________________
પરચુરણ લેખો
નં. ૨૨૭ મેરબીનું તામ્રપત્ર
સંવત ૧૮૫ ફા. સુ. ૫ મેજર જે. ડબલ્યુ. વૉટસનની કૃપાથી આ પતરું એક વર્ષથી વધારે સમય અગાઉ મોરબીદરબાર પાસેથી મને ઉછીનું મળ્યું હતું. તેની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી, જે માત્ર હાલમાં જ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
થોડાં વર્ષો અગાઉ બે પતરાં હતાં, પરંતુ પહેલું પતરું તે પછી ગુમાઈ ગયું છે. એમ મનાય છે કે કેઈને ઉછીનું આપ્યું હતું જેના તરફથી પાછું મળેલું નથી. આ ઘણું જ અફસોસજનક છે; કારણકે તેમાં તેના દાતાની વંશાવળી હતી.
તારીખ શબ્દમાં આપી છે, જે આંકડામાં સંવત્ ૧૮૫ તરીકે છેલ્લેથી બીજી પંક્તિમાં જણાવાયલું છે.
ઈ. એ. વ. ૨ પા. ૨૫૭ ડ. માંડા૨કર,
લેખ ૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com