________________
धरसेन २जार्नु दानपत्र
ભાષાન્તર ( દાવિભાગનું) ( પ. ૨૨) ... ધરસેન કુશળ હાઈને બધા આયુક્તક, વિનિયુક્તક, દ્રાફિક, મહત્તર, ચાટ, ભટ, શૌકિક, ચાટ, ભટ, બીજ લાગતાવળગતાને આજ્ઞા કરે છે કે –
(૫. ૨૩) તમને માલુમ થાય કે મારાં માતાપિતાના પુણ્ય માટે અને આ દુનીયામાં તથા પરલોકમાં ઈચ્છિત ફળ મેળવવા માટે (સંક૯૫ના) જળ સહિત બ્રાદેય તરીકે નીચેનું દાન કર્યું છે. મદસરની દક્ષિણ સીમામાં ૫૦ પાદાવર્ત અને વીરપુત્રની ઉત્તર સીમામાં સાઠ પારાવ જમીન બહુવૃચ શાખાના કરાડી ગોત્રના બ્રાહ્મણ કુદ્રને અને પૃથપુત્ર ઇશ્વરદેવ સેનકની પશ્ચિમસીમામાં પ૦ પારાવ(તે જ માણસને)અને છેલ્લાં બે ગામડાંમાંથી બહુવૃચ શાખાના, વાલમ્બા, યન ગોત્રના દસિલને ૮૦ પાદાવર્ત જમીન આપી છે. (અને તે) ઉદ્વેગ, ઉપરિકર, વાવ, ભૂત ધાન્ય, હિરણ્ય, અને આદેય સહિત વેઠના હક સહિત, કઈ પણ રાજપુરૂષની દમ્બલ રહિત
મિછિદ્ર ન્યાયથી, અને તેઓ બલિચરૂ, વૈશ્વદેવા, અગ્નિહોત્ર અને અતિથિ(સત્કાર )એ પાંચ મહાયજ્ઞ કરે તેટલા માટે અને ચંદ્ર, સૂર્ય, સમુદ્ર, નદી, અને પૃથ્વીની સ્થિતિ સુધી ટકે તેવી રીતે અને પુત્ર અને પત્રથી ભેગવાય તેવી રીતે આપેલ છે.
, (. ૨૯) બ્રહ્મદેયની શરત મુજબ તે ભાગવે, ખેડે, ખેડાવે અગર બીજાને આપે તેમાં કાઈએ આડે આવવું નહીં. લક્ષમી નિત્ય નથી, જીવન ક્ષણિક છે. અને ભૂમિદાનનું ફળ અને મળે છે, એ વિચાર કરીને આ મારા દાનને મારા વંશના ભવિષ્યમાં થનાર રાજાઓએ અનુમતિ આપવી ને પાળવું. આ દાન પડાવી લે, અગર પડાવી લેવામાં સંમત થાય તેને પાંચ મોટાં અને બીજ નાનાં પાપો લાગશે.
(૫, ૩૨) અને ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે–શાપના શ્લેકે – (૫. ૩૫-૩૬) આ લેખ સંધિવિગ્રહના અધિકારી કન્દ ભટે લખ્યું છે. સં. ૧૫ર વિશાખ વદિ ૧૫ આ મારા શ્રીધરસેનના હરતાક્ષર છે. દૂતક ચિરિ (હતી.
લેખ પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com