________________
राजकवि नानाकनी प्रशस्ति
ભાષાન્તર એમ્ | ઓમ્ નમઃ શિવાય
. ૧-૨ (શિવની સ્તુતિ ) ૩ (ગણપતિની સ્તુતિ )
૪ પૂર્વે, ભૂપતિઓને મુકુટમણિ જયશાલી શ્રી વિશ્વમલ ચૌલુકયવંશને અલંકાર હો; જેના બેધારા અને યુદ્ધમાં શત્રુઓ અનેક ધારવાળું માનતા.
૫ ચેતરફ મૂળ નાંખી રહેલા પર્વત જેવા રાજાઓને વજા સમાન ભુજવડે ઉખેડી નાખતે એ સત્વશાલી, જગને એકલે ધણી, રાજનારાયણ કહેવાયે.
૬ જગતના તાપને દૂર કરવાવાળા શ્રી વૈદ્યનાથ પ્રભુએ ક્ષત્રિયના ભૂષણ એવા એ રાજામાં પિતાની એક કલા મૂકી; તેથી વિશ્વના ઉપકારની દીક્ષા લીધેલા એ રાજાએ શત્રુરાજાઓનાં હદયમાંની મદરૂપ ગાંઠોની ચિકિત્સા કરી.
૭ તેની રાણી નાગલદેવી હતી, જે દેહધારી જયશ્રી જેવી હતી; જેના વડે; જેમ પ્રભા વડે ચંદ્ર શોભે તેમ, રાજા ભતો હતો.
૮ દિશાઓના અન્ત સૂધી જેને પ્રતાપ પહોંચેલે છે એ પ્રતાપમલ્લ જેને નાને ભાઈ હતે એ એ રાજા પોતાના પૌરુષ વડે પૃથિવને એક છત્રધારી બન્યા હત.
૯ પિતાની ગાદીએ પ્રતાપમલ્લના પુત્ર અર્જુનને બેસાડીને એ રાજા સ્વર્ગસુન્દરીઓના અધરામૃત અને સુધા પીવા ચાલ્યો ગયો.
૧૦ પૂર્ણચન્દ્રના જેવા ગુણથી આનંદદાયક, દાદરના અંશ જેવા, પરાક્રમથી યશસ્વી થયેલા ભૂપતિઓના મુકુટમણિ, એવા અર્જુનદેવે કામધેનુની માફક પૃથ્વી દેહીને ધન મેળવ્યાં.
૧૧ દાનમાં સુરક્ષથી ચઢીઆતા હાથમાં એ દષ્ટના સંહાર માટે પૃથ્વીચક્ર ધારણ કર્યું, અને કૃષ્ણના અવતાર જેવા એ નિષ્પા૫ રાજાએ પોતાના ઉદાર ચરિતો વડે પ્રજાની રક્ષા કરી.
૧૨ ગર્જર રાજ્યલક્ષ્મીના સંભોગસુખ આનંદમગ્ન બનેલે, પૃથ્વીને ઉદ્ધાર કરવાની કીડાને રસિયા, શાધર જેવા મહિમાવાળે, એને પુત્ર સારંગદેવ વિજયી છે. ' - ૧૩ જેમ ગરૂડે પૂર્વે ગજ અને કચ્છપને હરાવ્યા હતા તેમ એ રાજાએ મેટાં વિગ્રહ( શરીર )ધારી રહેલા યાદવેશ્વર અને માલવેરને લડાઈમાં હરાવ્યા. ( ૧૪ તપ ક્રિયાઓનું ફળ આપવાવાળા બાલેન્દુશેખર દેવ પિતે વિશ્વના અનુગ્રહને અર્થે ભટ્ટારક શ્રી લકુલીશ રૂપે અવતર્યા.
૧૫ અને પિતાના શાપથી લાંબા વખતથી વિપુત્ર રહેલા ઉલુકભૂતેના ? ઉલૂકના વંશજેના ?) અનુગ્રહ માટે પૃથ્વીના લલાટ જેવા લાટ દેશમાં આવેલા કારેણુમાં આવી વસ્યા.
- ૧૬ પાશુપત શ્રત પાળવા માટે એના ચાર શિષ્યો પ્રકટ થયા. કુશિક, ગાર્ગ્યુ, કૌરુષ અને મિત્રેય.
૧૭ એ તપસ્વીઓમાંથી ઉદ્દભવેલી ચાર જાતિઓએ ચાર સમુદ્રથી બંધાયેલી પૃથ્વીન
શણગારી,
૧૮ (ખંડિત છે).
૧૯ મૂર્તિમાન તપેરાશિ. દષ્ટિ વડે જ આશ્રિતના પાપનાશક, ગાર્ગીય ગેત્રના અલંકાર, કાર્તિક રાશિનોમે, સ્થોનાધિપ (મઠાધિકારી) હતા.
૨૦ એના હસ્ત કમલ વડે જેના જન્મને અનુગ્રહ થયા હતા તેવાં, દયાલું ચિત્તવાળા, વાલ્મીકિરાશિ ઉત્પન્ન થયા, જે પોતાના ચિત્ત જેવા વિમલ પદન્યાસ વડે વાણીને અને તીર્થપદવીને પાવન કરતા.
૨૧ તેણે તરણ તદ્દન ત્રિપુરાંતકને અનુગ્રહ કરીને સત્યરૂષોને ઉપદેશક નીખ્યો, એવા પુરૂના હસ્તકમલ વડે પ્રતિષ્ઠા પામેલા પત્થરો પણ સાક્ષાત્ દ બને છે,
લેખ ૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com