________________
गुजरातना ऐतिहासिक लेख ગયા પછી અને મુંજ સ્વર્ગમાં સમ્રાટ થયે પછી દીનાં આંસુ લુછનાર ફક્ત વિખ્યાત વસ્તુપાલ જ ઉભે છે.
“ચૌલુક્ય નૃપના એ મંત્રીશ્વર ! તારી કીર્તિને ઘષ ત્રણે લેકમાં હર્ષથી ઉભાં થયેલાં રૂવાં સાથે અને આનંદનાં અશ્રુ સાથે સંભળાય છે. કારણ કે કલિથી દોષિત થયા છતાં તારાથી પૃથ્વી મંદિર, વાપી, પ્રપા, તડાગ, ઉદ્યાન, અને સરોવરોથી પવિત્ર થઈ છે.
તેજપાલ મંત્રી જેનાથી અમે ચિંતામણિ માફક નિશ્ચિત સુખી દિવસો પસાર કરીએ છીએ તે ચિરકાળ તેજસ્વી રહે.
લવણુપ્રસાદના પુત્રનાં શ્રીકરણકાર્ય કરનાર, લવણસિંહના પિતા સમાન, કલ્પતરૂ સરખે તે સે ક૯૫ પર્યત મંત્રીપણાને ઉપભોગ કરે.
પ્રાચીન કાળમાં ભૂમિમાંથી દૈત્યારિ વિષ્ણુએ પગથી બલિને નીચે દાબી દીધું હતું. હમણું તેમ વસ્તુપાલના હાથથી થાય છે.
તેની પત્ની લલિતાદેવીને આ મંત્રીવરથી નમ્ર ગુણસંપન્ન જયંતસિંહ નામનો પુત્ર હતો, જેમ પુલેમની પુત્રી શચિને ઈન્દ્રથી જયન્ત હતો.
“આ (લોકો) શ્રી ગુર્જરેશ્વરના પુરોહિત ઠ૦ શ્રી સોમેશ્વર દેવની કૃતિના છે.
કાયથ વંશમાં જન્મેલા વાજડના પુત્ર સુબુદ્ધિવાળા જૈત્રસિંહ ધ્રુવથી આ પ્રશતિ લખાએલી છે.
“વાહડના પુત્ર ધીમત સૂત્રધાર કુમારસિંહથી સંભાળપૂર્વક આ લેખ કેતરાયે છે.
ત્રણ જગતના ભર્તૃ શ્રી નેમિનાથ અને અમ્બાના પ્રસાદથી વસ્તુપાલના અવયને આ પ્રશસ્તિ સ્વસ્તિશાલિની થાઓ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com