________________
નિં. ૨૨૨ વાઘેલા રાજા સારંગદેવના સમયની સિન્દ્રામાં
રાખેલી દેવપટ્ટનપ્રશસ્તિ
વિ. સં. ૧૩૪૩ માઘ શુદ ૫ સોમવાર નીચે આપેલી પ્રશસ્તિની એક નકલ સર ચાર્સ વિડિકન્સન ભાષાન્તર સાથે મરકીની “ટ્રાવેલ્સ ઈન પોર્ટુગલ (૧૭૯૮) માં પ્રથમ પ્રસિદ્ધ થઈ હતી. એ પતરું દશ વર્ષ પહેલાં ડો. બર્જેસે મે. આ સ. . ઈ. સ. ૧૮૭૯) નં. ૯ પા. ૧૦૪ માં ડે, ભગવાનલાલ ઈન્દ્રજીના સંરકૃત અક્ષરાન્તર સાથે તથા પ્રશસ્તિના ટુંક સાર સહિત પ્રસિદ્ધ કર્યું હતું. ડો. ભગવાનલાલનું અક્ષરાન્તર એકંદરે સારું છે, તે પણ હું માનું છું કે પ્ર. જી. ડી. વાસ્કસેલૉસ ઍબુએ મને આપેલાં પેન્સીલ રમ્બિગ ઉપરથી નવી આવૃત્તિની પ્રસિદ્ધિ વધારાની નહીં ગણાય. આ પ્રતિકૃતિ ઉપરથી કેટલીક શંકાઓ દૂર થાય છે, જે ડે. ભગવાનલાલ ઇંદ્રજી અનુમાનથી ઉકેલી શકયા ન હતા, અને તે ઉપરાંત કેટલાક સ્થાનેમાની તેમની પૂર્તિઓ અસલની બરાબર છે એમ પણ આ પ્રતિકૃતિથી બતાવી શકાય છે.
લેખ બહુ સંભાળપૂર્વક એક લાંબા લીસા કાળા પત્થર ઉપર કતરેલે છે. તેનું માપ ૪૨ ઈંચ ૪ ૨૦ ઈંચ છે, અને તેમાં ૬૬ પંક્તિઓ છે. આ પત્થર હાલ સિંદ્રામાં ડોન જોઆઓ ડી કેસ્ટ્રાના કિવન્ટામાં રાખેલો છે, પણ તેની હકીકત ઉપરથી જણાય છે કે તે અસલ સોરઠમાં સોમનાથ અગર દેવપટ્ટનના મંદિર હતું. તે એકંદરે સુરક્ષિત છે, ફક્ત થોડાક અક્ષર કઈ કઈ સ્થળે નાશ પામ્યા છે. લિપિ ૧૩ મી સદીની પ્રચલિત દેવનાગરી છે.
સોરઠમાં, (કાઠિઆવાડમાં) હાલ વેરાવળ પાસે જાણીતા પ્રખ્યાત રેવતીર્થ સેમિનાથપન અગર દેવપટ્ટન અગર પ્રભાસમાં ત્રિપુરાન્તક નામના શિવ સાધુએ પાંચ લિગેની બનાવેલી પ્રશસ્તિ આ લેખમાં આપી છે.
૧ એ. ઈ. વ. ૧ પા. ૨૧ ઇ. ખુહાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com