________________
નં. ૧૪૪ ડ. કુમારપાળને ગાળાને શિલાલેખ
વિ. સ. ૧૨૦(૧) કાઠિયાવાડમાં પ્રાંગધ્રા સ્ટેટના પ્રાંગધ્રા ગામથી પૂર્વમાં આઠ માઈલ ઉપર આવેલા ગાળા નામના ગામડાની પાસે ખંડિત મંદિરના બારશાખ ઉપર આ લેખ કતરેલો છે. જે ભાગમાં લેખ કર્યો છે તે ખવાઈ ગયો છે અને તે ૩ ફીટ લાંબો અને ૧ ફૂટ પહેળે છે. તેની ડાબી બાજુએ બી એક લેખ આનાથી વધુ નાના અક્ષરમાં કરેલ છે, પણ તે બહુ જ ખવાઈ ગયો છે, તેથી તે વાંચી શકાતો નથી, પણ તેમાં વિ. સ. ૧૨૪૫ ની સાલ દેખાય છે.
લેખની શરૂવાત સંવતથી જ થાય છે. વિ. સ. ૧૨૦(૧)ના ચૈત્ર વદિ ૬ ની તિથિ વંચાય છે. લેખ રાજા કુમારપાલના સમયનો છે અને તેમાં નીચે મુજબ બિરૂદ આપેલાં છેઃ સમસ્ત રાજાવલીવિરાજિત, મહારાજા, ઉમાપતિવરલબ્ધ. રાજધાનીના શેહેર અણહિલપાટણમાં મુખ્ય મંત્રી મહાદેવ બધા રાજ્ય વહીવટ કરતે હતે. મુખ્ય મંત્રી અમ્બ પ્રસાદ અને ચાહડ દેવે પોતપોતાના સમયમાં તે વિભાગમાં નીમેલા જૂદા જૂદા અમલદારોનાં નામ ત્યારબાદ આપેલાં છે. લેખન છેવટને ભાગ બહુ જ અસ્પષ્ટ છે. તેમાંથી ભાવ નીકળે છે કે માણડલિના રહીશ આચાર્ય ભાસ્કરના દીકરાએ, અક્ષય તૃતીયાના માંગલિક પ્રસંગે ગાળાના મંદિરમાંની ભટ્ટારિકા દેવીની પૂજા માટે અમુક દ્રસ્મો દાનમાં આપ્યા હતા.
સિદ્ધરાજ જયસિંહના વિ. સ. ૧૧૯૫ના ઉજજનના લેખમાંથી જાણુવામાં આવ્યા મુજબ માળવાને પહેલે સુબે મહાદેવ હતા તે જ આ લેખમાંને મુખ્ય મંત્રી હવે જોઇએ. તેને ઉલ્લેખ પાલિ, કિરાડુ અને બાલિના વિ. સ. ૧૨૯, ૧૨૦૯ અને ૧૨૧૬ ના લેખમાં પણ છે. ગાળાના વિ. સ. ૧૧૩ ના લેખમાં જે મુખ્ય મંત્રી અમ્મપ્રસાદનું નામ આવે છે તે જ આ અઅપ્રસાદ છે. મુખ્ય મંત્રી ચાહડદેવ તે કુમારપાલના વિ. સ. ૧૨૧૩ નાં નાડેલનાં તામ્રપત્રોમાં આવે છે, તે જ હવે જોઈએ.'
પંકિત છઠ્ઠીમાં આપેલ માડલિ તે ગાળાથી ઈશાન ખૂણામાં ૨૮ માઈલ ઉપર આવેલું માડલ ગામ લેવું જોઈએ.
૧ પુના આરિએન્ટાલિસ્ટ . ન. ૨ ૫, ૪૦ નલાઈ.૧૯૩૬ ડી.બી. દીલર૨ એ. ઈ. ૧ પા૪૩ ૩ જ. બા. 9 ર. એ. સે , ૨૫ ૫. ૩૨૨. ઈ. એ,૧૯૧૨ ૫.૨૦૨, ૫ ઓ એમ બતાવે છે કે મહાદેવ અમુક સમય મંત્રી તરીકે કામ નહીં કરતો હોય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com