જમણી બાજુએ સહેજ ઘસાઈ ગયું હોય એમ લાગે છે.
લેખની લિપિ નાગરી છે અને ભાષા સંરકૃત છે. દાનમાં આપેલા ક્ષેત્રની સીમાના વર્ણનની પંક્તિ ૮ થી ૧૧ સિવાય બાકી બધો ભાગ પદામાં છે.
પંક્તિ પહેલીમાં મંગલાચરણ છે અને પછી પ. બીજી અને ત્રીજમાં મૂલરાજનું વર્ણન છે. ૫. ચોથી અને પાંચમીમાં તેની પત્ની માધવીથી જન્મ પામેલ ચામુંડરાજ યુવરાજનું વર્ણન છે. મૂળરાજની પત્ની માધવીનું નામ આ લેખમાંથી પહેલીવાર જ મળે છે અને તે ચાહમાન વંશના ભેજની પુત્રી હતી, એમ લખેલ છે.
દાન જૈન ગ્રહ(મંદિર)ને ધૂપ દીપ વિગેરે પૂજે પચાર માટે આપવામાં આવેલ છે. દાનમાં ક્ષેત્ર આપેલું છે, તથા તેની સાથે ચાર કેદાર ( ખેતર અગર નીચાણવાળી જગ્યા જેમાં પાણી ભર્યું રહે તેવી) આપેલાં છે.
જૈન મંદિરને માટે દાન આપવાનું ફળ બતાવનારે એક ગ્લૅક છે અને ત્યાર બાદ ચાલુ ષષ્ટિવર્ષ વિગેરે કે આપેલા છે.
પંકિત ૧૭ માં તિથિ વિ. સં. ૧૦૩૩ માગશીર્ષ કુણપક્ષની નવમી આપેલી છે. લેખકનું નામ વાલા આપેલું છે. છેવટમાં ચામુડની સહી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com