________________
१२
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર
પં. ૧ ૐ સ્વસ્તિ પ્રકૃષ્ટ કર્માંના આરમ્ભમાંથી ઉદ્ભવેલા અભ્યુદયથી સર્વ શત્રુએને નમાવનાર, અનેક સમરેામાં અંતે સેંકડોવાર વિજય પ્રાપ્ત કરનાર, અને બહેાળા યશ અને કીર્તિરૂપી અલંકારથી ઘેાભાયમાન અન્વયવાળા ગાલક વંશમાં, દીન, અનાથ, આશ્રિત, અર્થ, અન્ધુજને થી જેના વૈભવ લાગવાતા હતા તેવા, વૃક્ષની પેઠે અક્ષીણુ ફૂલ અને છાયાવાળા ડાવાથી એકાંત પાપકારી; પ્રશસ્ત લક્ષ્ય અને લક્ષણુવાળા, શાન્ત, શત્રુએ જેના નાશ પામ્યા છે તેવા, અક્ષીણ કુશલ આશયવાળેા અને યુધિષ્ઠિર પેઠે અસાધારણ ધર્મસેતુ એવેશ્રી સેનાપતિ વરાહદાસ ઉત્પન્ન થયા.
પં. હું તેના પુત્ર સામન્ત મહારાજ ટ્ટિર હતા, જે દશરથાદિ રાજાઓનાં જેવાં રિતવાળા હતા, જે નય, વિનય, દમ, દયા, દાન, દાસ્ય, દાક્ષિણ્ય અને ઉત્સાહ સંપન્ન હતા, જેની બુદ્ધિ મનુ વગેરેએ રચેલી સ્મૃતિઓનાં અવગાહનથી વિશુદ્ધ થએલી હતી, જે ધીર હતા, સ્વબાહુબળથી અરિરૂપી અંધકાર જેણે દૂર કર્યાં હતા, જે પોતાના કુલરૂપી આકાશમાં કળાવાળા અને નિર્મળ ઇન્દુ સમાન હતા, અને જે નિર્મળ ગુણેના વિભૂષણ રૂપ હતા.
૫. હું તેના નાના ભાઈ સામન્ત મહારાજ વરાહદાસ હતા જેણે પ્રતિદિન અનેકવિધ ધર્માચ્છુના પ્રવાહને એકઠા કરીને કલિના પ્રતાપને દાખી દીધા હતેા; જે સતત એક ખીજાને વિરોધ ન કરે તેવા ધર્મ, અર્થ અને સુખ પ્રાપ્ત કરવામાં નિપુણ હતા, જેણે કુષ્ણુ પેઠે નિરંકુશ પરાક્રમથી દ્વારકાના રાજાને હરાબ્યા હતા, અનેક દેવાયતન, સભાએ, પ્રપા, બગીચાએ, મુસાફરખાનાંઓ તથા વિદ્વારા બંધાવવાથી કલિયુગમાં પણ કૃતયુગના ધર્મને જે અવલમ્બી રહેલા હતા, અને જે પરમ ગુરૂભક્તિવાળા, પરમ બ્રહ્મના શરણવાળા અને પરાપરના જ્ઞાનવાળા હતા.
પં. ૧૦ તેના પુત્ર ભયંકર માટી લડાઈઓમાં શત્રુએના નાશથી ટ્વિગન્ત વ્યાસ અનેક યશ વાળા, મધુર, લલિત, ઉદાર, ધીર, ગમ્ભીર, વલ્ગુ એવાં પ્રખ્યાત ઉપનામવાળા, અને જેનાં શ્યામ ઉન્નત અને વિપુલ વક્ષ:સ્થળ ઉપર શ્રી સ્થિરતાથી આશ્રય કરી રહી છે તેને સામન્ત મહારાજ સિંહાદિત્ય કુશળ હાલતમાં ક્ન્ક પ્રસવણ સ્થાનમાંથી સર્વ રાજપુત્રા, રાજસ્થાનીએ, અમાત્ય, દ્વાંગિક, મહત્તર, ચાર્ટ, ચાર, ભટ, હાથી અને અશ્વારેહિ અધિકારીઓને આજ્ઞા કરે છે કેઃ—
તમને જાહેર થાએ કે મારાં માતાપિતાનાં પુણ્યવૃદ્ધિ માટે અને મારા પેાતાના ઉભય લેકમાં હિત અને સુખની પ્રાપ્તિ માટે, એલાપકના રહીશ મૈત્રાયણિક ગોત્રના સબ્રહ્મચારી અને કૃષ્ણાત્રેય ગેાત્રના બ્રાહ્મણુ અપસ્વામિને દર્ભચાર ગામમાં ભેાંડક બધીર કુટુમ્બીનું એક ખેતર એક વાપી સાથે ભૂમિછિદ્રના ન્યાયાનુસાર, બ્રહ્મદેયથી ચંદ્ર, સૂર્ય, સમુદ્ર, ક્ષિતિના અસ્તિત્વ કાળ સુધી, પુત્રપૌત્રાન્વય ભાગ્ય, મેં દાનમાં અર્પણ કર્યુ છે. તેથી ઉપર પ્રમાણે એ ભાગવે ત્યારે કોઈએ પણ પ્રતિબંધ કરવા નહીં.
( આંહિ વ્યાસના ચાલુ શ્વેાકા છે) સંવત ૨૫૫ આશ્વયુજ સુદિ ૧૩
આ મારા સ્વહસ્ત છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com