________________
નં૦ ૧૪૪ અ
જયસિંહના ઉજ્જનના શિલાલેખ
વિ. સં. ૧૧૯૫ જ્યું. વ. ૧૪
તાજેતરમાં મળેલે લેખના ટુકડા ઉજ્જન મ્યુનીસીપાલીટીની એડ્ડીસમાં પડયા હતા. ચાલુકય અને પરમાર રાજાઓના ઇતિહ્રાસ માટે આ ત્રુટક લેખ છે, છતાં તે મહુ ઉપયાગી છે.
તેની શરૂવાત તિથિથી થાય છે અને તે વિ. સં. ૧૧૯૫ના જ્યેષ્ઠ વિ ૧૪ ગુરૂવાર આપેલ છે. લેખ ચાલુકય રાજા જયસિંહદેવ સંબંધી છે. તેનાં ચાલુ બિરૂદ નીચેનાં લેખમાં આપેલાં છે. ત્રિપ્રુવનરાજ, સિદ્ધ ચર્તિ, પ્રતિનાય અને ર્વષ્ઠત્તિવ્વુ અને તે અણુહિલવાડમાં રાજ્ય કરતા હતા, એમ વર્ણન છે. મહત્તમ દાદાક અણહિલપાટકમાં સીલ મારનાર અધિકારી હતા. પં. ૭–૮ જેમાં વ્યાકરણના ઘણા દોષ છે તેમાંથી અર્થ સ્પષ્ટ નીકળે છે કે, માળવાના રાજા યશેાવર્મનને હરાવીને અવન્તિ મણ્ડળ જયસિંહે પેાતાના કબજામાં રાખ્યું હતું. તે પ્રદેશ નાગર જ્ઞાતિના કુંડ૦ દાદાના પુત્ર મહાદેવના અખત્યારમાં સાંપ્યા હતા. ત્યારપછી કેટલીક વ્યકિતનાં નામ તેમ જ કીર્તનારાયણનું નામ આવે છે, પણ તે ભાગ ખંડિત હાવાથી વાંચી શકાતે નથી.
યશાવર્મનને હરાવી અવન્તિ પેાતાના કબજામાં લીધું તે હકીકત ઐતિહાસિક દૃષ્ટિએ બહુ ઉપયાગી છે. કૂચાશ્રયમાં ર્ યશેાવર્મનને હરાવી કેદ કર્યાની તેમ જ અવન્તિ તથા ધાર પેાતાના તાખામાં લેવાની હકીકત કહી છે તેને આ લેખથી ટકા મળે છે. યશેવમેનને કેદમાં નાંખ્યાની હકીકતને ઢાહુદના લેખમાંથી સમર્થન મળે છે. ૐ તેમાં પરમાર રાજાને જયસિંહે હરાવી કેદ કર્યાંનું લખ્યું છે તે આ યશાવર્મન જ હાવા એઈએ. ઉજ્જનમાંથી મળેલા તામ્રપત્રમાંથી હકીકત મળે છે કે વિ. સ. ૧૧૯૧ માં યશોવર્મન રાજા હતા અને તેને “ મહારાજાધિરાજ પરમેશ્વર ” એમ વર્ણવ્યેા છે. જયાંસહે તે ઉપરથી સમજાય છે કે વિ. સ. ૧૧૯૧ અને ૧૧૯૫ વચ્ચે યશેાવર્મનને હરાજ્યેા હશે. ૪ અજમેરના ચૌહાણુ રાજાની મદદથી યશેાવર્મન કેદખાનામાંથી નાશી છૂટયા, પેાતાનું રાજ્ય પાછું મેળવ્યું અને જયાંસહુ સાથે સમાધાન કર્યું, એમ હકીકત મળેલી છે.
૧ . એ, વે. ૪૨ ૫ા. ૨૫૮ ડી. આર. ભાંડારકર ૨૪. એ.વા. ૪ પા. ૨૬૬ ૩ . એ. વા. ૧૦ પા ૧૫૯ ૪ ગાળાના વિ. સ. ૧૫૯૩ ના લેખમાં જયસિંહને અવન્તી નાથ લખ્યા છે, તેથી અનુમાન થાય છે કે માળવ વિ. સ. ૧૧૯૧ અને ૧૧૯૩ વચ્ચે છતાયું ઢાવું જોઇએ (મ. ગિ. વ. )
લેખ ૬૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com