________________
गुजरातना ऐतिहासिक लेख (૧૪) જેના (નાનાના) મુખમાં વિમલ કવિત્વ છે, બુદ્ધિમાં તત્વ છે, હદયમાં સત્ય છે. જેના કર નિત્ય દાન આપે છે અને જેના ચરણે સારસ્વત તીર્થગમનના ચિહ્ન વાળાં છે.
(૧૫) જે નવાં કાવ્ય શ્રવણ કરે છે, જે સભામાં સારી પ્રશંસા મેળવે છે, જેના અલંકાર સદા સુવર્ણના છે, અને જે તેની સહાય શોધનાર જનેથી કદિ મુખ ફેરવત નથી.
(૧૬) શિવપૂજન માટે ઉચ્ચ ભક્તિથી યેગ્ય રીતે ગોઠવેલો કુમુદનાં પુપની હારથી અધિક ઉજજવળ તાંદુલને ઢગ શ્રી સેમિનાથ દેવના મસ્તક પરની શશિકલાને ઘણી જ ઝાંખપ આણે છે.
(૧૭) શ્રી વીસલની બ્રહ્મપુરીના બીજા મહેલમાં વાસ કરતા તે નાનાકે આ સારસ્વતસરેવર બાંધ્યું.
(૮) આ પ્રશસ્તિની રચના વગર પ્રયાસે નિર્મલ અને પ્રશંસનીય કાવ્યથી ગણપતિ વ્યાસથી થઈ છે, જે વ્યાસને વશમહિમા, સૂર્ય જેવા પ્રતાપી શ્રી વીસલથી ધારા નગરીના નાશનું વર્ણન કરતી મહાન કૃતિ સાથે વૃદ્ધિ પામે છે.
(૧૯) મસ્તક પર ક્રિીડા કરતા ભ્રમરવાળા અને કેદારના ચરણકમળને આશ્રય લેનાર પ્રલંદ ગોવિંદના પુત્ર કલાદે આ પ્રશસ્તિ લખી અને કેટરી.
(૨૦) સાવિ ના સ્વામીપાતુના પુત્ર જેના કેઈ અનુજ પામ્હણ નામના કેદારની સુવર્ણથી પૂજા કરીને મહિમા જાગૃત છે.
- વિક્રમ સંવત્ ૧૩ર૮માં આ પ્રશસ્તિ શ્રી અભયસિંહની સમક્ષ ( અથવા અનુ મતિથી ) વર્ણગઢના ( વડનગરના ) યજુર્વેદના મહાન પુરૂષ () શ્રીભાવ લાડાણ( ? )થી કરાઈ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com