________________
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર શ્રી નેમિનાથ દેવને નમન. જેનાં ચરણનું નમન કરતા દેવના શિરપરના અનેક મુગટમાંથી નીકળતા પ્રકાશના પ્રવાહથી પ્રક્ષાલન થાય છે, અને જે અઢાર (૧૮) પર્વતના શિખર પર રત્ન સમાન છે, અને જેઓની પ્રતિમા અતુલ છે, તે તીર્થસ્થાનના દેવતા તમને ઉત્તમ અને પાપ સંહારનાર શ્રી અ.
સ્વસ્તિ શ્રી વિક્રમ સંવત ૧૨૮૮ ફાગણ શુદિ ૧૦ બુધવારે
“શ્રી અણહિલપુરનિવાસી, પ્રાગ્વાટ અન્વયને ઠકુર ચડપ, તેને પુત્ર ચડ પ્રસાદ, તેને પુત્ર સેમ અને તેને પુત્ર આશારાજ અને તેને કુમારદેવીથી અવતરેલે પત્ર લુણિગ અને માલદેવને અનુજ અને તેજપાલને જયેઠ બધુ મહામાત્ય શ્રી વસ્તુપાલ; તેના પુત્ર શ્રી લલિતાદેવીની સાવર સમાન કુખથી રાજહંસ સરખે જયતસિંહ જમ્યો. સંવત ૭૯ વર્ષ પૂર્વ જયતસિંહ સ્તંભતીર્થમાં મદ્રાવ્યાપાર કરતા હતા, સંવત ૯૭ વર્ષ શ્રી શત્રુજ્ય, ઉજજયન્ત વગેરે મહાતીર્થ યાત્રાના
માવથી પણ થતા શ્રીમદ દેવાધિદેવના પ્રસાદથી પ્રાપ્ત કરેલા સંઘના નાયકપદથી, ચાલુક્ય. કળના નભમાં પ્રકાશતા સૂર્ય સમાન મહારાજાધિરાજ લવણુપ્રસાદના પુત્ર મહારાજ વીરધવલની પ્રીતિથી રાજ્યમાં સત્તા પ્રાપ્ત કરનાર, શ્રી શારદાના પ્રસાદથી પુત્ર પ્રાપ્ત કરનાર મહામાત્ય વસ્તુપાલે તથા સંવત ૭૬ પૂર્વે ગુજરાતનાં નગરોમાં મુખ્ય ધવલકકક છે તેમાં મુદ્રાવ્યાપાર કરતા તેના અનુજ તેજપાલથી શ્રી શત્રુંજયુ, અબુદાચલ વગેરે મહાતીર્થોમાં, શ્રીમદ્દ અણહિલપુર, ભૃગુપુર, સ્તંભનકપુર, સ્તંભતીર્થ, દર્ભવતી, ધવલકક આદિ નગરમાં તથા અન્ય સ્થાનમાં કેટી નવાં ધર્મસ્થાને બંધાવ્યાં અને જીર્ણોદ્ધાર કરાવ્યાં.
તેમ જ વિખ્યાત વસ્તુપાલે શ્રીશત્રુજ્યના મહાતીર્થ પરના અવતાર શ્રીમદ્ આદિતીર્થકર શ્રી ઋષભદેવ, સ્તંભનકપુરના અવતાર શ્રી પાર્શ્વનાથદેવ, સત્યપુરના અવતાર શ્રી મહાવીર દેવ, પ્રશસ્તિ સહિત કશ્મીરના અવતાર શ્રી સરસ્વતિની વિખ્યાત મૂર્તિ - આ ચાર દેવ અને બે જિન- અમ્બા, અવલોકના, શામ્બ, અને પ્રધુમ્રનાં ચાર શિખરે પર શ્રી નેમિનાથદેવથી અલંકારિત દે- અશ્વપર આરોહણ કરેલા પોતાના પિતામહ શ્રી સેમ અને પિતા શ્રીઆશારાજની બે મૂર્તિઓ અને ત્રણ તેરણથી મંડિત શ્રી નેમિનાથદેવ, તેના પૂર્વજો, જયેષુ બધુ, અનુજ, પુત્ર આદિની મૂર્તિઓ વાળે સુખેદ્દઘાટનક સ્તંભ, શ્રીઅષ્ટાપદ મહાતીર્થ પ્રભૂતિ અનેક પરંપરાથી વર્ણન કરાતાં યાત્રાધામથી વિરાજિત શ્રી નેમિનાથ દેવાધિદેવથી ભૂષિત તે, શ્રીમદ્ ઉજજયંત મહાતીર્થમાં પિતાના અને પિતાની પત્ની પ્રાગ્રાટ વંશના શ્રીકાન્હડની રાણુથી થએલી પુત્રી શ્રીલલિતાદેવીના પુણ્યની વૃદ્ધિ માટે શ્રીનાગેન્દ્ર ગચ્છના ભટ્ટારક શ્રી મહેન્દ્રસૂરિના પુત્ર અને શિષ્ય શ્રીશાન્તિસૂરિના શિષ્ય શ્રી આનન્દસૂરિથી અને અમરસૂરિનું પદધારણ કરતા, ભટ્ટારક શ્રીહરિભદ્રસૂરિના પવિત્ર સ્થાનનું ભૂષણ પ્રભુ શ્રીવિજયસેનસરિથી પ્રતિષ્ઠિત શ્રી અજિતનાથદેવ આદિ વીસ તીર્થકરથી અલંકારિત નવ મંડપ સહિત મહાતીર્થીવતારનું ભવ્ય મંદિર -આ સર્વ બાંધ્યું.
(ફ્લેક) નમસ્કાર હેજે શ્રીબલિ અને કર્ણને-જેનાં દાન અરુણ હોવા છતાં કેટલાં યશવાળાં છે અને તેથી જ પ્રજા પૂજવા યોગ્ય છે. જ્યારે વસ્તુપાલ સચિવનાં દાન લેકે પિતાની દષ્ટિથી એટલા મહાન જુએ છે કે વિશ્વમાં પણ તેને સમાવેશ થઈ શકતો નથી.
વસ્તુપાલના હાથથી અપાયેલા હાર, મુદ્રા, તિલક, કડાં, માલા અને રેશમના જળ્યાની ' ભેટથી વિભૂષિત થઈ અનેક વિદ્વાને એટલા તે બદલાઈ ગયા કે તેઓએ કેમે કરી અને શપથથી પોતાની પત્નીઓને પોતાની અભિજ્ઞા માટે સમજાવી શક્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com