________________
નં. ૧૪૪ ક ચાલુક્ય રાજા જયસિંહદેવનો દેહદને શિલાલેખ
વિ. સં. ૧૧૯૬-૧૨૦૨ પંચમહાલમાં છેલલા દુકાળ( ઈ. સ. ૧૮૮૧)સમયે છાબુઆ તળાવ પાસેથી અમુક મૂર્તિઓ તથા નીચેને શિલાલેખ મળી આવ્યાં હતાં અને મામલતદારના ભાણેજ મી. ડી. પી. દેરાસરીએ તેની નકલ તૈયાર કરી હતી. પાછળથી મેં પિતે તેનાં રબિંગ તૈયાર કર્યા હતાં.
તળાવની આવક( આવણ ?)ના ભાગ પાસે આ પત્થર પડેલો છે. તે લગભગ ૧૫ ફૂટ કાચે છે અને છાણના ઢગલામાં પડેલો હતો. બધી બાજુએથી સુરક્ષિત હોવાથી પાણી વિગેરેથી બહુ ખવાઈ ગયે નથી. પંક્તિ ૩ જીના અંતમાં અને પં. ૫ અને ૬ ના મધ્ય ભાગમાં સહેજ ઘસાઈ ગએલ છે.
લેખ સાદી સંસ્કૃત ભાષામાં છે. અરધે ભાગ પદ્યમાં છે અને ત્રીજો શ્લોક આર્યા છે તે સિવાય બધા કે અનુષ્યમ્ છે. બાકીને ભાગ ગદ્યમાં છે. લિપિ સ્પષ્ટ કાયસ્થનાગરી છે. પ. ૩ અને ૬ માં વ્યાકરણિક દોષ છે. રોમિવ ને બદલે શેર હું વાંચું છું. શેષા (ગુજરાતી જે નારી જાતિ ) તે દેવને ધરેલી ચીજમાંથી થોડી ભક્તને આપવામાં આવે છે તે પ્રસારી કહેવાય છે. પ્ર. કાથવટે ૫, ૬ માં સેનાપતિત્રકવિ વાંચે છે પણ તેના પરિણામ પર વધુ યોગ્ય લાગે છે. હવે અને જોહર એ બે પાઠમાંથી કયે ઉત્તમ છે તે નિશ્ચય થઈ શકય નથી.
દધિપદ્ધ દેહદ )માં રહેતા સેનાપતિએ પિતાની માતાના શ્રેય માટે છ વર્ષ પહેલાં (૧૧૯૬ માં) બંધાવેલ ગોગર નારાયણ દેવની પૂજા માટે રાણુએ ત્રણ હળ જેટલી જમીન દાનમાં આપી છે. મ્યુલરનાં દાનપત્ર પૈકી અગ્યારમામાં વિશલદેવના લેખમાં બલાલ અને રૂપનારાયણ દેનાં નામ છે તેવું જ નામ આ નારાયણનું દેવું જોઈએ. છાબુઆ તળાવ પાસે ખાર અને દેહમઈ નદી મળે છે. ત્યાં દેવાળીયા ચોતરા ઉપર આ મંદિર હોવું જોઈએ. આવા ચેહરા ઠેકઠેકાણે હોવા જોઈએ. આ ચોતરાએ લક્ષમીનારાયણનું મંદિર હોવાનું ત્યાંના લોકો કહેતા હતા. દ્વહક તે ગુજરાતીમાં ગોધરાને માટે લખેલ છે. વલભી દાનપત્રમાં તેમ જ કીર્તિ કૌમુદીમાં આ ગામનું નામ આવે છે. દધિપદ્ર તે હાલનું દાહોદ છે. તેને પાછળના લેખમાં દધિપુર પણ લખેલ છે. ઊભલોડ તે હાલનું આભલોડ જે દેહદથી ૨૦ માઈલ દૂર છે તે ઉપરથી લખાયું હશે. આધિલિયા તે હાલનું નીમનાલિઆ રાબડાલ અને કેડા ગ્રામ તે હાલનું ગઈ હોવાં જોઈએ. ક્ષારવહ તે ખાર અને દધિમતી તે દેહમઈ નદી હોવાં જોઈએ.
રાસમાળામાં જયસિહદેવના મૃત્યુની સાલ ૧૧૯ આપેલ છે જ્યારે એનાઉસ ઓફ રાજસ્થાનમાં હાડ લખે છે કે સિદ્ધરાજ ૧૧૫૦ થી ૧૨૦૧ સુધી રાજ્ય કરતા હતા. પરંતુ આ લેખ ઉપરથી સિદ્ધ થાય છે કે સિદ્ધરાજ જયસિંહ સં. ૧૨૦૨, એટલે ઈ. સ. ૧૧૪૫-૪૬ માં રાજ્ય કરતે હતે.
૧ ઈ. એ. વો. ૧૦ ૫. ૧૫૮ એચ. એચ. ધ્રુવ. ૨ ના મંત્રિના કે પૂર્વજનું નામ હોય એમ સંભવ છે વાં નામ ૨જપૂતમાં હોય છે અને તેના નામ ઉપરથી દેવનું નામ પાડયું હોય એ બનવા જોગ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com