________________
निकुम्भलशक्तिनुं बगुम्रानु दानपत्र
ભાષાન્તર છે ! પૂર્વ દિશા રૂપી સરોવરનું પંકજ, આકાશસાગરનું મ( આકાશ) વિદ્રમપલવદૈવી રક્ત જપાનું નવ કુસુમ જેવું રવિમંડલ તમને જય અપે. !
(પંક્તિ ૧) સ્વસ્તિ ! વિનાશમુક્ત, મેરૂ પર્વતની મહાન અને સ્થિર રચનાવાળી જેની મહાન ખ્યાતિ સ્વયં વિકસેલી છે, તે એક જાતિમાં, ચતુર્દત ગજગ્યુહના પ્રબળ હુમલા કરીને, વિજય પામનાર, શત્રુગને વિજેતા, પિતાના બાહુબળથી ભૂમિમંડળ પ્રાપ્ત કરનાર, નમન કરતા સામંતના શિરમુગટ જેના પાદપદ્મનું ઘર્ષણ કરતા, રાજચાતુર્ય, વિનય, સત્ય, શૌચ, સદાચાર, દમ, દયા, દાન, શ્રી અને સંપર્સંપન્ન નરપતિ શ્રીમાન્ ભાણુશકિત હતે.
(પંક્તિ ૬) તેને પુત્ર અને પાદાનુધ્યાત શ્રીમાન નરપતિ આદિત્યશક્તિ હતું તે નિર્મળ શરદુ શશીમંડલ જે નિષ્કલંક યશસ્વી હત; જે સદા ઉદયશાલિ હોવાથી અને જેની આસપાસ અનરક્ત મંડલ હાઈ નિત્ય ઉદય પામતા અનુરક્ત મંડલવાળા સૂર્ય સમાન લાગતા હતા: સમસ્ત પ્રજા જેની લમીને અભિલાષ અને ઉપભેગ કરતી હોવાથી જે ક૯પદ્રમ જે હતા; અને જે બલવાન રાજ્ય પાસેથી ખંડણી લેવાથી બલિનું રાજ્ય પડાવી લેનાર જનાર્દન જે હતું અને જેની લક્ષમી શત્રુરાજ સાથે જોડાએલી હતી.
(પક્તિ ૯) તેને પુત્ર અને માદાનુધ્યાત શ્રીમાન , દક્ષિણ (જમણું ) દંડ સમાં બાહુથી પૃથ્વી પાલન કરવા સમર્થ, જલભરેલાં વાદળ વિખરાઈ જઈ નિર્મળ થએલા ગગનમાં શરદ્દ ઈન્ફરિણથી ઉજવલ યશવાળે, ગંભીર, બુદ્ધિશાળી, દેવો, બ્રાહ્મણો, અને ગુરૂઓથી ઉપભેગ થતી લહમીવાળે, શત્રુઓને ભવના પુત્ર જેમ અવગણનાર, શત્તિ માફક રાજ્યપ્રાપ્તિ કરનાર, સર્વોત્તમ સમદ ઝુલતા માતંગ જેવી ગતિવાળા અર્જુન જેમ સર્વ યુદ્ધમાં વિજયી, સર્વદા પરાક્રમ અને બળથી શત્રુ સંહાર કરનાર, કામદેવ જેમ યુવતિજનેનાં નયનને અનુરંજક (અનુરજનાર ), શ્રીમાન પૃથ્વીવલ્લભ નિકુભલ્લશકિત સર્વ રાજા, રાજસ્થાનીય, ધરણીય (પગી), દડપાશક (પોલીસ) દૂત, ગમગમિક, સૈનિક, સેવકો વિગેરે બ્રાહ્મણેત્તર વણિજને અને અન્ય વિષયના રાજકર્તા, રાષ્ટ્ર અને ગામડાંના સરદાર, આયુક્તક, મહત્તર અને અધિકારી આદિને જાહેર (આજ્ઞા) કરે છે કે –
(પંક્તિ ૧૮ ) તમને જાહેર થાઓ કે ભૂમિદાનને પરલોકમાં સંબંધ અંગીકાર કરીને અને તેને મહાઅર્થ શ્રવણ કરીને મારા અને મારાં માતપિતાના પુયયશની વૃદ્ધિ માટે યણણ આહારમાં આવેલા વિષયમાં બલિસ ગામ યાવચેંદ્ર, સૂર્ય, સાગર અને પૃથ્વીના કાળ સુધી, પુત્ર, પ્રપૌત્ર અને તેમનાં સંતાનના ઉપલેગ માટે, ભૂતવાતપ્રત્યાય સહિત, ઉદ્રડ સહિત અને ત્યાં નહીં વસતા ખેડુતોના કર સહિત, સર્વ આદાન, દિય, વેઠ, પ્રાતિભેદિક અને સૈનિકોના પ્રવેશમુક્ત, ખેડવા અગ્ય જમીનના નિયમાનુસાર, ભાદ્રપદ પુનમે વિજય. અનિરૂદ્ધપુરીના વતની ભારદ્વાજ ગોત્રના વાજસનેયિ(યજીવૈદ )ના માર્બોદિનના અભ્યાસી અ૫ સ્વામી દીક્ષિતને બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને બીજી વિધિના ખર્ચ માટે મેં પાણીના અર્થે સાથે દાન આપ્યું છે. આથી અમારા વંશના કે અન્ય ભાવિ રાજાઓએ, સંસારનું અસ્તિત્વ નલ (બરૂ ), વેણું (વાસ) અથવા કદલીના સાર જેવું જાણી, જીવનને પાણીના પરપોટા સમાન ગણું, અને યૌવન શારદૂકુસુમ જેમ કરમાઈ જાય તેવું છે, રાજસત્તાગિરિ નદીની માફક જતી રહે છે, અને રાજ્યલક્ષમી પ્રબળ પવન સામે અશ્વત્થ પર્ણ જેવી ચંચલ છે તેમ માની, આ દાનને અનુમતિ આપીને તેનું પ્રતિપાલન કરવું જોઈએ. પણ જે ગાઢ તિમિરના અંધકારમાં ઘેરાએલા ચિત્તથી દાન પાછું લેશે અથવા તેમ થવા દેશે તે પંચ મહાપાતકી થશે. અને ભાગવત પરાશરના પુત્ર વેદ વ્યાસે કહ્યું છે કે . . . .. • • • • • • •
(પતિ ક૭) સંવત ૪૦૬ ના ભાદ્રપદ શુકલપક્ષ ૧૫ દિને આ દાનને દૂતક શ્રી વલ્લભપ્રશ્ય છે. મહાબલધિકારી ( મહાસેનાપતિ ) માસમની આજ્ઞાથી તેના નાના ભાઈ સંધિવિશ્રાધિકારી દેવદિથી દાનપત્ર લખાયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com