________________
નં. ૧૨૫ ક કર્ક સુવર્ણવર્ષનું બ્રાહ્મણપલિનું દાનપત્ર
શક સંવત ૭૪૬ વૈશાખ સુદિ ૧૫ ઉપર સીલવાળી ગાળ કડીથી જોડાએલાં આ ત્રણ પતરાંઓ વડેદરાના રહીશ પાસેથી ખરીદવામાં આવ્યાં હતાં અને હાલ તે એરીયેન્ટલ ઈન્સ્ટીટ્યુટના પુસ્તકાલયમાં સાચવી રાખેલાં છે. ગુજરાત શાખાના કકક સુવર્ણવર્ષનાં અપ્રસિદ્ધ દાનપત્રો પિકીનું આ એક છે અને તે મુંબઈ ઇલાકા માટે નહીં પણ વડેદરા રાજ્ય માટે ઐતિહાસિક દષ્ટિએ અતિ ઉપયેગી દાનપત્ર છે. આ અને બીજાં આ રાજાનાં દાનપત્રમાં દાનમાં આપેલી જમીન તથા ગામડાંઓ વડેદર, રાજ્યની સરહદમાં આવેલાં છે અને તેમાંના કેટલાંક પ્રાચીન નામ અત્યારનાં ગામડાં સાથે સરખાવી શકાય છે.
પતરાં ૧૧ ઇંચ લાંબાં, ૮ ઈંચ પહોળાં અને આશરે 3 ઈંચ જાડાં છે અને લખાણના રક્ષણ માટે કેર જાડી રાખેલી છે. ત્રણે પતરાંને ઉપરના ભાગમાં વચમાં કાણું પાડેલ છે જેમાં ૩ ઇંચ જાડી અને ૪ ઇંચ વ્યાસની કડી પવેલ છે. પતરાં અને લખાણ સુરક્ષિત છે અને અક્ષરો સ્પષ્ટ રીતે કરવામાં આવેલ છે. પહેલા અને ત્રીજા પતરાની એકજ બાજુએ અને બીજા પતરાની બન્ને બાજુએ લેખ કોતરેલ છે. વલભીનાં પતરાંઓમાં હોય છે તેવીજ લિપિ આ પતરાંમાં છે. ભાષા અથથી ઇતિ સુધી સંસ્કૃત છે. શરૂવાતનું ચિહ્ન, પંક્તિ પર થી ૬૮ સુધીમાં દાનવિભાગ અને પંક્તિ ૭૭ થી ૮૦ સુધીને અંતને ભાગ સિવાય આખો લેખ પદ્યમાં છે. રાજા સુવર્ણવર્ષની તેમજ શ્રીમાન્ અમેઘવર્ષની સહીઓ જુદી લિપિમાં છે. અને તે ઉત્તર કરતાં દક્ષિણની લિપિને વધુ મળતી આવે છે. આમાંના કેટલાક કે ગુજરાત શાખાના રાજા કર્ક ૧ લાના નવસારીના દાનપત્રમાં અને ગુજરાત શાખાના રાજા ગેવિંદના કાવીના દાનપત્રમાં આવેલા છે. સીલ અને પતરાને તેલ ૯ રતલ છે.
જોડણી સંબંધી નીચેની વિશિષ્ટતા નોંધવા જેવી છે. (૧) અનુસ્વારને બદલે કંઠસ્થાની અનુનાસિકને ઉપયોગ (૨) ૧ ની પહેલાં બધી જગ્યાએ વિસર્ગનો સ કરી નાંખેલ છે. (૩) ૧ અને ૨ પહેલાં ૨ અને ૫ ને બેવડા લખ્યા છે. (૪) વિસર્ગ પછી ના આવે ત્યારે તેને જિહામૂલીય લખ્યો છે.
બેતાલીસ ગામડાંના માહિષક વિષયમાં આવેલું બ્રાહ્મણ પતિલકા ગામ દાનમાં આપ્યું તેને નેંધ આ પતરામાં કરેલ છે. તેની ઉત્તરે કવલેઇકા, દક્ષિણે લિજ્જવલિ, પૂર્વે નાબડ અને પશ્ચિમે ધાડિયપ્પ નામનાં ગામડાં આવેલાં છે. દાનની તિથિ વિગેરે નીચે મુજબ છે. શક સંવત્ ૭૪૬ ના વૈશાખ માસની પૂર્ણિમા જેને મહાવૈશાખપર્વન નામ આપેલ છે. તે દિવસે ઈ. સ. ની ૮૨૪ ની સાલ ૧૭ મી એપ્રિલ અને રવિવાર હોવાં જોઈએ. દૂતક દુગરાજ છે અને લેખક સાંધિવિગ્રહિક એટલે કે લડાઈ તથા સુલેહ ખાતાને અમલદાર નારાયણ છે. શ્રી જગતુંગદેવના પુત્ર શ્રીમાન્ રાજા અમેઘવર્ષદેવે આ દાનને સંમતિ આપી છે. અંતમાં દાતા કી રાજની તેમજ અધિપતિ અમેઘવર્ષની સહી છે.
-- —-- ૧ એ. ઈ. વો. ૨૨ પા. ૭૭ ડૉ. બી. ભટ્ટાચાર્ય ૨ જ. બ. છે. રે. એ. સે. વ. ૨૦ પા. ૧૩૫ ૩ ઈ. એ. જે. ૫ ૫ા. ૧૪૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com