________________
નં. ૨૨૯ વળામાંથી મળેલાં ગારૂલક મહારાજા વરાહદાસ બીજાનાં તામ્રપત્રો.
ગુ. સ. ૨૩૦ ઈ. સ. ૧૪૯ ઈ. સ. ૧૯૦૦ માં વળામાંથી મળેલાં પાંચ તામ્રપત્રો પૈકીનું આ એક છે. તે ગારૂલક મહારાજા વરાહદાસના સમયનું છે અને ગુ. સં. ૨૩૦ ના વર્ષનું છે. કંકપ્રસવણમાંથી દાન અપાયું હતું.
વંશાવલિ–મહારાજા સૂર તેને દીકરે સેનાપતિ વરાહ દાસ અને તેને દીકરો મહારાજા સૂર બીજો હતા. તેને ના ભાઈ મહાસામન્ત મહારાજા વરાહદાસ બીજે હતું. તેણે દ્વારકાના નાથને જિત્યો હતે. (આ જિવનું વર્ણન પાલીતાણામાંથી મળેલાં ગારૂલક સિંહાદિત્યના ગુ. સ. ૨૫૫ મા વર્ષના તામ્રપત્રમાં પણ કરેલું છે.)
દાનવિભાગ. મહારાજા ધ્રુવસેન ૧ લાએ વરાહદાસને આપેલા ગામ ભટ્ટિપદ્રમાંના વિહારમાં રહેતી ભિક્ષુઓને કપડાં ખેરાક વિગેરે માટે અને ભગવાન બુદ્ધની પૂજા માટે ધૂપ, દીપ, નૈલ વિગેરે માટે વલભીની પાસેના તે ભટ્ટિપદ્ર ગામમાં સે પારાવર્ત જમીનને કટકા વરાહદાસ બીજાએ દાનમાં આપ્યો.
ગારૂલક વલભીના રાજાઓના સામન્ત હતા. તેઓનું મુખ્ય સ્થળ ફેકપ્રસવણુ લાગે છે કારણકે મહારાજા વરાહદાસ બીજાના દીકરા સામન્ત મહારાજ સિંહાદિત્યનાં પાલીતાણાનાં પતરાંમાંનું દાન પણ તે જ જગ્યાએથી અપાયું છે. ગારલકેનાં બે જાતાં તામ્રપત્રો ઉપરથી વંશાવલિ નીચે મુજબ ઉપજાવી શકાય છે? ૧ મહારાજા સૂર ૨ સેનાપતિ વરાહદાસ ૩ સામન્ત મહારાજ સૂર બીજે અથવા ભટ્ટિસૂર ૪ મહાસામન્ત મહારાજા વરાહદાસ બીજે ગુ. સ. ૨૩૦ ઈ. સ. ૫૪૯ ૫ સામન્ત મહારાજા સિંહાદિત્ય ગુ. સ. ૨૫૫ ઈ. સ. ૫૭૪
૧ ગૌ. હી, એઝા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com