________________
राजा ठेपकनो हाथसणीनो लेख
ભાષાન્તર
લેખના પ્રારમ્ભ ભારતી દેવીની સ્તુતિથી થાય છે. શ્રી સામવંશ પૃથ્વીમાં સુપ્રસિદ્ધ છે. આહિરાજાઓમાં મંડનરૂપ એવાં એ કુલમાં પુણ્યશાલિએમાં વિરણ ખગાર નામે ભુપતિ ઉત્પન્ન થયેા.
તેના કુળમાં સકલગુરુનિધાન અને રૂપથી વિખ્યાત કીર્તિવાળા જશધવલ જન્મ્યા, જેના સૌંદર્યને અંગે વિજય અને સુભટના પુત્રો સાથે સૂર્યવંશમાં જન્મેલી પ્રિયમલદેવી તેને વરી. પ્રિયમલ દેવીથી યાધવલને, મલ્લ મંડલ અને મેલિગ નામે ત્રણ ઉત્તમ પુત્રા થયા. આ સમયે વાખલ રાજના કુળમાં નાગાર્જુન નામે વીર પ્રભવ્યે. એ શ્રી મંડલીકને સહાયકારી હતા; અને એણે પેાતાના બાહુબળે અરિમંડલ જિતેલું હતું. તેના પુત્ર મહાનંદ થયા, જેના જન્મથી તેના પૂર્વના આનંદનો પાર રહ્યો નહીં. મગલરાજની મનેહર રૂપવાળી પુત્રી રૂપાથી ( આ મહાનંદને) ડેપક નામે વીરપુત્ર ઉત્પન્ન થયેા. જે સ્વામિવત્સલ હતા. એના ગુણેાને વર્ણવવાને વાચસ્પતિ પણ અસમર્થ છે, તેા પછી અમે તે એ વિષયમાં કાણુ ? તેણે આપેલાં દાનાની સંખ્યાની ગણુત્રી કહેવી અશકય છે. કુલ, શોર્યું, નય, કીર્તિથી તેણે પ્રજાને અનુરાગ મેળવ્યેા. આ મેહર રાતના રાજ્યાભિષેક વિાને પ્રિય એવા તાલધ્વજ ગામમાં મહીશ રાજાએ કર્યાં. એ પ્રમાણે જ્યારે આ મહાત્મા ઠેપક પેાતાના ચાર પુત્રા સહિત રાજ્ય કરતા હતા ત્યારે કાઈ અગાધ નિર્જલ પ્રદેશમાં સર્વ પ્રાણિઓની તૃષાને દૂર કરનારી એક મહાવાપી બંધાવવાની ધર્મબુદ્ધિ તેનામાં ઉદ્ભવી. તેથી કુન્તરાજને તેણે કહ્યું કે “હે વલ્લાદિત્ય કુલમાં જન્મેલા, અને સૂર્ય વિકલના વંશના રાજા ! મારૂં ધર્મમય અને હિતવાળું વાકય સાંભળ. જેવી રીતે મારા પિતૃભ્યે જીદૂર્ગમાં સંગવાપી બંધાવી તેવી જ રીતે તું દેવાવાપી બંધાવ.” મેહરના આ આદેશ પ્રમાણે તે ધર્મબુદ્ધિ કુન્તરાજે સહસા જલ મનેાહર વાપી બંધાવી. ( આ ધર્મકાર્યથી) પુત્રપૌત્ર પરિવારજન સહિત દ્વિજવલ્લભ મૈહર અખંડ આયુઃ પ્રાપ્ત કરા.
સંવત્ ૧૭૮૬ વર્ષ, ભાવ સંવત્સર પૂર્ણતા પામી છે. શ્રીપ્રભાનિષ્ઠના રહીશ
લેખ સ્ટ
૮૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પૂર્ણ આષાઢ ૮૬ મે વર્ષે, સપ્તમી સામવારે આ વાપી સૂત્ર વાચાના પુત્ર ‘સાંઢાકથી’ આ લેખ ઉત્કીણ થયા છે.
www.umaragyanbhandar.com