________________
નં. ૧૨૫ અ. ગુજરાત રાષ્ટ્રકટ રાજા ગોવિંદ ૩ જાનાં ડાઇનાં પતરાં
શ. સં. ૭૩૯ છે. વ. ૭ નીચે વર્ણવેલાં તામ્રપત્રો રાજા ગેવિન્દરાજ ત્રીજાએ ભેગક નામના બ્રાહ્મણને આપેલા ભૂમિદાનની નોંધ રૂપે છે. કારીગરીવાળા દરવાજા માટે તથા ઐતિહાસિક દ્રષ્ટિએ પ્રખ્યાત રમાઈ નગરીના એક રહેવાસી પાસેથી તે પતરાં ખરીદવામાં આવ્યાં છે અને અત્યારે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં સંગ્રહીત કરવામાં આવેલાં છે.
આ તામ્રપત્રો સંખ્યામાં ત્રણ છે. તેમનાં માપ ૯૭” છે અને જાડાઈ બધી જગાએ સરખી નથી, પણ આશરે રૂ” છે. દરેકમાં થોડે થોડે અંતરે બે બે કાણું પાડેલાં છે અને દરેક પતરાની જમણી બાજુના કાણામાંથી એક તાંબાને સળીયે પસાર કરીને કડી બનાવી છે અને તેના બંને છેડાઓને ભેગા કરીને જાડા ગડ્રો બનાવી દીધા છે. તે ગઠ્ઠા ઉપર કોઈ પણ જાતની સીલની નિશાની નવામાં આવતી નથી. ડાબી બાજુનાં કાણાંની સળીયાની કડી ખોવાઈ ગએલી છે. તામ્રપત્રોની કિનારીને બધી બાજુથી થોડી થોડી ઉંચી ચઢાવેલી છે, જેથી કરીને અક્ષરો ઘસાઇ ન જાય.
આ બધાં તામ્રપત્રો બરાબર જાળવવામાં આવ્યાં છે અને તેથી સારી સ્થિતિમાં છે. પહેલું અને ત્રીજું તામ્રપત્ર ફક્ત અંદરની બાજુએ કરેલ છે જ્યારે બીજું તામ્રપત્ર બંને બાજુએ કોતરેલ છે. અક્ષરે ફખા અને ઊંડા કતરેલા છે. બીજા તામ્રપત્રને જમણા હાથને નીચેને ખૂણે ઘસાઈ ગયેલ છે અને બંને બાજુએ કેટલાક શબ્દો બરાબર સંતોષ થાય તેમ વાં
પહેલા તામ્રપત્રમાં ૧૪ પંક્તિઓ છે, ૧૭ પંક્તિઓ બીજા તામ્રપત્રની પહેલી બાજુએ અને ૧૫ બીજી બાજુએ અને ત્રીજા તામ્રપત્રમાં ફક્ત ૭ પંક્તિઓ છે. લિપિ ઉત્તર હિનની વલભી લિપિ પ્રમાણેની છે. ભાષા શુદ્ધ સંસ્કૃત છે. લખાણમાં કેટલીક વિશિષ્ટતાઓ નેધવા લાયક છે. વર વગરના શબ્દાન્ત વ્યંજનાને ખેડા તરીકે બતાવવા માટે તેમના ઉપર હાની રેખા દોરેલી છે. દા. ત. સકાશાત્, પક્ષપાતાત , શ્રીમાન, વસેઈત્યાદિ. નીચેના સ્વરે શબ્દોની શરૂવાતમાં માલુમ પડે છે; આ, ઈ, .
આ દાનના દાતાનું નામ રાજા ગોવિન્દરાજ ત્રીજે છે. આ રાજાની પુરેપુરી વંશાવળી હું દર્શાવેલી છે. ૫. ૧ થી ૨૮ સુધી વંશાવળી વિભાગ પઘમાં છે અને તેમાંના ૪૫,૬ અને ૧૩ એમ ચાર સિવાય બાકીના બધા કલેકો આ સંગ્રહના નં. ૧૨૩ થી ૧૨૬ સુધીના લેખમાં આપણને મળે છે. આ વંશને પહેલે રાજા કૃષ્ણરાજ છે. જુઓ પંક્તિ ૧. તેને દીકરા ધ્રુવરાજ જુઓ પંક્તિ ૩ અને તેને પુત્ર વિદરાજ ૨ જે થયે. તેની પછી તેને ભાઈ ઈન્દ્રરાજ ગાદીએ આવ્યું. તેની પછી તેને દીકરે કકર્કરાજ ગાદીએ આવ્યો. કર્કરાજને ન્યાયી, માયાળુ અને પ્રતાપી રાજા તરીકે વર્ણવવામાં આવ્યું છે. તેના રાજ્યમાં ચેરની વસ્તી જ સમૂળગી નહાતી અને છેવટે દાનને દાતા ગેવિન્દરાજ ત્રીજે કર્કરાજને ભાઈ આવે છે. તેણે શક સંવત્ ૭૩૯ (ઈ. સ. ૮૨૧) વૈશાખ વદિ ૭ ને દિવસે આ ભૂમિદાન આપ્યું.
દાન લેનાર બ્રાહ્મણનું નામ ભગિક છે. તે ... દ્ધદેવનો પુત્ર છે. પહેલો અક્ષર બીલકુલ વાંચી શકાતું નથી એટલે આખું નામ પૂરું બેસતું નથી, કદાચ તે ૬ હેય.
વળી લખાણના પ્રમાણમાં જગ્યાની વહેંચણી પણ બરાબર કરી નથી. પહેલું તામ્રપત્ર અને બીજા તામ્રપત્રની પહેલી બાજી લખાણથી ખીચોખીચ ભરી દીધી છે, જ્યારે બીજા તામ્રપત્રની બીજી બાજુ પર તથા ત્રીજા તામ્રપત્ર પર લખાણુના શબ્દો તથા પંક્તિએ છૂટાં છૂટાં લખેલ છે. વળી ત્રીજી તામ્રપત્ર તે અધું જ કતરેલું છે.
દાનમાં આપેલ ગામ વહાઉલ ચોરાશી ગામના સમહમાં આવેલું છે અને તે ગામના નામને પહેલે અક્ષર ઘસાઈ ગયો છે, જ્યારે બાકીને ભાગ ધમૅણુક વાંચી શકાય છે.
૧ પ્રસિદ્ધ ઉખ ૫૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com