________________
નં. ૨૫૬ મેહર રાજા ઠપકનો હાથસણીનો લેખ
સં. ૧૩૮૬ આષાઢ ૭ સોમવાર કાઆિવાહમાં ગોહિલવાડ પ્રાન્તના પેટા તાલુકા ઉંડ સર્વેયામાં સવૈયા રાજપૂતોની માલીકીન એક ખંડણીયું સંસ્થાન હાથસણી છે. હાથસણ ગામ લાંચ ડુંગરાની તળેટીમાં પાલિતાણાથી નૈઋત્ય દિશામાં આશરે તેર માઈલના અંતરે શેત્રુંજી નદીના કિનારા પર ઉત્તરમાં આવેલું છે. હાલનો લેખ હાથસણીમાંથી પ્રાપ્ત થએલી એક શિલા ઉપરથી લીધેલ છે. અને હમણું ભાવનગરના સંગ્રહસ્થાનમાં રાખેલ છે.
શિલા ચાર ખંડમાં ભાંગેલી છે. પરંતુ તેથી કરીને લેખને કઈ પણ ભાગ નાશ પામે નથી, સિવાય કે પંકિત ૮ માં બે અક્ષર, પંકિત ૧૩ મીમાં પાંચ-(જે બહુ અગત્યના જણાતા નથી)- અને ૫. ૧૭ માં તિથિને ત્રીજે આંકડે નાશ પામેલ છે, જો કે તારીખને નષ્ટ થયેલો અંક તે જ પંકિતમાં શબ્દોની સંખ્યાથી પૂર્ણ થયેલ છે.
લેખને વિસ્તાર આશરે ૧૬ પહોળી અને ૧-૨ ઉંચી જગામાં છે. અક્ષરનું સરાસરી ક્ટ ” જેટલું છે. લિપિ દેવનાગરી લેખના સમયને અનુસરતી છે.
. ફલીટની નેંધ – આ લેખ ખાસ જાણવા લાયક હોવાનું કારણ એ છે કે તેમાં મૈત્રકના હાલના પ્રતિનિધિ મેહરે અથવા મેરની જાતિને ઐતિહાસિક હેવાલ છે. આ જાતિનું મૂળ નામ મિહિર હતું. મિહિર લોકો, હુણ લોકોની એક શાખા હતી. હુણ લોકોએ તારામાણુ અને મિહિર કલની આગેવાની નીચે પ્રથમેના ગુપ્ત રાજાઓની સત્તાને અંત આણ્યો, અને કાઠિવાડ તથા ઉત્તર હિંદના બીજા ભાગમાં પિતે વસી રહ્યા અને પછી તેઓને સેનાપતિ ભટ્ટારકે કાઠિઓવાડમાં જિતી લીધા હતા. તેમના સંબંધી અન્ય લેખેમાં પણ ઉલ્લેખ મળી આવેલો છે. શક સં. ૭૮૯ (ઈ. સ. ૮૬૭–૬૮) નાં બગમ્રા દાનપત્રની ૪૫ મી પંકિતમાં ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા ધ્રુવ ૩ જાએ મિહિર નામના એક રાજાના પરાજય કરેલા જણાવવામાં આવે છે. તેવી ચૌલુક્ય રાજા ભીમદેવ ૨ જાનાં વિ. સં. ૧૨૬૪ નાં ટિમાણ દાનપત્રમાં બે મેહર રાજાઓ નામે જગમલ્લ અને આનનાં નામનો ઉલ્લેખ છે. આપણે લેખ મેહર રાજા ઠપક અથવા ડેવક(વિ. સં. ૧૩૮૬)નો ઉલ્લેખ કરતું ત્રીજું પ્રમાણ છે. આ જાતિનું ચોથું પ્રમાણ કાઠિયાવાડના અરિકામાં શિયાળબેટ પર ગોરખમઢી નામના સ્થાનમાં એક જૈન મૂર્તિના સ્થાનક પરના ટુંક લેખની અંદર છે. મેર અથવા મેહર લેકે હાલમાં કાઠિયાવાડની એક બહુ અગત્યની જાતિ ગણાય છે. અને ઘણું જ પ્રાચીન સમયથી જેઠવા રાજપૂતોની સાથે પિતાને જોડાયેલી હોવાનું જણાવે છે. મેહર લેકેનું બીજું વસવાટનું સ્થાન રાજપૂતાના છે. દિલ્હીની પડોશમાં આવેલા મેહરેલી નામના ગામડામાં પણ તેમની નિશાનીઓ મળી આવે છે. સિંધમાં પણ આ જાતિને બહુ વહેલા સમયમાં વસવાટ હોવાને સંભવ છે.
છે. બે
, ૧૫ પા, ૩૬૦ વિજયશંકર ગૌરીશંકર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com