________________
પુરવણીના લેખો
નં અ. જીવદામનું ૧ લાને જૂનાગઢમાંથી મળેલા શિલાલેખ - ઈ. સ. ૧૯૧૯ ના ચમાસામાં જૂનાગઢના કિલ્લાના મથાળા ઉપર કામ કરતા કેટલાક મજુરોને આ શિલાલેખ મળ્યું હતું. સ્ટેટ એજીનીઅર મી. એસ. બ્રેકફેકસે આ પત્થરને ઓફીસમાં મૂકાવ્યું અને તેની છાપ મોકલીને આકઓલોજીલ ખાતાને ખબર આપી. હવે તે પત્થરને જૂનાગઢમાંના બહાદુરખાનજી મ્યુઝિયમમાં રાખવામાં આવેલ છે અને ત્યાંથી લેખને પ્રસિદ્ધ કરવા માટે સારી છા૫ લાવવામાં આવી.
લેખ ભારે શિલા ઉપર અને ૩૧ ઇંચ લાંબી અને ૧૦ ઇંચ પહાની સપાટી ઉપર કારેલ છે. તે બે પંક્તિમાં છે અને બન્ને પંકિતના શરૂવાતના તથા છેડાના ભાગ ખંડિત થયેલા છે. પહેલી પંક્તિની શરૂવાત ક્ષત્રના શબ્દથી થાય છે અને અંતે ૧૦૦ નું ચિહ્ન છે. બીજી પંક્તિ કેઈ વિશેષ નામથી શરૂ થાય છે અને છેવટે પુત્ર શબ્દ છે. પંક્તિની લંબાઈ ૩૦ ઇંચ છે અને અક્ષરની ઉંચાઈ સરેરાસ ૨ ઇંચ છે. લખાણું ઉપરથી અટકળ થાય છે કે મૂળ પક્તિઓ વધારે લાંબી હેવી જોઈએ. આ પત્થર પાછળથી ચણતરકામમાં વપરાએલે હવે જોઈએ અને લેખવાળે ભાગ નીચે હોવાથી તેમાં ઈંટને ભૂકે અને ચુનાનું બનાવેલું પ્લાસ્ટર ભરેલું હતું. બીજી પંક્તિની નીચેની પંક્તિઓ પત્થર કાપે ત્યારે ગુમ થઈ હોવી જોઈએ.
લેખની લિપિ, ઈ. સ. ના બીજા સકામાં પશ્ચિમ હિન્દમાં વપરાતી અને અોના રૂદ્રદામન ૧ લાના લેખોમાં છે તેવી જ છે. ૧ અને ૨ના નીચેના ભાગે ડાબી બાજુ વળેલા છે. ૨ ના ઉભા ત્રણ લીટા અને ના ઉભા બે લીટા સરખા લાંબા છે. ૨ અને મ ના નીચેના ભાગ ત્રિકણું આકારના છે. 1 ના બન્ને ઉભા લીટા સરખી ઉંચાઇના છે. શ ને નીચેના ભાગ જમણી બાજુએ લંબાએલે છે. ક્ષત્રપથ માંના માં આડી લીટી જમણી બાજુની ઉભી લીટી સાથે જોડાએલ છે જ્યારે વર્ષોમાં બન્ને ઉભી લીટી સાથે જોડાએલ છે.
લેખ ગદ્યમાં છે અને ભાષા સંસ્કૃત છે. તે ખંડિત હોવાથી લેખને આશય સમજી શકાતે નથી. જ્યાં સંવત લખ્યો છે તે ભાગ સુરક્ષિત નથી, તેથી ૧૦૦ ના ચિહ્ન સિવાય બીજું કઈ વંચાતું નથી. લેખમાં જીવરામનો ઉલ્લેખ છે પણ તેના ઈલ્કાબ વિગેરેના વર્ણનવાળો ભાગ ગુમ થયો છે. તેથી વંશાવળીમાં તેનું સ્થાન નિર્માણ થઈ શકતું નથી. તે ક્ષત્રપ હતો એટલું જ કહી શકાય છે. કાઠિયાવાડમાં બે જીવદામનું જાણવામાં આવેલ છે, જેમાં પહેલો રૂદ્રદામનને પૌત્ર અને દામજડથી પહેલાનો પુત્ર શ. સં. ૧૦૦ થી ૧૧૮-૧૯ સુધીમાં સત્તામાં હતું એમ તેના શિકકા ઉપરથી માલુમ પડે છે, જ્યારે બીજે જીવદામન જે સ્વામિ જીવદામન તરીકે ઓળખાય છે તે તેના દીકરા રૂદ્ધસિંહ બીજાના શ. સં. ૨૨૭ લગભગના શિકકા ઉપર આપણને મળે છે. ચણન અગર રૂદ્રાસિંહ ૧ લાના સીધા વંશની સમાપ્તિ બાદ તે ગાદીએ આવ્યો હોય એવો સંભવ છે. લિપિ ઉપરથી મારો મત એ છે કે આ લેખમાં જીવદામન તે પહેલે જીવદામન હોવો જોઈએ. આ લેખમાંની બીજી પંક્તિમાં આ ચાર વિશેષ નામો આપેલાં છે []જા, વાસ્તુનંદિક, વર્તુર્મા, અને રામ, બીજી પંક્તિના છેલા શબ્દને પુત્રો ] વાંચીએ તે આમાંની પહેલી ત્ર વ્યક્તિઓ ના ના પુત્રો કલ્પી શકાય. આ ત્રણ ભાઈઓએ કરેલા ધર્મકાર્ય અગર બાંધેલા મકાનની યાદગીરી કાયમ રાખવા આ લેખ લખાએલો હોવો જોઈએ.
૧ એ. ઈ. વ. ૧૮ પા. ૭૩૯ સ્વ. આર. ડી. બેનરજી લેખ ૫૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com