________________
નં. ૨૩૪ કનોજના મહેન્દ્રપાલના સમયમાં બલવર્મનનાં
ઉનામાંથી મળેલાં તામ્રપત્રો
વલભી એ પ૭૪ માઘ. સુ. ૬ ઈ. સ. ૮૭ કાઠિયાવાડની દક્ષિણમાં જુનાગઢ સ્ટેટ તાબેના ઉના ગામમાંથી મળેલાં આ તામ્રપત્રને ફોટોગ્રાફ મી. ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ ૧૯૦૪ માં મેક હતો. કનોજના મહેન્દ્રપાલના સમયનું આ દાનપત્ર છે અને ચાલુક્ય વંશના તેના ખંડિયા રાજ બલવર્મને સૂર્યના મંદિરને દાન આપ્યાની તેમાં હકીકત છે. તે વલભી સંવત ૫૭૪ નું, એટલે ઈ. સ. ૮૯૩ ની સાલનું છે.
આનાં પતરાં બે છે અને બન્ને એક બાજુએ કેરેલાં છે. તેમાં ૩૬ પંકિત નાગરી લિપિમાં સુરક્ષિત સ્થિતિમાં છે. ભાષા સંસ્કૃત અને સરલ છે. પણ પં. ૧૭ માં રેવેન્યુ ખાતાને પારિભાષિક શબ્દ છે જેને અર્થ હું કરી શક્તા નથી. પં. ૭-૯માં લક્ષ્મી ચંચલ છે. ઈત્યાદિ બે શ્લોકમાં આપેલ છે. અને પં. ૨૨ થી ૨૯ શાપ સૂચવતા ૬ કે છે. સિવાયના બધા ભાગ ગદ્યમાં છે.
પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર ભેદેવનાં ચરણનું ધ્યાન કરનાર ૫. મ. ૫. મહેન્દ્રાયુધદેવને ખંડિયે રાજા મહા સામન્ત બલવર્મન જે ચાલુક્ય વંશના અવનિવર્મન (૧ લા) નો દીકરો હતો અને જેણે પાંચ મહાશબ્દ સંપાદન કર્યા હતા તેણે દાનમાં જમીન આપી તે સંબંધી આ લેખ છે. નક્ષિસપુરમાંથી બલવમેન બધા અધિકારી તેમ જ બીજાઓને જાહેર કરે છે કે માધ સુદિ છઠ ને દિવસે અપવાસ કરીને પિતાના બાહુ બળથી મેળવેલ નક્ષિસપુર ચોરાસીમાંનું જયપુર ગામ કસુવારિકા નદીના કાંઠા ઉપર આવેલા તરૂણાદિત્ય નામના સૂર્યના મંદિરને અાપ્યું છે. તે ગામની સીમા નીચે મુજબ છે. પૂર્વમાં સીહવાહલક ગામ દક્ષિણમાં રાજ્ય સ્થ ]લ ગામ પશ્ચિમે પિઢિલક ગામ અને ઉત્ત , લુક (અંબુલક) ગામ આવેલાં છે. આ દાન ચાલુ રાખવા માટેની ચાલ સૂચના તથા શાપાત્મક લેકે આપ્યા બાદ બાર સાક્ષીઓનાં નામ આપેલ છે, જેમાંના ચાર બ્રાહ્મણ ચાર વૈશ્ય અને ચાર મહત્તરો હતા. ત્યાર બાદ લેખકનું નામ આપેલ છે, જે બરાબર વાંચી શકાતું નથી અને પછી તિથિ વલભી સંવત ૫૭૪ માઘ સુદ છઠ અંકમાં તેમ જ દશાંશમાં આપેલ છે. લેખની અંતમાં સ્વહસ્તે શ્રી વ(બ)લવર્મણ અને વહસ્તઃ શ્રી ધીઈક એમ સહીઓ આપેલ છે. બીજા સ્વહસ્તની પહેલાં કાંઈ ચિહ છે; જે ધીઈકની સહી હશે. આ ધીઈક કણ હવે તે આ લેખમાંથી જણાતું નથી, પણ અવનિવમાં બીજાના વિ. સ. ૯૫૬ ના તામ્રપત્રમાંથી એમ અટકળ થાય છે કે મહેન્દ્રપાલને તે મેટા અધિકારી હે જોઈએ, જેની સહી દાનમાં જરૂરની ગણતી હોવી જોઈએ.
૧ એ. ઈ.
. ૯ પા. ૧ પ્રો. એક કીલોને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com