________________
ન, ૨૩૧ નિકુમ્ભલ્લશક્તિનું બગુસ્રાનું દાનપત્ર (ચેદી ) સં. ૪૦૬ ભાદ્રપદ સુ. ૧૫
ઈ. સ. ૬૫૪–૫૫ નીચે જણાવેલું બગુઝાનું નિકુમ્ભલ્લશક્તિનું દાનપત્ર મી. ફલીટે લીધેલી સાહીની છાપ ઉપરથી તૈયાર કરવામાં આવ્યું છે.
ધાનપત્ર બે તામ્રપત્રોપર કોતરવામાં આવ્યું છે, જે તામ્રપત્રો હાલ બ્રિટિશ મ્યુઝીયમમાં છે અને જેનું માપ દરેકનું ૭ ૫ છે. કાંઠા ઉંચા વાળેલા છે. પહેલા પતરાની નીચેની પહોળી બાજુએ અને બીજા પતરાની ઉપરની બાજુએ બે કાણુઓ છે જે દર્શાવે છે કે બન્ને પતરાં બે કડીઓથી જોડાએલાં હતાં અને તે કડીઓ ગુમ થઈ ગઈ છે. અંદરની બાજુએ જ પતરાં કતરેલાં છે. પહેલા પતરામાં ૧૯ પંક્તિઓ અને બીજામાં ૨૦ પંક્તિઓ છે. કેતરકામ ઘણું જ ખરાબ રીતે કરેલું છે. અક્ષરે ગુર્જરરાજા જયભટ ચેથાનાં કાવી અને નવસારીનાં પતરાંના અક્ષરને લગભગ મળતા આવે છે.
દાનપત્રને હેતુ વિજયાનિરૂદ્ધ પુરીના રહીશ શુકલ યુજુર્વેદની માધ્યન્દિન શાખાના અનુયાયી અને ભારદ્વાજ શેત્રના બમ્પ સ્વામી દીક્ષિત નામના બ્રાહ્મણને યણું હારમાં આવેલું બલિસ ગામ દાનમાં આપ્યાની નોંધ લેવાને છે. દાતા શ્રી પૃથ્વીવલ્લભ નિકુભલશક્તિ સેન્દ્રક રાજા હતા.
યણ એ હાલનું બારડોલી નજીક તેન ગામ છે તેજ છે અને બલિસ તે હાલનું તેનાથી અગ્નિકેણુમાં આવેલું વનેસ ગામ છે. આ બન્ને સ્થાન પતરાંનું ઉપલબ્ધિસ્થાન બગુમ્રાથી બહુ દૂર નથી. વિજયાનિરૂદ્ધ પુરી ઓળખાવવાને હું સમર્થ નથી.
ઉપરનાં ગામોની ઓળખાણ પરથી એટલું ચેકકસ થાય છે કે પૃથ્વીવલ્લભ સેન્દ્રક રાજા નિકુભલશક્તિની દક્ષિણ ગુજરાતના અમુક ભાગ પર રાજ્ય સત્તા પ્રવતી હતી.
૧ ઈ. એ. વ. ૧૮ પા. ૨૬૫ છે.
બ્યુલહર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com