________________
નં. ૫૯ અ. શિલાદિત્ય ૧ લાનું ભદ્રણયકનું દાનપત્ર
ગુ. સ. ૨૨ ચૈત્ર સુ. ૧૪ (ઈ. સ. ૬૧૦-૧૧). સ્વ. ૩. જી. કુન્હાની વિધવા પાસેથી, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમના ટ્રસ્ટીઓએ, ખરીદેલાં તામ્રપત્રો પૈકીનાં આ બે છે. તે ક્યાંથી મળ્યાં હતાં તે જાણવામાં નથી.
આ પતરાં ૧૧ ઇંચ લાંબાં અને ૮ ઈંચ પહોળાં છે. જાડા ત્રાંબાના વાળાથી તે બને સાથે બાંધેલાં છે. પતરાંની એક જ બાજુએ લેખ કોતરેલ છે અને પહેલા પતરામાં ૧૯ અને બીજા પતરામાં ૧૩ પંક્તિ આપેલી છે. આ શિલાદિત્યના વંશની સીલેમાં હોય છે તેમ સીલ ઉપર થી મદદ કતરેલ છે અને તે ત્રાંબાના વાળાના છેડા સાથે ચટાડેલ છે.
લેખ સંભાળપૂર્વક કોતરવામાં આવેલ નથી અને તેથી ઘણું ભૂલ રહી ગઈ છે. થડે ભાગ સંભાળપૂર્વક કરે છે, પણ બાકીનો ભાગ (પં. ૧૩ થી ૧૯) બહુ જ છીછરે કતરેલો છે. લેખ સંસ્કૃત ભાષામાં છે અને શાપાત્મક ત્રણ શ્લેકે સિવાય બાકી બધો ભાગ ગદ્યમાં છે. લિપિ સાતમી સદીમાં ઉત્તર હિન્દની પશ્ચિમ વિભાગમાં ચાલતી વપરાએલી છે.
લેખ શિલાદિત્ય ૧ લાના સમયને છે. તે ધરસેનને પુત્ર હતો અને ધરસેન ગુહસેનને પુત્ર હતા. તે બધા પરમ શૈવ હતા. છેવટના રાજાઓનાં બીજ દાનપત્રોની માફક આમાં પણ વંશાવલીમાં સેનાપતિ ભટાર્કના ચાર પુત્રનાં નામ છોડી દેવામાં આવેલ છે.
આ દાનપત્ર દેવીસરમાં મુકામ હતો ત્યારે ગુ. સં. ૨૨ ના ચૈત્ર સુદ ૧૪ ને દિવસે આપવામાં આવેલ છે, અને સંધિવિગ્રહિક દિવિરપતિ વત્રભષ્ટિએ ૩ લખ્યું હતું. દંતક ખરગ્રહ હતા, જે રાજાને નાનાભાઈ અને પાટવી કુમારની જગ્યાએ હાઈ શિલાદિત્ય પછી ગાદીએ આવેલ.
આ શાસનમાં લખ્યું છે તે મુજબ બાર વનસ્થલીમાં આવેલા ભટ્રેણિયક ગામમાં ૨૦૦ પારાવર્ત જમીન તે ગામમાંના સૂર્યમંદિરની પૂજા માટે આપવામાં આવેલી. આ બરસે પારાવર્તમાંથી સે પારાવર્ત ગામની પૂર્વ સીમમાં બ્રાહ્મણ પ્રભન્દત્તને મળેલી જમીનથી પૂર્વ તરફ, બ્રાહ્મણ રૂદ્રને મળેલી જમીનથી દક્ષિણ તરફ બરટિકા દડકથી ઉત્તરમાં, અને ગોપર વાટક ગામની સીમની સંધિથી પશ્ચિમ તરફ, આવેલાં હતાં. બાકીના સો પાદાવર્તની ચતુ સીમા આપેલી નથી, પણ ભક્ષક માટે પ્રથમથી જાદી કાઢેલી જમીન સૂર્યના મંદિરને બીજા એક ટુકડા સહિત આપેલી હતી. એમ લખેલ છે. આ જમીન પૂજા, સ્નાન, ગંધ ( ચંદન), પુષ્પમાલાં, દીવાને માટે તેલ, વાદ્ય ગીત, નૃત્ય, બલિચ વિગેરે માટે તેમ જ પાદમૂલના પ્રજીવન માટે તેમ જ દેવાલયના ખંડન, ફાટફૂટના જીર્ણોદ્ધાર વાસ્તે આપવામાં આવેલ છે.
‘આ દાનમાં આપેલાં સ્થળો જેવાં કે દેવી સરસ (૫. ૧) ભણિયક (. ૧૯૨૦,૨૨) બારવનસ્થલી(પ. ૨૨) નરટિકા દડક (૫. ૨૩) ગોખરવાટક (૫. ૨૩) વિગેરે ઓળખાઈ
શકાયાં નથી,
૧ એ. ઇ. . ૨૧ ૫, ૧૬ આર. ડીબેનરજી ૨ સ્વ. મી. બેનરજીએ ૨૯૦ વાંચેલ અને તે ઈ. ઈ. વો૨ પા. ૧૮ મે તે જ સાલ લખેલ છે. પરંતુ હું ૨૯૨ વાંચું છું તેથી શિલાદિત્ય ૧ લાની આ માં છેલ્લી સાલ મળે છેઆ અને ત્યારપછીના પરસેન ૩ જૂના ૩૦૪ ના દાન૫ત્ર વચ્ચેના ગાળામાં એકાદ રાનએ એટલે કાચ તેના ભાઈ પરગ્રહે રાજ્ય કર્યું હોય, એવો સંભવ છે. શિલાદિત્ય ૧ લાનાં ઘણું કાનપત્રોમાં તે દૂત તરીકે બાવે છે. અને તેનું એક દાનપત્ર પણ હમણાં મળી આવ્યું છે. ( ગર્વ. એપી.) ૩ આ વત્રભદિને કીન લીસ્ટ ન. ૧૩૪ માં વશભક્ટિ અને નં. ૧૩૪૯ માં વશમટ લખે છે. નં. ૧૩૩૭ માંનું વટપલદિ, ન. ૧૩૩૮ માંનું ચક્ષદ્ધિ અને નં. ૧૩૪૫ માંનું ચત્રભદ્ધિ એ બધાં વાંચન ખાટાં છે. અંદભટ્ટ તે વત્રભદિને પિતા, વભદ્રિ તેને દીકરા, કદભટ અને તેને દીકરે, અનહિલ એમ આ કુટુંબની ચાર પેઢીએ ઉત્તરોત્તર મિત્રકુટુંબના આઠ પાનના સમયમાં લડાઇ ખાતાના અધિકાર ભોગવ્યો હતો. (ગવ. એપી)૪ લવ પછીનાં બે ટપકાંને ૨ વાંચીએ તો જમીનના બને ટકડા મળી પાદાવ7 જમીન થવી જોઈએ. (તંત્રી) ૫ આ મંડળને માટે વપરાએલું દેવું જોઇએ જૂનાગઢ પાસે વંથળ ગામ છે તે કદાચ હોય પણ તેનું જૂનું નામ વામનસ્થળી હતું (તંત્રો) ૬ બટુક, ભદ્રાણુક ગામડા તરફ જ રસ્તો અને આદિત્યની માલીકીને કુવો. એ બધાં આજ રાજનાં સં. ૨૯૦ ના ઢાંના તામ્રપત્રમાં આપેલાં છે, તેથી આ બન્ને દાનપત્રોમાં સૂચવેલી જમીન પાસે પાસે હોવી જોઇએ, એમ અટકળ કરી શકાતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com