________________
आषुप र्वतपर अचलेश्वर महादेवना मंदिरना मठमांनो लेख
૮૨ સમરસિંહ રાજાએ આયુષને વાયુ તથા વીજળી સરખું ચલાયમાન જોઈને અચળેશ્વરને સુવર્ણને ઉંચો ધ્વજસ્તંભ કરાવ્યું. (આ લેકમાં કર્તરી પ્રયાગ છે, પરંતુ અર્થની અનુકૂળતા માટે ભાષાન્તરમાં કર્મણીપ્રચાગ લખે છે.) ૫૪
શંકરનાં વ્રતોએ કરીને (વ્રત પાળીને) અનાદર માત્રમાં ઉખેડી નાંખેલ છે સંસારનું બીજ જેણે એ, ભાવાગ્નિ નામે સ્થાનાધીશ (સ્થાનકન સ્વામિ) પૂર્વે આ મઠમાં હતું. તે ૫૫ છે - પરસ્પર વૈરના ત્યાગ કરીને શુદ્ધ દેહવાળા, સ્નેહમાં બંધાએલ છે હદય ( મન ) જેમનું ( અને ) મનુષ્યમાં દયાવાળા, સારી રીતે જાણેલ છે મેક્ષને કરનારું ( આપનારું ) તત્વ જેમણે એવા થકા સિંહ તથા હાથીઓ આદિ જી આ મઠની પાસે તપશ્ચર્યા કરે છે. તે પ૬ .
તે ભાવા અગ્નિને નિષ્ઠા(તત્પરતા )વાળે ભાવશંકર નામે શિષ્ય શિવજીના સાયુજ્ય(સ્વદેહે મેળાપ)ના લાભ માટે દુખે કરી શકાય એવું તપ કરે છે. આ પ૭ |
- આબુ પર્વતમાંથી ઉત્પન્ન થયેલાં, ફળ અને ફૂલની સમૃદ્ધિને સદાકાળ ધારણ કરનાર આ વૃક્ષે, નાશ પામેલ છે વિષયવાસના જેમની એવા પુરૂની ઉત્તમ એવી નિયમ વિષેની નિષ્ઠાને બીજા મુનિએમાં ઘણાક પ્રકારે કરીને સૂચના કરે છે. (વિષયસુખનો ત્યાગ કરનારા મુનિઓ જેવા દઢ નિયમો પાળે છે તેવા તમે ઈતર પુરૂષો પણ અમારી જડ એવાં વૃક્ષોની વૃત્તિને જોઈને શીખે, એમ દેખાડે છે.) ૫૮ છે
સમરસિહ રાજાએ ભાવશંકરના ઉપદેશથી સુવર્ણના દંડ સહિત મઠ, આબુ પર્વતમાં કરાવ્યા, પ૯
એકલિંગ ગામમાં ત્રિભુવન(સ્વર્ગ, મત્સ્ય અને પાતાળ લેક)માં પ્રખ્યાત એવા શ્રી સમાધીશ ચકસ્વામિ(શ્રી એકલિંગજી)નાં શિવાલયોના સમૂહમાં પ્રિય પટનો પુત્ર જે વેદશર્મા પ્રશસ્તિ કરનાર હતા, તે ચિત્રકેટમાં રહેનાર નાગર જ્ઞાતિના બ્રાહ્મણ-દશર્માએ સર્વ વિદ્વાનોના મનને હરનારી અને પ્રકાશિત ગુાએ કરીને ઉજજવળ એવી, આ પ્રશસ્તિ કરી. ગ ૬૦
ભગવાન અચળેશ્વર જ્યાં સુધી આબુપર્વતના સંગને ધારણ કરે ત્યાં સુધી વાંચનારા કવિઓને આ પ્રશસ્તિ આજીવિકારૂપ થાઓ. ૬૧
આ ઉજજવળ પ્રશસ્તિ શુભચંદ્ર લખી (અને) બુદ્ધિમાન શલાટ કમ્મસિંહે કતરી. દૂર છે (વિક્રમ) સંવત ૧૩૪૨ ના વર્ષમાં માગશર સુદ ૧ ને જ પ્રશસ્તિ કરી.
(ઇતિ ભાષાન્તર )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com