________________
નં૦ ૧૪૯ મ
કુમારપાલના કિરાડુના શિલાલેખ'
વિ. સ. ૧૨૧૮ આશ્વિન સુ. ૧ ગુરૂ ઇ. સ. ૧૧૬૨
રાજપુતાનામાં ોધપુર સ્ટેટના મલ્લાણિ પરગણાના મુખ્ય શેહેર ખાડમેરથી વાયવ્યમાં ૧૬ માઈલ છેટે હાથમા પાસેના કિરાડુના ખંડેરમાં ટકી રહેલા શિવના મન્દિરની દિવાલમાં ચેાડેલી શિલા ઉપર આ લેખ કાતરેલા છે. લેખ ૧ ફુટ ૫ ઇંચ પહેાળા અને ૧ ફુટ રૢ ઇંચ ઉંચા છે. લેખમાં ૨૬ પંક્તિ છે, પણ લગભગ ચેાથા ભાગમાં પાપડાં ઉખડી ગયાં છે, તેથી ઉપયેાગી હકીકત ગુમ ગઇ છે. ખાકીના ભાગ સુરક્ષિત છે. કેાવરનારે લેખ સારી રીતે કતર્યાં છે. લિપિ નાગરી છે અને ભાષા સંસ્કૃત છે. શરૂઆતના મંગળાચરણના ભાગ અને અંતમાં તિથિવર્ણનવાળા ભાગ સિવાય બાકી મા ભાગ પદ્યમાં છે.
પરમાર વંશની આજીની નવી શાખાનુ વર્ણન આ લેખમાં આપ્યું છે. શરૂઆતમાં સર્વજ્ઞને નમસ્કાર કરે છે અને ત્યારબાદ શિવસ્તુતિના એ શ્લાક છે. ત્રીજા શ્લોકમાં વસિષ્ટના અગ્નિકુણ્ડમાંથી આ વંશના મૂળ પુરૂષની ઉત્પત્તિનું વર્ણન છે. તેણે ઋષિની સુરભિ નામની ગાય લઈ જનાર દુશ્મનને માર્યાં તેથી તેને પરમાર નામ આપવામાં આવ્યું. મી. સી. વી. વૈદ્ય પુરવાર કરેલ છે દુર આ ઉત્પત્તિની હકીકત સત્ય નથી. તે વંશમાં ઘણા રાજાએ જનમ્યા હતા. તેમાંના એક સિન્ધુરાજ મ્હોટા રાજા હતા અને મારવાડ (મેરૂમડલ ) ઉપર રાજ્ય કરતા હતા. તેમના પૂર્વજનાં નામ લેખમાં આપ્યાં હાય તા તે ઉખડી ગયેલા વિભાગમાં નષ્ટ થયાં છે. આઠમા લેાકમાં ધરણીધર એટલે ધરણીવરાહુના ઉલ્લેખ છે. નવમા લેાકમાં દેવરાજનું નામ છે, ધરણીવરાહનાર્પે પુત્ર મહીપાલનું બીજું નામ હાવું જોઇએ. અગીયારમા શ્ર્લાકમાં દુર્લભરાજનું અને ત્યારમાદ કૃષ્ણરાજનું નામ આવે છે. આ કૃષ્ણરાજ તે કૃષ્ણરાજ બીજો હેવે જોઇએ. દુર્લભરાજ ક્રાણુ હતા તે લેખમાંથી ખબર પડતી નથી. ખીજા લેખામાંથી આપણે જાણીએ છઇએ કે દેવરાજ (મહીપાલ ) અને કૃષ્ણરાજ ખીજાની વચમાં ધન્ધુકે રાજ્ય કયું હતું. તેનું નામ આ લેખમાં નથી. તે ઘણું કરીને ઉખડી ગયેલા ભાગમાં ગુમ થયું હશે. વિ. સ. ૧૦૬૬ થી ૧૦૭૮ સુધીમાં અણહિલપાટણમાં રાજ્યકર્તા ચાલુકય રાજા દુર્લભરાજના આ ધન્ધુક સમકાલીન હતા. ધન્ધુક તેના ખડિયા રાજા હાય એમ સંભવે છે. કારણ કે વિજાપુરના વિ. સ. ૧૦૫૩ ના લેખમાંથી માહિતી મળે છે કે ચાલુકય રાજા મૂલરાજે આણુના પરમાર રાજા ધરણીવરાહ ઉપર ચડાઇ કરીને કાઢી મૂકયા હતે. તેણે અગર તેના પુત્ર મહીપાલે ( દેવરાજે) તેની સત્તા પાછળથી સ્વીકારી હશે અને તે સમયથી ચાલુક્ય વંશના અન્તસુધી આજીના પરમારે અને તેમજ કિરાડુના પરમારા ગુજરાતના રાજાના ખંડિયા તરીકે રહ્યા હતા, જો કે ધન્યુંકે થાડા સમય માટે ચાલુકય રાજા ભીમને સ્વીકાર્યો નહેાતા. તેરમા àાથી કિરાડું શાખાના રાજાઓનાં નામ શરૂ થાય છે. કૃષ્ણરાજના પુત્રનું નામ સેાછરાજ હતું, જે તે વંશના સ્થાપક હતા. તેના પુત્ર ઉદયરાજ હતા. તેણે ચાલ (કારેા મણ્ડલ કાંઠા) ગૌડ ( ઉત્તર બંગાલ ) કર્ણાટ ( કૉટિક) અને માલવાના વાયવ્ય તરફના ભાગ જિત્યાં હતાં એમ લેખમાં આપેલ છે. આ બધા પ્રદેશા જિયા એમ લખ્યું છે પણ એવા સંભવ છે કે તેણે સિદ્ધરાજ
૧ પુના એરિએન્ટાલીસ્ટ વા. ૧ ન. ૨ પા. ૪૭ જુલાઇ ૧૯૩૬ ડી. બી. ટ્વિસ્ખલકર, ૨ જ ખેાં, બ્રે. રા. એ. સા. વ. ૨૬ ન ૭૪ પા. ૧ ૩ જાલારના વિ.સ. ૧૧૭૪ ના લેખમાં સિન્ધુરાજેશ્વરના મન્દિરના ઉલ્લેખ છે. તે આ સિરાને બાંધ્યું હૅાય, એમ સંભવ છે. જીએ ગૌરીશંકર ઓઝા કૃત હિસ્ટરી એફસિરાહી સ્ટેટ પા. ૧૪૪ ૪ આ રાતનુ વિ. સ. ૧૦૫૯ નુ તામ્રપત્ર મળેલું છે. ૫ મા રી.મા. સ. વે, સ.૧૯૦૭-૮ ૫૫. ૩૮ ૬ એ. ઈ. વા. ૯ પા. ૧૧ અને ૭૨. ૭ એ. ઇ. વા. ૧૦ મા. ૧૮. ૮ જુઆ એ. ઇ. વા. ૯ પા, ૧૫૧ અને જીનપ્રભુ સૂના તી કપ અનુ દલ્પ, મ્યા. ૩૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.unaragyanbhandar.com