________________
कुमारपालनो वालीनो शिलालेख
१७१
મહુત્તમ દાદાકના પુત્ર હાય. તે મુખ્ય મંત્રી થયા તે પહેલાં માલવા ઉપર સૂબા તરીકે હતેા.૧ ડૉ. ડી. આર. ભાંડારકરે પ્રસિદ્ધ કરેલાં કુમારપાલના વિ. સ. ૧૨૧૩ ના નાડોલનાં પતરાંમાં તેના મંત્રી તરીકે વાડદેવનું નામ આપ્યું છે. તે કદાચ કુમારપાલના રાજ્યની શરૂઆતમાં તેના સેનાપતિ અને મુખ્ય મંત્રી તરીકે ઉદયનનું નામ મળે છે તેના દીકરા હાય. પણ આ લેખમાં ફ્રી મહાદેવનું નામ મંત્રી તરીકે આપ્યું છે. તેથી પાછે સત્તામાં આવ્યા હોય એમ સ મ્ભવે છે. ગુજરાતમાં જૂના કાળથી ચાલી આવતી નાગર બ્રાહ્મણ અને વૈશ્ય વચ્ચેની સત્તા માટેની સ્પર્ધા આનાથી પુરવાર થાય છે. વળી એમ પણ સમજી શકાય છે કે જૈનાના ગ્રન્થેામાં લખ્યા અનુસાર જો કે કુમારપાળે જૈન ધર્મ સ્વીકાર્યો હતા, છતાં બ્રાહ્મણેાને મંત્રી તરીકે રાખવામાં તે અચકાતા નહીં. મહાદેવ પછીના મંત્રી યશેાધવલની વ્હેલામાં વ્હેલી તિથિ કલ્પસૂÇના હસ્તલિખિત ગ્રન્થમાંથીTM વિ. સ. ૧૨૧૮ મળે છે.
લેખમાંની તિથિ ખરાખર બંધબેસતી નથી. તેની ખરેાખર ઇ. સ. ૧૧૬૦ ના જુલાઈની ૨૧ મી તારીખ અને ગુરૂવાર આવે છે, સમ્ભવ છે કે તિથિ શુક્રને બદલે ગુરૂવારે શરૂ થઈ હાય
૧ જૈન ગ્રન્થામાં આપેલ છે કે કુમારપાળના રાજ્યની શરૂઆતમાં ઉદયન મુખ્ય મન્ત્રી હતા, અને તેના મૃત્યુ પછી સંસ્કૃત કવિતામાં નિષ્ણાત અને વિદ્વાન કપને મન્ત્રી બનાવવામાં આન્યા. ( ગુજ, ગેઝ, પા, ૧૯૦) તે બ્રાહ્મણ હતેા, (ગુજ, ગેઝે, પા. ૧૯૪.) પણ તેની બીજી વિગત મળતી નથી. મહાદેવ અને કંપતી એક જ હાય એમ પણ સંભવ છે, ૨ ઈ, એ. વા, ૪૧ ૫ા. ૨૦૩, ૩ ઈ, એ, ૧૮૮૯ પા* ૩૪૩
લેખ ૭૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com