________________
गुजरात राष्ट्रकूट राजा गोविंद ३ जानां डभोईनां पतरां પ્રવેશથી પડતાં દુ:ખાથી તથા સર્વ રાજકીય અમલદારની દખલથી મુક્ત રાખીને ભગવટાને માટે મેં આપ્યું છે. જ્યાં સુધી જેન આચાર્ય એગ્ય રહેણીકરણી રાખીને આ ખેતરને ભાગવટો કરે અગર કરો, ખેડે અગર ખેડાવે અગર તે અથવા તેના વારસે બીજાને હસ્તક સેપે ત્યાં સધી કોઈએ પણ તેમાં હરકત કરવી નહિ. તેવી જ રીતે ભવિષ્યના રાજાઓએ પણ તેઓ
મારા કુળના હોય કે ન હોય તે પણ પોતે આપેલાં દાનની જ માફક તેને ગણીને તેનું રક્ષણ કરવાનું છે. તેમણે હંમેશાં યાદ રાખવું કે સમૃદ્ધિ સૌદામિનીની માફક ક્ષણભંગુર છે અને ભૂમિદાનનું પુણ્ય સર્વ રાજાઓને સરખે હિસ્સે મળે છે અને જીવન ધાસની અણી ઉપર રહેલા જલબિન્દુ જેવું અસ્થિર છે. અજ્ઞાનરૂપી અંધકારના પડદાથી પોતાનું મન આચ્છાદિત થવાથી જે કાઈ તે જમીન છિનવી લેશે અગર તે કાર્યમાં મદદ કરશે તે પાંચ પ્રધાન પાપે તથા પાંચ ગૌણ પાપને કરનાર થશે. અને વેદોની રચના કરનાર ભગવાન્ વ્યાસે કહ્યું છે તેમ
( આ પછી પ્રચલિત શાપના શ્લોકો આવે છે)
દર આ ખતન સ્વયં તપાસ્યું છે એવા દાતા પિતાના હસ્તાક્ષરમાં પોતાના અભિપ્રાય જણાવે છે કે આ (કેતર) મૂળ લેખ પ્રમાણે બરાબર છે. આ મારું પોતાનું જ, ઈન્દ્રરાજના પુત્ર શ્રી કકર્કરાજનું જ ખત છે. આ ખતને મુત્સદ્દો મેં દુર્ગભટ્ટના પુત્ર, ઉચ્ચ કુળના મુખ્ય પરરાષ્ટ્રમંત્રી નારાયણે લખેલા છે.
ગ્લો. ૪૯ પાપને તિરસ્કાર કરનાર અને બીજાં પાખંડોને, વજી પર્વતને નાશ કરે છે તે નાશ કરવામાં સફળ થાય છે તેવું જિનશાસન સર્વદા વિજયી થાય.
લે. ૫૦ જિને ઉપદેશેલો ધર્મ જયશાળી છે, છએ જાતનાં જીવન્ત પ્રાણુઓ તરફ સર્વદા દયાળુ છે અને દુનિયાના બીજા સર્વ ધર્મોના મુકુટમણિ તરીકે પ્રકાશે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com